બોલિવૂડમાં ઘણી બધી જોડિયો એવી છે જેમની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંને જગ્યાએ કેમેસ્ટ્રી પસંદ કરવામાં આવે છે. તેમાંથી એક સુંદર જોડી છે સૈફ અને કરિનાની, જેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. સૈફ અને કરીના ઘણા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટર છે, પરંતુ બંને વચ્ચે પ્રેમ થોડો મોડો થયો. જોકે હવે બંને એકબીજા સાથે લગ્ન કરીને ઘણા ખુશ છે. વળી ફેન્સને પણ તેમના લગ્ન સાથે જોડાયેલી વાતો જાણવામાં ખૂબ જ દિલચસ્પી હોય છે. હાલના દિવસોમાં સૈફ અને કરીના નાં લગ્નની જૂની તસ્વીરો સામે આવી રહી છે, જેમાં સારા અને ઇબ્રાહીમ ખૂબ જ ક્યુટ નજર આવી રહ્યા છે.
લગ્નની તસવીર થઇ રહી છે વાયરલ
જણાવી દઈએ કે સૈફનાં લગ્ન પહેલા અમૃતા સિંહ સાથે થઈ ચૂક્યા હતા, જેનાથી તેને બે બાળકો થયા સારા અને ઇબ્રાહિમ. ઇબ્રાહિમ જ્યાં હાલમાં ફક્ત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલ છે, તો વળી સારા ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂકી છે. સેફ અને કરીનાના જે લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે, તેમાં તેમનો સમગ્ર પરિવાર નજર આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ૮ વર્ષ જૂની આ તસ્વીરમાં સારા અને ઇબ્રાહીમ ખૂબ જ નાના અને ક્યૂટ નજર આવી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે જે સમયે સૈફ અને કરીનાનાં લગ્ન થયા હતા, તે સમયે સારા ૧૭ વર્ષની હતી અને ઇબ્રાહીમ ૧૧ વર્ષનો હતો. વળી આ ૮ વર્ષોમાં બંને ખુબ જ મોટા થઈ ગયા છે. આ તસ્વીરમાં સેફની સાથે તેમની બહેન સોહા અલી ખાન અને માં શર્મિલા પણ રહેલા છે. સમગ્ર પરિવાર સુંદર ડ્રેસમાં ખૂબ જ રોયલ નજર આવી રહ્યો છે. જણાવી દઈએ કે સૈફ અને કરીનાએ ૧૬ ઓક્ટોબર ૨૦૧૨ મા લગ્ન કર્યા હતા.
સૈફ સાથે લગ્ન કરવા કરીના માટે સરળ ન હતા
દિલચસ્પ બાબત છે કે થોડા દિવસ પહેલા કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં સૈફ સાથે લગ્નને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કરીનાએ કહ્યું હતું કે સૈફ સાથે લગ્ન કરવા મને દરેક વ્યક્તિ મનાઈ કરી રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે હું સૈફ સાથે લગ્ન કરવા જઈ રહી હતી તો દરેક વ્યક્તિ મને કહી રહ્યો હતો કે તે છુટાછેડા લીધેલ છે અને તેના પહેલાથી જ બે બાળકો છે. સાથોસાથ અમુક લોકો તો એવું પણ કહેતા હતા કે લગ્ન બાદ મારી કારકિર્દી ખતમ થઇ જશે.
કરીનાએ આગળ કહ્યું હતું કે તે સમયે હું બધાની વાત સાંભળીને એવું વિચારતી હતી કે શું પ્રેમ કરવો આટલો મોટો અપરાધ છે અથવા લગ્ન કરવા કોઈ ગુનો છે. જોકે તે સમયે પણ એવું વિચારી લીધું હતું કે ચાલો આવું કરીને જોઈએ. હવે તેમાં કોઈ શંકા નથી કે લગ્ન બાદ સૈફ અને કરીના ખૂબ જ ખુશ છે. બંને વારંવાર વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
મહત્વપૂર્ણ છે કે કરીનાના સંબંધો સારા અને ઇબ્રાહિમ સાથે કેવા છે તેના ઉપર હંમેશા સવાલો ઉઠતા આવી રહ્યા છે. તેના જવાબમાં સારા એ ઘણી વખત કહ્યું છે કે કરિના સાથે તેમની સારી બોન્ડિંગ છે. સારા એ કહ્યું હતું કે જ્યારે અમે લોકો મુંબઈ થી દૂર જઈએ છીએ તો તેમને દુઃખ થાય છે અને અમે સાથે સમય પસાર કરવાનું પસંદ કરીએ છીએ. જણાવી દઈએ કે જ્યારે કરિના તેમુરને જન્મ આપવાની હતી, તો પ્રેગનેન્સી સમયે તેમણે સારા અને ઇબ્રાહિમની સાથે તસવીર શેયર કરી હતી, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.