મુકેશ અંબાણી ની ગણતરી દેશના સૌથી અમીર વ્યક્તિના રૂપમાં થાય છે. તેમની સાથે તેમની પત્ની નીતા અંબાણી પણ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. નીતા અંબાણીને લોકો તેમની ફેશન સેન્સ માટે ફોલો કરતા રહે છે. સુટ હોય, સાડી હોય કે પછી કેઝ્યુઅલ કુર્તા અને લહેંગા હોય, નીતા અંબાણી આ બધી વસ્તુઓને ખૂબ જ શાનદાર રીતે સિલેક્ટ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે તેઓ ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવે છે, તો નજર તેમના ઉપરથી હટવાનું નામ લેતી નથી. ૫૬ વર્ષની ઉંમરમાં પણ તેમની સ્ટાઈલ એવી છે કે તેમની આગળ બોલિવૂડની એક્ટ્રેસ પણ ફિક્કી નજર આવે છે.
મોટાભાગે લાલ રંગમાં દેખાય છે નીતા અંબાણી
તમે પણ ક્યારેક નોટિસ કર્યું હશે કે જ્યારે પણ નીતા અંબાણી કોઈ ઘરના ફંકશનમાં હોય છે, પૂજામાં હોય છે અથવા લગ્નમાં હોય છે, તો તેઓ હંમેશા લાલ રંગના ડ્રેસમાં જ નજર આવે છે. હવે એવું તો નથી કે તેઓ અન્ય રંગોના કપડાં નથી પહેરતા, પરંતુ જ્યારે પણ કોઈપણ પ્રકારની પૂજામાં સામેલ થવાનું હોય તો તેઓ ફક્ત લાલ રંગના જ કપડાં પહેરવાનું પસંદ કરે છે. પછી તે લાલ રંગનું સુટ, સાડી અથવા લહેંગો કંઈ પણ હોઈ શકે છે.
પૂજામાં જરૂર પહેરે છે લાલ રંગ
જો તમને પાછલા વર્ષની ગણેશપૂજા યાદ હોય તો ત્યારે નીતા અંબાણી ફેમસ ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાનું ડિઝાઇન કરેલ લાલ રંગનું આઉટફિટ પહેર્યું હતું. તે સિવાય તેમના દીકરા આકાશ અંબાણીનાં શ્લોક મહેતા સાથે લગ્ન થવાના હતા તે પહેલા નિમંત્રણ લઇને મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ગયા હતા. આ દરમિયાન પણ તેઓએ લાલ ચંદેરી સિલ્કનું સલવાર સુટ પહેરી રાખ્યું હતું.
એક વખત નીતા અંબાણી પોતાની સાસુમા કોકિલાબેન ની સાથે એક પૂજા સમારોહમાં સામેલ થયા હતા, ત્યારે પણ તેઓ લાલ સાડીમાં નજર આવ્યા હતા. હકીકતમાં જ્યારે પણ કોઈ ફેમિલી ફંક્શન અથવા પૂજા હોય છે, તો તેઓ ટ્રેડિશનલ કપડાં અને ભારે ભરખમ દાગીના માં જોવા મળે છે. કદાચ તેમની એવી માન્યતા હશે કે જ્યાં સુધી સજી-ધજીને ભગવાનના પૂજાપાઠ ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ પ્રસન્ન થતા નથી.
આ કારણથી પહેરે છે લાલ રંગ
અંબાણી પરિવાર ભારતમાં ભલે ગમે તેટલો અમીર પરિવાર હોય છતાં પણ તેઓ પોતાની સંસ્કૃતિ, પરંપરા, અનુષ્ઠાનો અને પૂજા-પાઠ જેવી ચીજોમાં હૃદયથી વિશ્વાસ રાખે છે. એટલા માટે જ્યારે પણ તેમના ઘરમાં બાળકોનાં લગ્ન હોય તો તે દેશભરના પ્રચલિત મંદિરોમાં માથું નમાવવા માટે જાય છે. તે સિવાય કોઈપણ નવા કાર્યનો આરંભ કરતાં પહેલાં પણ ઘરમાં પૂજાનું આયોજન જરૂરથી કરવામાં આવે છે. એટલા માટે નીતા અંબાણી પણ એ વાત સારી રીતે જાણે છે કે પૂજામાં કયા રંગના કપડા પહેરવા જોઈએ અને ક્યાં ન પહેરવા જોઈએ. તેઓ લાલ રંગને શુભ માને છે. એટલા માટે જ્યારે પણ પૂજા સાથે જોડાયેલ કોઈ ફંક્શન હોય તો તેઓ લાલ રંગના કપડા ડિઝાઈન કરાવે છે.