ફોટોગ્રાફરે શ્રધ્ધા કપુરની પર્સનલ ચેટ કરી દીધી લીક, જાણો તેમાં શું લખ્યું હતું

Posted by

લગભગ બધા લોકોને ફિલ્મ જોવાનું પસંદ હોય છે. હકીકતમાં ફિલ્મ મનોરંજનનું સાધન હોય છે. સાથે જ તેમાં કંઈને કંઈ શીખવા મળે છે. ઘણી ફિલ્મ તો સાચી ઘટનાઓથી પ્રેરિત થઈને બનાવવામાં આવે છે. તેમાં આપણને પ્રેરણા પણ મળે છે. મહત્વપુર્ણ છે કે જેટલી આપણે ફિલ્મોની જોવાનું પસંદ કરીએ છે એટલા જ આપણને ફિલ્મોમાં કામ કરવાવાળા કલાકારો પણ પસંદ છે. જોકે દરેકનાં ફેવરેટ કલાકાર અલગ-અલગ હોઈ શકે છે. કોઈને કોઈ એક્ટર પસંદ હોય છે તો કોઈને કોઈ એક્ટ્રેસ ઘણી સારી લાગે છે. ઘણા લોકોને સાઈડ એક્ટર પણ પસંદ આવે છે.

તેવામાં દરેક પોતાના મનપસંદ કલાકારો સાથે જોડાયેલી દરેક જાણકારી માટે આતુર જોવા મળે છે. જોકે સોશિયલ મીડિયા પર પણ હાલનાં દિવસોમાં કલાકાર ઘણા સક્રિય રહે છે અને જાતે જ ઘણી જાતની ખબર ફેન્સ સાથે શેર કરતા રહે છે. તે સિવાય પણ ઘણા સોશ્યલ મિડીયા પેજ પણ કલાકારો સાથે જોડાયેલી દરેક નાની મોટી ખબર ફેન્સ સાથે શેર કરે છે.

મહત્વપુર્ણ છે કે ફોટોગ્રાફર્સ પણ ઘણીવાર કલાકારોનાં લુક અને તેમની સાથે જોડાયેલી અપડેટ્સ શેર કરતા રહે છે. જોકે હાલનાં સમયે ફોટોગ્રાફર્સેને આવું કરવું ભારી પડી રહ્યું છે અને યુઝર્સે ફોટોગ્રાફર્સ પર સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપુર હાલમાં જ સ્પોટ કરવામાં આવી હતી, જ્યાં તે કોઈ શુટ કરીને પરત આવી રહી હતી. આ વચ્ચે અભિનેત્રી ફોન પર કોઈ સાથે ચેટ કરી રહી હતી અને ફોટોગ્રાફર્સે તેના પણ ફોટા પાડી દીધા.

હકીકતમાં ત્યારબાદ શ્રદ્ધાનાં ફોટો લીધેલા ચેટને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા અને તે સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ થવા લાગ્યા છે. જ્યારે યુઝર કોઈની અંગત વાતોને પબ્લિક કરવાની ખોટું જણાવી રહ્યા છે અને કલાકારોનાં અંગત જીવનમાં આ રીતે ઘુસવાની નિંદા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિષય ઘણો ચર્ચામાં આવી ગયો છે. આ રીતે ફોટોગ્રાફર્સની વિરુદ્ધ લોકો આવી ગયા છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે શ્રદ્ધાની ફોટો લીધેલી ચેટ હવે વાયરલ થઇ રહી છે, જેમાં તે વ્યક્તિ સાથે વાત કરી રહી છે, તેનું નામ ત્રણ હાર્ટ ઈમોજીથી લખેલું દેખાઈ રહ્યું છે. જ્યારે ચેટમાં શ્રદ્ધા તે વ્યક્તિનાં વખાણ કરતાં કહી રહી છે કે હું ક્યારેય પોતાના જીવનમાં તમારા જેવા વ્યક્તિને મળી નથી. જેના પર રીપ્લાય આવે છે. મને આનંદ છે તું મારા માટે આવા વિચાર રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *