PINCODE નંબર નો પણ એક મતલબ હોય છે, જાણો તેના અંકો સાથે જોડાયેલ મહત્વપુર્ણ માહિતી

ચિઠ્ઠી ને બદલે લોકો આજકાલ ઈ-મેલ પર વધારે ભરોસો કરે છે. પરંતુ તેમ છતાં પણ મનમાં એક ઉમંગ રહે છે કે કદાચ આપણા ઘરે કોઇ ચિઠ્ઠી આવતી હોય. ચિઠ્ઠી મોકલવા માટે વિસ્તારનાં પીનકોડ ની જરૂરિયાત રહે છે. દરેક લોકોને પોતાના વિસ્તારનો પીનકોડ જરૂરથી યાદ હોય છે. ચિઠ્ઠી મોકલવા કુરિયર અથવા મણિ ઓર્ડર કરવા માટે પીનકોડ ની જરૂરિયાત હોય છે. આજકાલ પીનકોડ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે પિન કોડનો મતલબ શું હોય છે? પીનકોડ એક ખુબ જ ખાસ નંબર હોય છે, જેની ઉપર આપણી સંપુર્ણ પોસ્ટલ સિસ્ટમ નિર્ભર કરે છે. પીનકોડ ની શરૂઆત ૧૫ ઓગસ્ટ, ૧૯૭૨નાં થઈ હતી.

શું હોય છે પિન કોડનો મતલબ

પિન કોડનો મતલબ હોય છે પોસ્ટલ ઇન્ડેક્ષ નંબર. ઈમેલ આવી ગયા બાદ ચિઠ્ઠીઓનું ચલણ ઓછું થઈ ગયું છે. તેનાથી પિન કોડનો પ્રયોગ પણ સીમિત બની ગયેલ છે. કુરિયર સર્વિસ દ્વારા પિન કોડનો પ્રયોગ ક્યારથી શરૂ કરવામાં આવેલ છે, ત્યારથી પિન કોડ ફરીથી પોતાનું વર્ચસ્વ સાબિત કરવામાં જોડાયેલ છે.

કેવી રીતે કરે છે કામ?

પિન કોડ ખુબ જ કામનો નંબર હોય છે. ૬ નંબરોને ઉમેરીને બનાવવામાં આવેલા પીનકોડ તમારા એરિયાની સંપુર્ણ જાણકારી આપે છે. તેનો દરેક નંબર ખાસ વિસ્તાર માટે બનાવવામાં આવેલ છે. તેની જાણકારી ની મદદથી પોસ્ટ ઓફિસના લોકો યોગ્ય જગ્યાએ પેકેટને ડિલિવર કરી શકે છે. આપણું સમગ્ર દેશ ૬ ખાસ ઝોન માં વિભાજીત કરવામાં આવેલ છે. તેમાં રિજનલ ઝોન અને એક ફંકશનલ ઝોન છે. દરેક પિન કોડ કોઇને કોઇ ખાસ જો ની જાણકારી આપે છે.

ક્યાં નંબર નો શું મતલબ છે

જો તમારા પિન કોડનો પહેલો નંબર ૧ છે તો તેનો મતલબ છે કે તમે દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અથવા જમ્મુ અને કાશ્મીર માંથી કોઈ રાજ્ય માંથી આવી રહ્યા છો. વળી જો નંબર ૨ છે તો તમે ઉત્તર પ્રદેશ અથવા ઉત્તરાંચલ માંથી છો. એવી જ રીતે જો તમારા પિન કોડનો પહેલો નંબર ૩ છે, તો તમે વેસ્ટર્ન ઝોન ની સાથે રાજસ્થાન અથવા ગુજરાત સાથે સંબંધ ધરાવો છો. ૪ નંબર થી શરૂ થતા પીનકોડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં કોડ હોય છે. તેવી જ રીતે પ થી શરૂ થતા કોડ આંધ્રપ્રદેશ અને કર્ણાટક નાં હોય છે. જો તમારો પિન કોડ ૬ થી શરૂ થાય છે તો તમે કેરળ અથવા તામિલનાડુના રહેવાસી છો. હવે જો તમારા પિન કોડનો પહેલો નંબર ૭ છે, તો તમે ઇસ્ટર્ન ઝોનમાં છો. અહીંયા તમે બંગાળ, ઓરિસ્સા અને નોર્થ ઇસ્ટર્ન વિસ્તારમાં છો. જો તમારો પિન કોડનો પહેલો નંબર ૮ છે, તો તમે બિહાર અથવા ઝારખંડમાં રહો છો. હવે જો ૯ નંબર થી તમારા પિન કોડનો પ્રયોગ શરૂ થાય છે તો એ સાબિતી છે કે તમે ફંકશનલ ઝોનમાં રહો છો. આ હોય છે આર્મી પોસ્ટલ સર્વિસીસ માટે.

ક્યા પ્રદેશનો કયો પિન કોડ

હવે આ તો થઈ પહેલા નંબરની વાત. હવે આપણે વાત કરીએ છીએ પિન કોડના શરૂ થતા બે નંબરો વિશે. ૧૧ નંબર દિલ્હીનો હોય છે, ૧૨-૧૩ હરિયાણા, ૧૫-૧૬ પંજાબ, ૧૭ હિમાચલ પ્રદેશ, ૧૮-૧૯ જમ્મુ અને કાશ્મીર, ૨૮ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ માટે, ૩૦-૩૪ રાજસ્થાન, ૩૬-૩૯ ગુજરાત, ૪૦-૪૪ મહારાષ્ટ્ર, ૪૫-૪૯ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, ૫૦-૫૩ આંધ્રપ્રદેશ, ૫૬-૫૯ કર્ણાટક, ૬૦-૬૪ તામિલનાડુ, ૬૭-૬૯ કેરલા, ૭૦-૭૪ બંગાળ, ૭૫-૭૭ ઓડીસા, ૭૮ આસામ, ૭૯ નોર્થ ઈસ્ટર્ન વિસ્તાર, ૮૦-૮૫ બિહાર અને ઝારખંડ, ૯૦-૯૯ આર્મી પોસ્ટલ સર્વિસીસ.

પિન કોડના આગળનાં ૩ ડિજીટ તે વિસ્તારની જાણકારી આપે છે, જ્યાં પેકેટ પહોચાડવાનું છે. તેનો મતલબ છે કે તે ઓફિસમાં જ્યાં પેકેટ જશે. એક વખત તમારું પેકેટ યોગ્ય ઑફિસ સુધી પહોંચી ગયું, તો તે તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. હવે તમે સમજી ગયા હશો કે પિનકોડ કેટલો મહત્વપુર્ણ છે.