લોકો કોરોના વાયરસ અને લોકડાઉનનાં લીધે ઘરોમાં પુરાયેલા છે પરંતુ લોકોને એક ખાસ તરબૂચ ખાવાની મજા આવશે. મધ્ય પ્રદેશના બેતુલ જીલ્લામાં એક અલગ પ્રકારનું તરબૂચ ખાવા મળશે. જે બહારથી લીલા કલરનું છે, પરંતુ કાપ્યા પછી અંદરથી પીળા રંગનું છે અને તેનો સ્વાદ મીઠો અને થોડો પાઈનેપલ ફ્લેવરનો છે.
મધ્ય પ્રદેશના બેતુલ જીલ્લામાં એક પ્રગતિશીલ કિસાન શ્યામ પવારે ખાસ રીતે તરબૂચ ઉગાડ્યા છે. આ તરબૂચ બીજા તરબૂચથી એકદમ અલગ છે. પહેલા તે લાલ અને ખૂબ જ મીઠા છે અને બીજી બાજુ તે પીળા અને પાઈનેપલ સ્વાદના મીઠા તરબૂચ છે. જેને ખાવાથી તમે તેનો સ્વાદ ક્યારેય નહીં ભૂલી શકો.
ખેડૂત શ્યામ પવારે ગયા વર્ષે તરબૂચ લગાવવાની શરૂઆત કરી હતી. જે અન્ય લોકો કરતાં એકદમ અલગ છે. તેમણે પોતાના પાંચ એકર ખેતરમાં આ તરબૂચ વાવ્યા હતા. જે કાપવા પર પીળા રંગના જોવા મળે છે અને તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. અને ધીરે ધીરે તરબૂચની ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે.
આ તરબૂચ બજારમાં આવવાથી લોકોમાં કુતૂહલનો વિષય બની ગયો છે. લોકો તેની વેચવા અને ખરીદવા આતુર જોવા મળે છે. કારણ કે તેનો સ્વાદ ખૂબ જ અલગ છે. ખેડૂત શ્યામ પવારે બીજા વર્ષે પણ આ તરબૂચની ખેતી કરી છે. આ વખતે તેમણે તરબૂચનાં ૩ પ્રકારની ખેતી કરી છે. જેમાં આરોહી, સરસ્વતી અને મેલોડી પણ સામેલ છે.
તરબૂચને માત્ર પાચન માટે સારું માનવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ ડાયાબીટીસ વાળા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેની સાથે તરબૂચ વજન ઘટાડવા માટે અને સાથે સાથે શરીરને હાઈડ્રેટ રાખવાનું પણ કામ કરે છે. તરબૂચને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.