ફોટો જોઈને ગુજરાતીઓ તો જરૂર સમજી ગયા હશે કે આ વ્યક્તિ શું ખાઈ રહ્યો છે, તમને ખબર પડી કે નહીં

Posted by

ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ ની પહેલી મેચ કાનપુરમાં રમાઇ રહી છે. મેચ દરમિયાન એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં એક વ્યક્તિ મોઢામાં ગુટખા રાખીને ફોન પર વાત કરતો નજર આવી રહ્યો છે. વાયરલ ફોટો પર સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ મજા લઇ રહ્યા છે.

રવિ કુમાર વિશ્વાસે આ તસ્વીર પર કોમેન્ટ કરેલ છે કે આજે કાનપુરમાં મેચ છે. કાશી અગ્રવાલ નામના ટ્વિટર એકાઉન્ટ થી આ તસ્વીર શેર કરીને લખવામાં આવ્યું છે, “કે હજુ કરાવી લો કાનપુરમાં મેચ.” વળી અન્ય એક યુઝરે હસવા વાળી ઇમોજી ની સાથે લખ્યું છે કે, “કાનપુરમાં મેચ હોય અને આવો સીન જોવા મળે એવું શક્ય નથી.” વળી અન્ય એક યુઝર દ્વારા હસવા વાળી ઇમોજી ની સાથે લખવામાં આવ્યું છે કે, “મેચ કાનપુરમાં છે. બોલો જુબા કેસરી.”

વળી એક મહિલા ટ્વિટર યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું કે, “હું હાલમાં જ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચ જોઈ રહી હતી, પરંતુ મને જાણ ન હતી કે મેચ ક્યાં રમાય રહી છે. પરંતુ ત્યારે જ દર્શકોમાં આ દ્રશ્ય જોવા મળ્યું, જેમાંથી એક વ્યક્તિ કમલા પસંદ ખાઈને પારંપરિક અંદાજમાં મોઢું ચલાવતા ફોન પર વાત કરી રહ્યો હતો. તુરંત સમજમાં આવી ગયું કે મેચ કાનપુરમાં છે.” અંશુલ સિંહ નામના ટ્વીટર એકાઉન્ટ પરથી હસવા વાળી ઇમોજી ની સાથે લખવામાં આવ્યું કે, “કાનપુર ટેસ્ટ.”

વળી અન્ય એક યુઝરે ટ્વિટર પર તસ્વીર ઉપર લખ્યું હતું કે, “કાનપુર ને કમલા પસંદ છે.” એક વ્યક્તિએ લખ્યું કે, “કાનપુરમાં મેચ રમાઈ રહી હોય તો ભાઈ અહીંયા તો તમાકુ અને પાન સાથે મુલાકાત થશે જ.” ટ્વિટર પર એક વ્યક્તિએ લખ્યું હતું કે, “ગ્રીન પાર્ક હવે બનશે રેડ પાર્ક. કાનપુર માં તમારું સ્વાગત છે.”

વળી એક મહિલા ટ્વિટર યુઝર્સે કોમેન્ટ કરી હતી કે, “હવે કાનપુરમાં મેચ હોય તો આવો સીન તો જરૂર જોવા મળશે.” ભાવિન શર્મા નામના એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, “તેમાં આશ્ચર્યચકિત થવાની વાત નથી. કારણ કે આ મેચ કાનપુરમાં છે.” અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “કાનપુર વાળા ની સ્ટાઈલ તો જુઓ.” મહત્વપુર્ણ છે કે કાનપુરના ગ્રીન પાર્ક માં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ આમને-સામને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *