પોસ્ટ ઓફિસની આ સ્કીમ માલામાલ કરી દેશે, દરરોજ ફક્ત ૫૦ રૂપિયાનું રોકાણ કરીને ૩૫ લાખ મેળવો, જાણો સ્કીમ વિશે

ભારતીય પોસ્ટ ઓફિસ ઘણા પ્રકારની બચત સ્કીમ ચલાવે છે. કરોડો લોકો પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરીને સારું રિટર્ન મેળવી રહ્યા છે, એટલા માટે પોસ્ટ ઓફિસની સ્કીમમાં લોકો પૈસા લગાવે છે. પોસ્ટ ઓફિસમાં પૈસા લગાવવા રિસ્ક-ફ્રી માનવામાં આવે છે. લોકો પોતાની રકમ સુરક્ષિત અને શ્રેષ્ઠ રિટર્ન વાળી સ્કીમમાં રોકાણ કરવા માંગે છે. આવી જ એક પોસ્ટ ઓફિસ ની સ્કીમ છે, જે ગ્રામ સુરક્ષા યોજના અંતર્ગત ચાલી રહી છે. આ સ્કીમ માટે તમે દરરોજ ફક્ત ૫૦ રૂપિયા બચાવીને ૩૫ લાખ રૂપિયાનું રિટર્ન મેળવી શકો છો.

ગ્રામ સુરક્ષા યોજના રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ્સ પ્રોગ્રામ નો હિસ્સો છે. આ ઇન્સ્યોરન્સ પોલીસી દેશની ગ્રામીણ જનતા માટે વર્ષ ૧૯૯૫ માં લોન્ચ કરવામાં આવી હતી. ગ્રામ સુરક્ષા યોજનામાં ૧૯ વર્ષથી લઈને ૫૫ વર્ષ સુધીના વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં ૧૦ હજાર રૂપિયાથી લઈને ૧૦ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. પ્રીમિયમ ભરવા માટે તેમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. તમે પ્રીમિયમનું ચુકવણું માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક આધાર ઉપર કરી શકો છો.

ગ્રામ સુરક્ષા યોજના વિશે આપવામાં આવેલી જાણકારી અનુસાર જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં દર મહિને ૧,૫૧૫ રૂપિયા એટલે કે દરરોજના ફક્ત ૫૦ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને અંદાજે ૩૫ લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળી શકે છે. જો તમે ગ્રામ સુરક્ષા સ્કીમ ને ૧૯ વર્ષની ઉંમરમાં ખરીદો છો તો ૫૫ વર્ષ સુધી તમારે ૧,૫૧૫ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે.

જો તમે આ સ્કીમને ૫૮ વર્ષની ઉંમર માટે લો છો તો તમારે દર મહિને ૧,૪૬૩ રૂપિયા અને ૬૦ વર્ષ માટે તમારે ૧,૪૧૧ રૂપિયા દર મહિને ભરવાના રહેશે. જો તમે પ્રીમિયમ આપવામાં ચુકી જાઓ છો તો ૩૦ દિવસની અંદર તમે પ્રીમિયમ ભરી શકો છો. આ સ્કીમ નું રિટર્ન જોવામાં આવે તો રોકાણકારને ૫૫ વર્ષના રોકાણ પર ૩૧.૬૦ લાખ રૂપિયા, ૫૮ વર્ષના રોકાણ પર ૩૩.૪૦ લાખ રૂપિયા અને ૬૦ વર્ષના રોકાણ પર ૩૪.૬૦ મેચ્યોરિટી બેનિફિટ મળશે.

ગ્રામ સુરક્ષા યોજના અંતર્ગત આ રકમ વ્યક્તિ ના ૮૦ વર્ષની ઉંમર પુરી થવા પર તેને આપવામાં આવે છે. જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો આ રકમ વ્યક્તિના કાયદાકીય ઉત્તરા અધિકારીને મળે છે. ગ્રામ સુરક્ષા સ્કીમ ખરીદ્યા નાં ૩ વર્ષ બાદ ગ્રાહક તેને સરેન્ડર કરાવી શકે છે. જોકે આવી સ્થિતિમાં તેને કોઈ લાભ મળતો નથી. પોલીસીનું સૌથી મોટું આકર્ષણ ઇન્ડિયા પોસ્ટ તરફથી આપવામાં આવતું બોનસ છે અને છેલ્લી વખત આપવામાં આવેલ બોનસ ૧,૦૦૦ રૂપિયા પર વાર્ષિક ૬૦ રૂપિયા છે.