પિતાને ગુમાવી દીધા બાદ નોકરી છોડીને ૮ વર્ષથી રસ્તા પર રહેતા લોકોની સેવા કરી રહેલ છે રાજકોટનાં જલ્પાબેન પટેલ

સામાન્ય રીતે આપણે જ્યારે પણ ઘરેથી બહાર નીકળીએ છીએ તો આપણે રસ્તામાં ઘણા નિસહાય અને લાચાર લોકો જોવા મળી જાય છે, જેનો આ દુનિયામાં કોઈ સંબંધી નથી હોતું અને તેમની પાસે કોઈ પૈસા કમાવાનું સાધન હોતું નથી. આવી રીતે કેટલાય નિસહાય લોકો એકાંતમાં પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. તેમની પાસે રહેવાની કોઈ જગ્યા હોતી નથી અને ખાવાપીવાની પણ વ્યવસ્થા હોતી નથી. અન્ય લોકોની મદદથી તેમનું જીવન ચાલતું હોય છે. કેટલીક વખત આપણને પણ તેમની આ દયનિય સ્થિતી જોઈને દયા આવી જતી હોય છે, પરંતુ તેમ છતાં પણ આપણે તેમના માટે કંઈ કરી શકતા નથી. દયાને કારણે આપણે તેમને થોડા પૈસા આપીને મદદ કરીએ છીએ, પરંતુ તે તેમના માટે કાફી હોતું નથી.

આપણને પણ અફસોસ થાય છે કે આપણે તેમની દરરોજ મદદ શા માટે નથી કરી શકતા. કારણ કે આપણે આપણા જીવનમાં જે પરેશાનીઓ છે, તેમાંથી બહાર નીકળવાની ફુરસદ મળતી નથી તો આપણે અન્ય લોકો વિશે કેવી રીતે વિચારી શકીએ? પરંતુ સમાજમાં અમુક એવી સંસ્થા પણ છે, જે આવા લોકોને દેખભાળ માટે સતત પ્રયાસ કરી રહી છે. તેની વચ્ચે આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતે નિસહાય લોકોની જવાબદારી લેવાનું નક્કી કરી રાખેલું છે.

આ મહિલા રાજકોટની જલ્પા પટેલ છે, જે ૮ વર્ષોથી રસ્તા પર રહેવાવાળા, સ્ટેશન પાસે સુવાળા ઘણા જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને તેમને ભોજન, કપડાં અને તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહેલ છે. તેમણે એક એનજીઓ ની પણ સ્થાપના કરી છે, જેનું નામ છે સાથી ગ્રુપ. જેને તેમણે ૪ મહિના પહેલાં જ શરૂ કર્યું છે અને ગુજરાતનાં ઘણાં લોકો તેની સાથે જોડાયેલા છે અને તેમની મદદ કરી રહ્યા છે.

સાથી ગ્રુપનાં નામથી આ એનજીઓ નું કામ રસ્તા પર રહેતા લોકોને દરેક સંભવ મદદ કરવાનું છે. તેમના માટે દરરોજ ભોજન કપડાં અને જો તેઓ બીમાર પડે તો તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું અને તેમનો ઉપચાર કરાવવો મુખ્ય કામ છે. સાથોસાથ હવે જલ્પા પટેલ આ લોકો માટે ઘર બનાવવાના પ્રયાસમાં પણ જોડાયેલ છે. તમને જણાવી દઈએ કે જલ્પા પટેલ એક બિઝનેસ વુમન છે અને તેમનો બિઝનેસ રાજકોટમાં છે, જ્યાં તેઓ એક સુપરમાર્કેટનાં માલિક છે અને તેઓ રીધમ કાર ઝોન નામ છે એક ઓટોમોબાઈલ શો-રૂમ ચલાવે છે.

જલ્પાબેન પટેલે વર્ષ ૨૦૦૯ સુધી ઓટોમોબાઇલ કંપનીમાં કામ કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેમણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. પરંતુ એક દિવસ કંઇક એવું બન્યું, જેના લીધે તેમનું જીવન બદલાઈ ગયું. વર્ષ ૨૦૧૩માં તેમના પિતાનું આકસ્મિક નિધન થઈ ગયું. તે સમયે જલ્પા પોતાના ઓફિસમાં હતી અને યોગ્ય સમય પર પોતાના પિતાની પાસે પહોંચી શકી નહીં, જેનો તેમને ખુબ જ અફસોસ થયો હતો કે તેઓ છેલ્લા સમયમાં પોતાના પિતાની સાથે રહી શક્યા નહીં. આ ઘટના બાદથી જ જલ્પાબેન પટેલ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું નક્કી કરી લીધું અને આ કામમાં જોડાઈ ગયા.

શરૂઆતનાં વર્ષો સુધી અલ્પાબેન પટેલ પોતાના ખર્ચા પર આ લોકોની મદદ કરવાનું કામ શરૂ કર્યું, પરંતુ ધીરે ધીરે લોકો તેમની સાથે જોડાતા ગયા અને હવે તેમના કામમાં મદદ કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની મદદનો સિલસિલો શરૂ રાખ્યો છે. તેમને કોઇ જગ્યાએથી જાણવા મળે કે કોઈને તેમની જરૂરિયાત છે તો તેઓ ત્યાં પહોંચી જાય છે અને આવી રીતે ધીરે ધીરે રાજકોટના લોકો તેમની સાથે જોડાતા ગયા.