પ્લે સ્ટોરમાં ટીકટોકનું ઘટી રહ્યું છે રેટિંગ, સોશિયલ મીડિયામાં લોકો બૈન (પ્રતિબંધ) કરવાની માંગણી કરી રહ્યા છે

Posted by

પ્લે સ્ટોર પરની લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકનું રેટિંગ ૪ થી ઘટીને ૧.૩ સ્ટાર્સ થઈ ગયું છે. આવું એટલા માટે થયું કારણ કે તાજેતરમાં જ એક ટિકટોકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક છોકરો છોકરીના ચહેરા પર પાણી ફેંકી દે છે અને આગળના સીનમાં યુવતીના ચહેરા પર એસિડ બર્નના નિશાન જેવું મેક અપ આવે છે. ત્યારબાદથી, હેશટેગ બૈન ટીકટોક ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો.

હકીકતમાં, ફૈઝલ સિદ્દીકી નામના પ્રખ્યાત ટિકટોક સેલિબ્રેટીએ થોડા દિવસો પહેલા આ વીડિયો મુક્યો હતો જે ટ્વિટર પર વાયરલ થયો હતો. તેની એપ્લિકેશન પર ફૈઝલના લગભગ ૧૩ મિલિયન ફોલોઅર્સ છે. આ વીડિયો પર લોકોની નજર પડતાંની સાથે જ તેને એસિડ એટેકને પ્રોત્સાહન આપતો વીડિયો કહીને ચારે બાજુ ટીકા થઈ હતી.

આ બાબતની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ કરી હતી અને ફૈઝલ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ઍસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ, જેનાથી પ્રેરિત થઈને “છાપક” ફિલ્મ બનાવવામાં આવી હતી. તેમણે પણ આકરી ટીકા કરી હતી અને રાષ્ટ્રીય મહિલા આયોગની આભાર માન્યો હતો. ટ્વિટર પર જેણે પણ આ વિડિયો જોયો, તેણે તેની નિંદા કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. આ સાથે, ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની માંગએ જોર પકડવાનું શરૂ કર્યું.

આના થોડા સમય પછી, ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશનનું રેટિંગ ૪ થી ઘટીને ૧.૩ સ્ટાર્સ થઈ ગયું. જોકે, ફૈઝલ સિદ્દીકીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી હતી કે વીડિયો વિશે ગેરસમજ ઊભી થઈ છે. તે માત્ર પાણી પી રહ્યો હતો અને વીડિયોમાં બતાવેલી યુવતી મેક અપ આર્ટિસ્ટ છે.

હજુ થોડા દિવસો પહેલા જ ટીકટોક વિરુધ્ધ યૂટ્યૂબ દ્વારા બંને પ્લેટફોર્મના લોકો એક બીજાની મજાક ઉડાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં, યુટ્યુબ દ્વારા હાસ્ય કલાકાર કેરી મિનાટીનો એક વીડિયો યુટ્યુબ દ્વારા ડિલીટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ટિકટોકને લઈને કેટલાક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેથી, કેટલાક લોકો ટ્વિટર પર લગભગ એક અઠવાડિયાથી ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *