તીર ની શૈયા પર સુતેલા પિતામહ ભીષ્મએ યુધિષ્ઠિરને જણાવેલ હતા જીવનનાં મુળ મંત્ર, આજનાં સમયમાં જાણવા ખુબ જ જરૂરી

Posted by

“મહાભારત”, આ નામ અને તેની કહાનીનાં અંશને દેશનો દરેક બાળક જાણે છે. મહાભારત ને હિન્દુઓનાં થોડા મોટા ગ્રંથોમાંથી એક જણાવવામાં આવે છે. મહાભારતને  જીવનનો સાર પણ કહેવામાં આવે છે. મહાભારતને પાંચમો વેદ માનવામાં આવે છે. પ્રત્યેક ભારતીયે તેને વાંચવું જોઈએ. મહાભારતમાં તે બધું છે, જે માનવ જીવનમાં ઘટિત થાય છે અથવા તો થવાનું છે. મહાભારતમાં ધર્મથી લઈને રાજનીતિ સુધીનું જ્ઞાન હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ આ ગ્રંથ ઘણા જ્ઞાનથી પરિપુર્ણ છે.

મહાભારતની કથા આપણને જીવન જીવવાની કળા પણ શીખવાડે છે. મહાભારતમાં રાજનીતિ, સમાજ, જીવન, ધર્મ, દેશ, જ્ઞાન, વિજ્ઞાન વગેરે બધા વિષયો સાથે જોડાયેલું જ્ઞાન છે. મહાભારત એક એવો ગ્રંથ છે, જે આપણને જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવે છે. આપણા જીવનનાં દરેક કાળમાં મહાભારતની શિક્ષા ઘણી પ્રાસંગિક રહી છે. મહાભારતની કથા લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ મહત્વપુર્ણ જાણકારી આપે છે.

મહાભારતને વાંચ્યા બાદ તેમાંથી આપણને જે શિક્ષા કે પાઠ પ્રાપ્ત થાય છે, તેને યાદ રાખવું પણ ખુબ જ જરૂરી છે. આ કહાનીનાં દરેક પાત્રની પોતાની મહત્વતા છે. જ્યાં આખુ મહાભારત પાંડવ અને કૌરવનાં યુદ્ધ વચ્ચે રહેલું છે, ત્યાં બીજી તરફ આપણને કૃષ્ણ ભગવાનની લીલાઓ જોવા મળે છે. આ કહાનીમાં એક બીજું મહત્વનું પાત્ર જોવા મળે છે, તે છે ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ વગર મહાભારતની કથા અધુરી છે.

મહાભારતનાં આરંભ થી તેના અંત સુધીની કથામાં ભીષ્મ પિતામહની ભુમિકા ખુબ જ મહત્વની અને પ્રભાવશાળી રહી છે. ભીષ્મ પિતામહ વિશે કહેવામાં આવે છે કે તેમણે પોતાના જીવનના અંત સુધી ધર્મનું પાલન કર્યું હતું. તે વાતની તો બધાને જાણ હશે કે મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું. ભીષ્મ પિતામહ કૌરવોની સેનાના સેનાપતિ હતા. યુદ્ધ દરમિયાન જ્યારે ભીષ્મ પિતામહનાં તીર પાંડવોની સેના પર ભારે પડવા લાગ્યા તો પાંડવોની સેનામાં હાહાકાર મચી ગયો. તેવામાં પાંડવોના સૈનિક ભયભીત થવા લાગ્યા. તેવામાં શ્રીકૃષ્ણએ ભીષ્મ પિતામહ પાસે હાથ જોડીને વિનમ્રતાથી તેમની વધનો ઉપાય પુછ્યો.

શિખંડી ભીષ્મ પિતામહની મૃત્યુનું કારણ બન્યા

તેમની વધનાં ઉપાય જાણ્યા બાદ બીજા દિવસે પાંડવ યુદ્ધમાં શિખંડીને ભીષ્મની સામે ઉભા કરી દે છે. ભીષ્મ શિખંડીને સામે જોઈ પોતાના અસ્ત્ર અને શસ્ત્ર તરત જ ત્યાગી દે છે. તેની વચ્ચે અર્જુન છુપાઈને ભીષ્મ પિતામહને તીરનાં પ્રહારથી ઘાયલ કરી દે છે અને તેવામાં યુદ્ધનાં ૧૦માં દિવસે ભીષ્મ પિતામહ તીરની શૈયા પર સુતેલા મળે છે. તીરની શૈયા પર સુતેલા ભીષ્મ યુધિષ્ઠિરને જ્ઞાન પ્રદાન કરે છે અને આયુષ્ય અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ ૧૨ વાતનો ખુલાસો કરે છે.

પહેલી, હંમેશાં મનને કાબુમાં રાખો. બીજું કે, ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. ત્રીજું કે, વિષયોની તરફ વધતી ઇચ્છાઓને રોકવું. કટુ વચન સાંભળીને પણ ઉત્તરના આપવો. કોઈ પણ ઈજા થવા પર શાંત અને ધીરજ જાળવી રાખવું. અતિથિ તથા લાચારને હંમેશા આશરો આપો. નિંદાને પોતાના થી દુર રાખો. નિયમપુર્વક શાસ્ત્ર વાચવું તથા સાંભળવું. દિવસમાં ક્યારેય નહીં સુવું. દસમું, સ્વયં આદર ન ઇચ્છીને, બીજાને હંમેશા આદર આપો. ક્રોધનાં વશીભુત ન રહેવું. અંતિમ તથા બારમી વાત, સ્વાદ માટે નહીં સ્વાસ્થ્ય માટે ભોજન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *