પુજા કરતી વખતે મહિલાઓ શા માટે માથે સાડી ઓઢે છે? આપણે નિયમનું પાલન તો કરીએ છીએ પણ તેનું સાચું કારણ જાણતા નથી

ઘણી વખત મહિલાઓ વડીલોને સન્માન આપવા માટે અથવા પુજાપાઠ દરમિયાન પોતાનું માથું ઢાંકી લેતી હોય છે. માનવામાં આવે છે કે શુભ અને માંગલિક કાર્યોમાં સાડી અથવા દુપટ્ટાથી માથું ઢાંકવાની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. સામાન્ય રીતે તો મહિલાઓ માટે માથું ઢાંકવું સન્માનનું સુચક માનવામાં આવે છે, પરંતુ પુજાપાઠ દરમિયાન માથું ઢાંકવું પુરુષો માટે પણ જરૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કયા કારણોથી પુજાપાઠ દરમ્યાન માથું ઢાંકવું મહિલાઓ માટે જ નહીં, પરંતુ પુરુષો માટે પણ જરૂરી હોય છે.

માનવામાં આવે છે કે પુજાના સમયે માથે ઓઢવાથી મન ભટકતું નથી અને સમગ્ર ધ્યાન પુજા પર એકાગ્ર રહે છે. તે સિવાય ભક્ત માનસિક રૂપથી ઈશ્વર સાથે જોડાયેલ રહે છે. ધાર્મિક માન્યતાઓ છે કે જે રીતે વડીલોના સન્માનમાં માથું ઢાંકવામાં આવે છે એવી જ રીતે ભગવાનને સન્માન આપવા માટે માથું ઢાંકવામાં આવે છે. તે સિવાય માથું ઢાંકવું ભગવાન પ્રત્યે સન્માનનું પ્રતીક પણ માનવામાં આવે છે.

સામાન્ય રીતે કાળા રંગને નકારાત્મકતાનો પ્રતીક માનવામાં આવે છે. એ જ કારણ છે કે પુજામાં કાળા રંગનો ઉપયોગ નિષેધ માનવામાં આવે છે. આપણા વાળ કાળા હોય છે એટલા માટે પુજા દરમિયાન નકારાત્મક શક્તિનાં પ્રભાવથી બચવા માટે માથું ઢાંકવું જરૂરી હોય છે.

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પુજા-પાઠ માટે મોટાભાગે બધા માટે એક સરખા નિયમ જણાવવામાં આવે છે. માનવામાં આવે છે કે પુજામાં મહિલાઓને સાથો સાથ પુરુષોએ પણ માથું ઢાંકવું જરૂરી હોય છે. વળી અમુક લોકોમાં વાળ ખરવા અને ખોડા વગેરેની સમસ્યા રહેતી હોય છે. તેવામાં પુજા દરમિયાન પુજા સામગ્રી માં વાળ અથવા ખોડો વગેરે પડવાથી તે અશુદ્ધ બની જાય છે.

પુજાપાઠ દરમ્યાન માથું ઢાંકવા પાછળ ઘણી કથાઓ પ્રચલિત છે. એક કથા અનુસાર નાયક, ઉપનાયક અને ખલનાયક પણ માથું ઢાંકવા માટે મુગુટ નો ઉપયોગ કરતા હતા. કહેવામાં આવે છે કે આ પરંપરાનું અનુસરણ કરીને મહિલા અને પુરુષ બંને માટે શુભ મંગલ કાર્યોમાં માથું ઢાંકવું અનિવાર્ય કરી દેવામાં આવેલ છે.