પોલીસકર્મી નો ધમાકેદાર ડાન્સ ડાન્સ જોઈને લોકોને યાદ આવી ગયા મિથુન ચક્રવર્તી અને ગોવિંદા, શું તમે પણ જોયો વિડીયો

Posted by

મુંબઈ પોલીસ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને અવારનવાર જાગૃતતા ફેલાવવા વાળી પોસ્ટ શેર કરતી રહે છે. હવે હાલમાં જ સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસનાં એક કોન્સ્ટેબલનો વિડીયો ખુબ જ છવાયેલો છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ શાનદાર ડાન્સ કરતો જોવા મળી રહેલ છે. પોલીસ કોન્સ્ટેબલનો ડાન્સ જોઈને તમે અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગોવિંદા ડાન્સને પણ ભુલી જશો. સોશિયલ મીડિયા પર પોલીસ કોન્સ્ટેબલનાં ડાન્સ વાળો આ વિડિઓ ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

મુંબઈ પોલીસનાં કોન્સ્ટેબલનો વિડીયો સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયો છે, જેમાં તે ધમાકેદાર ડાન્સ કરી રહેલ છે. તેની ડાન્સ સ્ટાઇલ કંઈક એવી છે કે લોકો મિથુન ચક્રવર્તી અને ગોવિંદાને પણ યાદ કરી રહ્યા છે.

ફિલ્મ “અપ્પુ રાજા” નાં ગીત પર કર્યો ડાન્સ


ડાન્સ કરનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ અમુલ કાંબલે છે, જેમણે ૩૦ જુલાઈનાં રોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ડાન્સ વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં અમોલ કાંબલે ફિલ્મ “અપ્પુ રાજા” નાં ગીત “આયા હૈ રાજા” પર ડાન્સ કરતા જોવા મળી રહેલ છે. મહત્વપુર્ણ છે કે આ ફિલ્મમા ગીત અભિનેતા કમલ હસન પર ફિલ્માવવામાં આવેલ હતું. વીડિયોમાં અમોલ પોતાની પોલીસની વર્દી પહેરીને એક યુવકની સાથે જબરજસ્ત ડાન્સ કરતા જોવા મળી રહેલ છે. સાથોસાથ તેમણે ગોગલ્સ પહેરી રાખ્યા છે અને તેમનો સ્વેગ પણ જોવા મળી રહ્યો છે.

અમોલ હાલમાં નાયગાંવ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવે છે

 

View this post on Instagram

 

A post shared by Amol Kamble (@amolkamble2799)


પોલીસ કોન્સ્ટેબલ અમોલ યશવંત કાંબલેને ડાન્સ કરવો ખુબ જ પસંદ છે અને ડાન્સિંગ ટેલેન્ટને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલા રહે છે. હાલમાં અમોલની પોસ્ટિંગ નાયક ગામ પોલીસ હેડકવાર્ટરમાં છે. પોતાની ડ્યુટી ખતમ કર્યા બાદ ફ્રી સમયમાં અમોલ કાંબલે ડાન્સ વિડીયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે. હાલમાં કાંબલેની ઉંમર ૩૮ વર્ષ છે અને મુંબઈનાં માહિમમાં રહે છે. કાંબલે એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૪માં તેઓ મુંબઈ પોલીસમાં ભરતી થયા હતા, પરંતુ ડાન્સનો શોખ તેમને બાળપણથી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે ઘણા વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Amol Kamble (@amolkamble2799)


મુંબઈ પોલીસમાં કાર્યરત અમોલી યશવંત કાંબલે પોતાના ડાન્સ સ્ટેપને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આવા ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાં તેઓ બોલીવુડનાં લોકપ્રિય ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ૨૫ હજારથી વધારે ફોલોઅર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *