પોતાના આ અંગોનું દાન કરી ચુક્યા છે બોલીવુડનાં ફેમસ સિતારાઓ, તમે પણ પ્રેરણા લો

નિધન પછી અંગદાન કરવું એક ખુબ જ સારું કામ હોય છે. જેનાથી કોઇનું જીવન બચી શકે છે. તેમના જીવનમાં આનંદ આવી જાય છે. પરંતુ જ્યાં વધારે લોકોને આ વાતનો અહેસાસ ઓછો હોય છે, ત્યાં જ બોલિવુડની હસ્તીએ પોતાના અંગોનું દાન કરવાનો સંકલ્પ લઈ રાખ્યો છે. જે ઘણા લોકો માટે અંગદાન કરવાની પ્રેરણા બની ગયું છે. તો આવો જાણીએ કયા સેલિબ્રિટી પોતાનું કયું અંગદાન કર્યું છે.

અમિતાભ બચ્ચન

બોલીવુડનાં શહેનશાહ અને મહાન અભિનેતા અમિતાભ પોતાની આંખો દાન કરી ચુક્યા છે. આ રીતે અભિનેત્રી ઐશ્વર્યા રાયે પોતાની સુંદર આંખો દાન કરી છે. આ સિવાય રાની મુખરજી પોતાની નિધન પછી આંખો દાન કરવાનો સંકલ્પ લઇ ચુકી છે.

આમિર ખાન

મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનનું નામ પણ આ લિસ્ટમાં છે. આમિર ખાન પોતાની કિડની, લીવર, આંખ, ત્વચા, આંતરડાં, હૃદય, ફેફસાં, પેન્ક્રીયાસ, હાર્ટ વૉલવ, ઇયરડ્રમ આ સિવાય બધા જરૂરી અંગોનું દાન દેશે. કહી શકીએ કે તેમણે પોતાની આખી બોડીનું જ દાન કરી દીધું છે. આ સંકલ્પ તેમણે ૨૦૧૪માં લીધો હતો. આ સિવાય તેમની વાઈફ રહી ચુકેલી કિરણ રાવ પણ પોતાના અંગોનું દાન કરશે.

આર માધવન

પોતાની સાદગી અને એક્ટિંગ સ્કિલ્સ માટે ફેમસ એક્ટર આર માધવને પણ જરૂરીયાતમંદોને પોતાના અંગો દાન કરવાનો વાયદો કર્યો છે. અભિનેતા પોતાની આંખો હાર્ટ કાર્ટિલેજ કીડની ફેફસાં હાડકા પેન્ક્રીયાસ અને લિવરનું દાન કરશે.

સલમાન ખાન

અંગદાન કરવા વાળા કલાકારમાં ભાઈજાન સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાને એક કાર્યક્રમમાં સંકલ્પ લેતા પોતાના અંગદાન કરવાની ઘોષણા કરી હતી, જેના અંતર્ગત તેમણે કોઈ જરૂરિયાતમંદ ને પોતાનો બોનમેરો દાન કરવાની વાત કહી હતી. આ સિવાય સલમાન ખાન એક કામ માટે લોકોને પ્રોત્સાહિત પણ કરે છે.

પ્રિયંકા ચોપડા

આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ છે. પ્રિયંકા એક કાર્યક્રમ દરમિયાન અંગ દાન કરવું જરૂરી છે એવું કહેતા તેમણે પોતાના અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે તે અંગદાનને પ્રોત્સાહન આપવાનું કામ કરશે.