પિતા રોમાન્સ કિંગ અને દિકરો વિવાદ કિંગ, આ પહેલા પણ યુવતીઓ સાથે રોમાંટિક થતાં પકડાયેલ છે આર્યન

Posted by

એનસીબી ની ટીમને શનિવારના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલ એક શીપ ઉપર બાતમી મળી હતી, જેના આધારે તેમણે છાપો માર્યો હતો. આ શીપ ઉપર સફેદ પાવડરની પાર્ટી ચાલી રહી હતી. આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં શાહરુખ ખાનનાં દિકરા આર્યન ની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આર્યન ને પણ સખ્તાઈથી પુછપરછ કરી રહી છે. વળી આ પાર્ટી “કોર્ડેલિયા ધ ઈમ્પ્રેસ” ક્રુઝ ઉપર ચાલી રહી હતી. જે સમયે તેની ઉપર છાપો મારવામાં આવ્યો તે સમયે પાર્ટીમાં અંદાજે ૬૦૦ લોકો સામેલ હતા. આ મામલામાં એનસીબી એ ૩ યુવક સહિત ૧૩ લોકોને હિરાસતમાં લીધા છે.

તમને જણાવી દઇએ કે આ પહેલો અવસર નથી, જ્યારે શાહરુખ ખાન ના દીકરાનું નામ વિવાદોમાં સામે આવ્યું હોય. આર્યન અને વિવાદો નો જુનો સંબંધ છે. આ પહેલાં આર્યન ખાન પોતાના ફેક એમએમએસ ને લઈને પણ વિવાદમાં રહી ચુક્યા છે. જણાવી દઈએ કે આર્યન હાલના સમયે ૨૪ વર્ષનો છે અને તેનો જન્મ ૧૩, નવેમ્બર, ૧૯૯૭ના રોજ દિલ્હીમાં થયો હતો.

આ પહેલા પણ એક વખત સોશિયલ મીડિયા પર એક એમએમએસ વાયરલ થયો હતો, જેમાં એક યુવક કારમાં એક યુવતી સાથે રોમેન્ટિક પણ પસાર કરતો નજર આવી રહ્યો હતો. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં જોવા મળી રહેલ વ્યક્તિ આર્યન ખાન છે. બાદમાં આ વિડીયો ખોટો નીકળ્યો હતો. તે સિવાય પણ આર્યન વિવાદોમાં રહી ચુકેલ છે.

જણાવી દઈએ કે શાહરુખ ખાનનાં દિકરા આર્યન ખાન ઈન્ડસ્ટ્રીના સૌથી મશહુર સ્ટારકિડ્સમાં સામેલ છે. આર્યનને ફિલ્મ મેકિંગ અને ડાયરેક્શનમાં રુચી છે અને તે આ ફિલ્ડમાં ફોકસ કરવા માંગે છે. આર્યને University of Southern California થી ફિલ્મ મેકિંગ અને રાઇટિંગમાં ડિગ્રી પ્રાપ્ત કરી છે. શાહરૂખ ખાનનાં દિકરાએ પોતાનો અભ્યાસ લંડનમાં પુર્ણ કરેલ છે. આર્યન ખાન ને સ્પોર્ટ્સમાં પણ ખુબ જ રુચિ છે. તે માર્શલ આર્ટના ટ્રેન્ડ હોવાની સાથે તાઈકાંડો માં પણ બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરી ચુકેલ છે.

આર્યન ખાન ૨૦૧૦માં મહારાષ્ટ્ર તાઈકાંડો કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ચુકેલ છે. આર્યન ઘણી ફિલ્મોમાં ચાઇલ્ડ એક્ટરનાં રૂપમાં પણ નજર આવી ચુકેલ છે. આર્યન ખાન ફિલ્મ કભુ ખુશી કભી ગમ (૨૦૦૧) માં ચાઇલ્ડ એક્ટરનાં રૂપમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે પોતાના પિતા શાહરુખ ખાન દ્વારા નિભાવવામાં આવેલ કેરેક્ટર રાહુલ નાં બાળપણનો રોલ કર્યો હતો.

તે સિવાય આર્યન અમુક ફિલ્મોમાં વોઈસ ઓવર પણ કરી ચુકેલ છે. તેણે “ધ લાયન કિંગ” માં સિમ્બા ના અવાજમાં વોઈસ ઓવર કરેલ છે. તેના માટે આર્યનને કોબેસ્ટ ડબીંગ ચાઇલ્ડ વોઇસ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળેલ છે.

આર્યન ખાન ને શાહરુખ ખાન હાલમાં લાઈમલાઇટ થી દુર રાખે છે. આર્યન ને ઇન્ડિયન પ્રીમિયર લીગ ની ૧૪મી સિઝન માટે ફેબ્રુઆરી ૨૦૨૧ માં થયેલ હરરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી બોલી લગાવતા જોવામાં આવેલ. આ દરમિયાન જુહી ચાવલા ની દીકરી જ્હાનવી પણ નજર આવી હતી. આ દરમિયાન આર્યન અને જ્હાનવી ને ખેલાડીઓને લઈને ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા. આર્યને ભલે અત્યાર સુધીમાં બોલિવુડમાં ડેબ્યુ કરેલ ન હોય પરંતુ તે લોકપ્રિયતાની બાબતમાં મોટા-મોટા સ્ટાર્સને જોરદાર ટક્કર આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *