પીએમ મોદી અને ઇન્દિરા ગાંધી માંથી વધારે સશક્ત કોણ? આ સવાલ પર અજય દેવગને આપ્યો શાનદાર જવાબ, જાણો કોને ગણાવ્યા વધારે શક્તિશાળી

Posted by

બોલીવુડ અભિનેતા અજય દેવગન હિન્દી મુવી ફિલ્મ “ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” હાલમાં રીલીઝ થયેલ છે. અજયની આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી. આ ફિલ્મની બાબતમાં માં અજય દેવગનનો એક ઇન્ટરવ્યુ થયો. જેમાં તેમણે દેશ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા. તેની વચ્ચે જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, ઈન્દીરા ગાંધી અને નરેન્દ્ર મોદીમાં વધારે સશક્ત પ્રધાનમંત્રી કોણ છે? તો અજય દેવગને ખુબ જ જબરજસ્ત અંદાજમાં જવાબ આપ્યો. તેમના આ જવાબની ખુબ જ ચર્ચા થઈ તહી છે. અજય નો આ ઈન્ટરવ્યુ પણ ચર્ચાનો વિષય બનેલો છે.

અજયને જ્યારે એન્કરે સવાલ કર્યો કે “વર્ષ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધી દેશની પ્રધાનમંત્રી હતી. તેમના નેતૃત્વમાં આપણે કયા પ્રકારની મોટી સફળતા પ્રાપ્ત કરી અને આજ સુધી હિન્દુસ્તાન એ વાતનો જશ્ન ઉજવી રહેલ છે. પછી આપણે જોયું કે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે ઉરી માં જે સર્જીકલ સ્ટ્રાઈક થઈ, તેમાં પીએમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ હતું. જો તમારો દૃષ્ટિકોણ જાણવા ઈચ્છીએ તો પછી બંનેમાં વધારે સશક્ત કોણ હતું?”

તેના જવાબમાં અજયે કહ્યું કે, “તમે બંનેની તુલના નથી કરી શકતા. તે સમય માટે જે તેમણે કર્યું તે સાચું હતું અને આજે જે મોદીજી કરી રહ્યા છે તે સાચું છે. બંને લોકો અને બે સ્થિતિની તમે તુલના નથી કરી શકતા.” આગળ તેમણે કહ્યું કે, “એક સ્થિતિ આપવામાં આવે અને તેમાં બે લોકોને નાખવામાં આવે, તેમાં કોણે સારું કર્યું? ત્યારે તમે આ સવાલ કરી શકો છો. પરંતુ અહીં તો બે સ્થિતિ છે અને બંને જ એકદમ અલગ છે.” તેવામાં અભિનેતાનો જવાબ સાંભળીને ન્યુઝ એંકરે કહ્યું કે, “અમને આ આશા હતી કે તમે આ પ્રકારનો જવાબ આપશો. તમે વચ્ચેનો રસ્તો અપનાવ્યો. ન્યુઝ એન્કરની વાતોનાં જવાબ આપ્યા પછી અજય દેવગને કહી દીધું કે, “પછી તો તમારે સવાલ જ નહોતો કરવો. મેં ખોટી વાત તો નથી બોલી.”

જણાવી દઇએ કે “ભુજ :ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે સંજય દત્ત, સોનાક્ષી સિંહા, નોરા ફતેહીએ મુખ્ય રોલ નિભાવ્યો છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક દુધિયાએ કર્યું છે. દેશભરમાં ફેલાયેલી મહામારીને કારણે ફિલ્મમેકર્સે આ ફિલ્મને ઓનલાઇન રિલીઝ કરી છે. આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી છે

તે સિવાય અજય જલ્દી જ “મેદાન”, રોહિત શેટ્ટીની “સુર્યવંશી”, સંજય લીલા ભણસાલીની “ગંગુબાઈ કાઠિયાવાડી” માં નજર આવવાના છે. આ સિવાય પણ અજયની ઝોળીમાં એસ.એસ રાજામૌલીની આરઆરઆર, થેંક ગોડ અને મેય ડે  જેવી ફિલ્મો પણ છે. એટલું જ નહીં પરંતુ અજય જલ્દી જ “રુદ્ર – ધ એજ ઓફ ડાર્કનેસ” થી વેબ સીરીઝ ની દુનિયામાં પણ કદમ રાખવાના છે.

જણાવી દઇએ કે અભિનેતા અજય દેવગને પોતાના અભિનયની શરૂઆત વર્ષ ૧૯૯૧માં આવેલી ફિલ્મ “ફુલ ઓર કાટે” થી કરી હતી. પરંતુ તે હવે ભારતનાં સૌથી પ્રસિદ્ધ અભિનેતા માંથી એક છે. વર્ષ ૨૦૧૬માં અજયને ભારત સરકાર પાસે થી પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *