પોપ્યુલર થતાં પહેલા આવા દેખાતા હતા :તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નાં કલાકારો, જુઓ દુર્લભ તસ્વીરો

Posted by

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખૂબ જ પોપ્યુલર શો છે. આ એક એવો શો છે જેને સમગ્ર પરિવાર સાથે મળીને જોવાનું પસંદ કરે છે. આ શોની લોકપ્રિયતા એટલી છે કે તેમાં કામ કરતા બધા જ કલાકાર ફેમસ થઈ ગયા છે. તેવામાં આજે અમે તમને આ શો ની સ્ટાર કાસ્ટ ની બાળપણ અને યુવાનીની દુર્લભ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. આ ફોટો ત્યારના છે, જ્યારે આ શોના સિતારાઓ આટલા બધા ફેમસ હતા નહીં.

Advertisement

ભવ્ય ગાંધી (ટપુ)

ભવ્ય ગાંધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીપેન્દ્ર ગડા એટલે કે ટપુનો રોલ પ્લે કરતો હતો. ભવ્યએ આ કિરદાર ઘણા વર્ષો સુધી પ્લે કર્યો અને પછી ફેબ્રુઆરી ૨૦૧૭ માં છોડી દીધો હતો. ત્યારબાદ આ પાત્ર રાજ અંદકત કરવા લાગ્યો.

દિશા વાકાણી (દયા)

દિશા વાકાણી ટીવી જગતની ફેમસ એક્ટ્રેસ છે. તે સબ ટીવી પર પ્રસારિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દયા જેઠાલાલ ગડાનું પાત્ર ભજવે છે. આ શોમાં તે દિલીપ જોષીની ઓપોઝિટ જોવા મળે છે .

અમિત ભટ્ટ (ચંપકલાલ)

૪૭ વર્ષીય અમિત ભટ્ટ શો ની અંદર ચંપકલાલ ગડાનું પાત્ર નિભાવે છે. તે શોમાં ટપુને જેઠાલાલના ગુસ્સાથી બચાવે છે. અમિત ભટ્ટ એક ટેલેંટેડ એક્ટર છે. તેઓ થિયેટર પણ કરતા હતા. તેમને એક પત્ની અને બે બાળકો છે.

કુશ શાહ (ગોલી)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગોલીનું પાત્ર નિભાવનાર કુશ શાહે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. શો નો ભાગ બનતા પહેલા તે ઘણા નાટક, જાહેરાતો અને શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકેલ છે.

જીલ મહેતા (સોનુ)

જીલ મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુ નો રોલ પ્લે કરતી હતી. તે અભ્યાસ પર ફોકસ કરવા માંગતી હતી એટલા માટે તેમણે આ શો છોડી દીધો હતો. વર્તમાનમાં સોનુ ખૂબ જ મોટી થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

નિધિ ભાનુશાલી (સોનુ)

જીલ મહેતાએ આ શો છોડી દીધા બાદ હવે નિધિ ભાનુશાળી શોમાં સોનું પાત્ર ભજવે છે. તેમણે ૨૦૧૨માં જીલ મહેતાને રિપ્લેસ કરેલ હતી.

શૈલેષ લોઢા (તારક મહેતા)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જુલાઈ ૨૦૦૮થી ચાલી રહેલ છે. ત્યારથી લઈને અત્યાર સુધી શોમાં તારક મહેતાનું પાત્ર શૈલેષ લોઢા જ નિભાવી રહેલ છે. એક્ટર સિવાય શૈલેષ એક કોમેડિયન અને રાઇટર પણ છે.

રાજ અંદકત (ટપુ)

ભવ્ય ગાંધી એ આ શો છોડી દીધા બાદ રાજ અંદકતે તેને ૨૦૧૭માં રિપ્લેસ કરી દીધો હતો. હવે તે તારક મહેતામાં ટપુનું પાત્ર નિભાવે છે. અંદકત આ પહેલા “એક રિશ્તા સાજેદારી કા” શોમાં પણ કામ કરી ચૂકેલ છે.

સમય શાહ (ગોગી)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ગોગી (ગુરુચરણ સિંહ) નો રોલ નિભાવનાર સમય શાહે પોતાની કારકિર્દીની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ ના રૂપમાં કરી હતી. દિલચસ્પ બાબત એ છે કે સમયના પિતા રોશન સિંહ સોઢીનું સાચું નામ ગુરુચરણ સિંહ જ છે.

શ્યામ પાઠક (પોપટલાલ)

શ્યામ પાઠક એક ફેમસ ટીવી કલાકાર છે. તેમને સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં પોપટલાલનું પાત્ર નિભાવીને મળી હતી. શોમાં પોપટલાલ મોટી ઉંમરના કુવારા પત્રકાર છે, જે તૂફાન એક્સપ્રેસ નામના ન્યૂઝપેપરમાં ક્રાઇમ રિપોર્ટર છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *