પિતાના મૃત્યુ બાદ પુત્ર એ શું-શું કરવું જોઈએ તેને જાણતા પહેલા આવશ્યક છે કે દશગાત્ર વિધાન શું છે. કારણ કે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે દશગાત્ર વિધિ ને ધારણ કરવાથી પુત્ર પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાય છે. આ વિધાનને પૂરું કરતા સમયે મૃતકના પુત્ર એ પોતાના પિતાના મૃત્યુનો દુ:ખ નો પરિત્યાગ કરી દેવો જોઈએ. ત્યારબાદ ધીરજ ધારણ કરીને સાત્વિક ભાવથી પિતાનું પિંડદાન વગેરે કર્મ કરે.
આ વિધાનને કરતા સમયે પુત્ર તે વાતનો પણ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે તેની આંખોમાંથી આંસુઓનું એક ટીપું પણ બહાર ન નીકળે. કારણ કે પુત્ર દ્વારા દશગાત્ર વિધાન દરમિયાન કરવામાં આવેલા અનુપાત થી વિવશ થઈને પિતા રૂપી પિતૃએ તેનું પાન કરવું પડે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે, હે પક્ષીરાજ, પુત્ર એ આ દશગાત્ર વિધિ દરમિયાન નિરર્થક શોક કરીને રડવું જોઈએ નહીં. કારણ કે જો કોઈપણ પુત્ર જો હજારો વર્ષો સુધી પણ પોતાના પિતા ના મૃત્યુ પાછળ રડતો રહે છે તો પણ તેના મૃતક પિતા પરત આવી શકતા નથી.
એ તો તમે જાણો જ છો કે પૃથ્વીલોક ઉપર જેની ઉત્પત્તિ થયેલી છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થયેલું છે તેનો જન્મ પણ નિશ્ચિત છે. એટલા માટે બુદ્ધિમાન મનુષ્ય એ જન્મ મૃત્યુના વિષયમાં શોક કરવો જોઈએ નહીં. એવો કોઈ દૈવીય અથવા માનવીય ઉપાય નથી જેના દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિને ફરીથી પરત મેળવી શકાય. વળી આવું શક્ય હોત તો મારા જ મનુષ્યરૂપી અવતાર શ્રી રામ અને ધર્મરાજ ધિષ્ઠિર જેવા દિવ્ય મનુષ્ય પણ ક્યારેય પણ પિતૃ શોક થી ગ્રસ્તિત થયા ન હોત. એટલા માટે પિતા અથવા પરિવારજનોના મૃત્યુ દરમિયાન મનુષ્યએ તે જાણી લેવું જોઈએ કે કોઈપણ વ્યક્તિ ની સાથે હંમેશા રહેવું શક્ય નથી.
જ્યારે પોતાના શરીરની સાથે પણ જીવાત્માનો સંબંધ શક્ય નથી તો પછી અન્ય પરિવારજનોની તો વાત જ શું કરવી? જે રીતે યાત્રા કરતાં સમયે મનુષ્ય છાયાનો આશ્રય લઈને વિશ્રામ કરે છે અને ત્યારબાદ પોતાના સ્થાન તરફ આગળ વધે છે. એવી જ રીતે પ્રાણી આ સંસારમાં જન્મ લે છે અને પોતાના કર્મો ને ભોગવીને નિશ્ચિત સમય બાદ પોતાના સ્થાન પર ચાલ્યા જાય છે, એટલે કે મૃત્યુલોકનો ત્યાગ કરી દે છે. એટલા માટે અજ્ઞાનતાને લીધે થનાર દુઃખનો પરિત્યાગ કરીને પુત્ર એ પોતાના પિતાની ક્રિયા કરવી જોઈએ, જેનાથી તેના પિતાને મોક્ષ મળી શકે.
ત્યારબાદ ગરુડજી ભગવાન વિષ્ણુને પૂછે છે કે, હે નારાયણ, તમે જે જણાવ્યું તે પ્રાણીઓ માટે ખૂબ જ મોટું કલ્યાણકારી છે. પરંતુ હે ભગવાન કૃપા કરીને મને જણાવો કે જો કોઈ મનુષ્યને પુત્ર નથી તો તેના માટે આ વિધાન કોણ કોણ કરી શકે છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે જો કોઈ મનુષ્યને પુત્ર નથી, તો પુત્રનો અભાવમાં પત્ની અને પત્નીના અભાવમાં ભાઈ તથા ભાઈના અભાવમાં બ્રાહ્મણ દશગાત્ર ની ક્રિયાને પૂર્ણ કરી શકે છે. તે સિવાય પુત્રહીન વ્યક્તિના મૃત્યુ ઉપર તેના મોટા અથવા નાના ભાઈના પુત્રો અથવા પૌત્રો દ્વારા દશગાત્ર વગેરે કાર્ય કરી શકાય છે.
કારણ કે એવું માનવામાં આવે છે કે એક જ પિતાથી ઉત્પન્ન થતા ભાઈઓમાં જો એક પણ પુત્રવાન હોય તો તે પુત્રથી બધા ભાઈઓ પુત્રવાન થઈ જાય છે. જો એક પુરુષની ઘણી બધી પત્નીઓ માંથી કોઈ એક પુત્રવતી થઈ જાય તો એક જ પુત્રથી બધી પત્નીઓ પુત્રવતી થઈ જાય છે. જો બધા ભાઈઓ પુત્રહીન હોય તો તેમનો મિત્ર પિંડદાન કરે અથવા બધાના અભાવમાં પુરોહિતે જ ક્રિયા કરવી જોઈએ. ક્રિયામાં કોઈ લોભ કરવો જોઈએ નહીં.
જો કોઈ સ્ત્રી અથવા પુરુષ પોતાના ઇષ્ટ મિત્રોની ક્રિયા કરે છે તો અનાથ પ્રેતના સંસ્કાર કરવાથી તેને કોટી યજ્ઞનું ફળ મળે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ પક્ષી રાજ ગરુડ ને કહે છે કે કર્મ પુત્ર એ કરવું જોઈએ. કારણ કે જો મોટા પુત્ર નું મૃત્યુ થઈ જાય છે તો અતિ સ્નેહ થવા છતાં પણ પિતા તેને ક્રિયા ન કરવી જોઈએ. ઘણા બધા પુત્ર હોવા છતાં પણ દશગાત્ર, પિંડદાન તથા શ્રાદ્ધની વિધિ એક પુત્ર એ જ કરવી જોઈએ. એટલું જ નહીં જો પુત્રોની વચ્ચે પૈતૃક સંપત્તિને લઈને વહેંચણી થઈ ગઈ હોય તો પણ દશગાત્ર અને શ્રાદ્ધ વિધિ એક જ પુત્ર એ કરવી જોઈએ.
દશગાત્ર વિધિ દરમિયાન મોટા પુત્રએ એક જ સમયે ભોજન કરવું જોઈએ, જમીન ઉપર સૂવું જોઈએ તથા બ્રહ્મચર્ય ધારણ કરીને આ વિધિ ને પૂર્ણ કરવી જોઈએ, ત્યારે જ પિતાની આત્માને મુક્તિ મળે છે. જે પુત્ર પોતાના પિતાના નિમિત વિધિપૂર્વક આ વિધાનને પૂર્ણ કરે છે, તેને તે ફળ પ્રાપ્ત થાય છે જે પૃથ્વીની સાત વખત પરિક્રમા કરવા બાદ પ્રાપ્ત થાય છે. પિતાના મૃત્યુ બાદ જો પુત્ર આ વિધિનું પાલન કરે છે તો મૃતક ની આત્માને ખૂબ જ જલ્દી મુક્તિ મળી જાય છે.