સારા અલી ખાને હજુ થોડી જ ફિલ્મો કરી છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ માં ખુબ જ લોકપ્રિય બની રહી છે. સારા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની ચુલબુલી હરકતોને કારણે પણ ચર્ચામાં છવાયેલી રહે છે. સ્ટાર કિડ્સનાં લિસ્ટ માં સારા અલી ખાન એવી કલાકાર છે જે ફિલ્મમાં ડેબ્યું કરતાં પહેલાં જ ચર્ચામાં આવી ગઇ હતી. તેના ફોટોગ્રાફ્સની સાથે નમસ્તે વાળી સ્ટાઇલ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સારા છોટે નવાબ સૈફ અલી ખાનની દીકરી છે, પરંતુ તેમાં સાદગી અને ગ્લેમર બંને ભરેલા છે. જોકે તે પોતાની માં અમૃતા અને ભાઈ ઇબ્રાહિમની સાથે મુંબઈના લોખંડવાલામાં એક શાનદાર એપાર્ટમેન્ટમાં રહે છે. આજે અમે તમને સારા અલી ખાનનાં બંગલા ના દર્શન કરાવીશું.
તસ્વીરોમાં જોવા મળે છે ઘરની ઝલક
સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ માટે કોઈને કોઈ અપડેટ શેયર કરતી રહે છે. સારા ની આ પોસ્ટમાં તમે તેમના ખૂબસૂરત એપાર્ટમેન્ટની ઝલક જોઈ શકો છો. હાલમાં જ સારાએ એક તસવીર શેયર કરી હતી, જેમાં તે પોતાના ઘરના સોફા પર સુતેલી જોવા મળી રહી છે. આ તસવીર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. સાથોસાથ આ તસ્વીરમાં સારાના રૂમના રંગીન પડદા પણ ખુબ જ આકર્ષિત લાગી રહ્યા છે.
જણાવી દઈએ કે સારા પોતાની માં અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાનની સાથે અંધેરી વેસ્ટ ના લોખંડવાલા કોમ્પલેક્સ માં બનેલ બંગલામાં રહે છે. તેમની સાથે ઘરમાં એક ડોગી પણ રહે છે. સારા તેને પ્રેમથી ફકી સિંહ કહીને બોલાવે છે.
ક્લાસિક ફર્નિચરની સાથે ખૂબ જ સુંદર ગુલદસ્તો
મહત્વપૂર્ણ છે કે સૈફ સાથે છુટાછેડા લીધા બાદ અમૃતાસિંહ આ ઘરમાં રહે છે. તેમને આ ઘર સૈફ અલી ખાને આપ્યું છે. અમૃતાએ આ ઘરમાં પોતાના બંને બાળકોને મોટા કર્યા છે. જ્યાં સૈફ અલી ખાન પટોડી પેલેસમાં રહે છે, તો વળી સારા અલી ખાન પણ પોતાના અબ્બા ની જેમ એપાર્ટમેન્ટમાં નવાબોની જેમ રહે છે.
સારાના એપાર્ટમેન્ટમાં ઓલ્ડ ક્લાસિક સ્ટાઈલમાં લાકડાનું ફર્નિચર છે, જે ઘરને ખૂબ જ એન્ટિક લુક આપે છે. વળી તમને ફ્લાવર પોટ પણ જોવા મળશે, જે પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે અને દિવાલો ઉપર ખૂબ જ પેઇન્ટિંગ પણ લગાવવામાં આવેલ છે. સાથોસાથ લિવિંગ રૂમ અને હોલ થી લઈને બેડરૂમ સુધી ફ્લોરિંગ પર ખુબ જ સુંદર કારપેટ પાથરવામાં આવેલ છે.
સારા નાં બેડ રૂમમાં મળશે ઘણા બધા રંગો
સારા કેમેરાની સામે જેટલી ચીઅરફૂલ અને કલરફુલ દેખાય છે, તેટલી જ તે પોતાની અસલ જીંદગીમાં પણ છે. તેમના બેડરૂમની વાત કરવામાં આવે તો તેનો લુક પણ ખૂબ જ કલરફુલ અને વાઇબ્રન્ટ છે. વિન્ડો પર મલ્ટીકલર પડદા છે અને પિંક કલરનો એક ક્લાસિ કાઉંચ પણ રાખવામાં આવેલ છે.
સારાના બેડરૂમને જોવાથી તમને અંદાજો આવી જશે કે તેને પિંક કલર કેટલો પસંદ છે. તેના કુશન પણ પિંક કલરના છે. સાથોસાથ રૂમમાં મલ્ટીકલર બોક્સ પણ છે. તેના રૂમમાં એક લાકડાનો કબાટ છે, જ્યાં મોટા અરીસા લગાવવામાં આવેલ છે. તેના રૂમમાં તમને સુંદરતાથી ભરેલા બધા રંગો જોવા મળશે.
અમૃતા બાળપણથી જ પોતાના બાળકોનું ધ્યાન રાખી રહી છે. તેવામાં તેણે બાળકોના રૂમને તેમની પસંદના જ સજાવવામાં આવ્યા છે. રૂમના એક એક ખૂણામાં જ્યાં નવાબિયત ઝલકે છે, તો વળી રંગબિરંગી સામાનથી ઘરનું બાળપણ પણ સજાવેલું છે. સારા પોતાના અબ્બા થી વધારે પોતાની માં ની નજીક રહી છે અને આજે પણ તે પોતાની માં અને ભાઈની સાથે જ રહે છે.