એક વાંદરો પોતાના બાળકનો જીવ બચાવતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે એક વાંદરાનું બચ્ચું વીજળીના તાર પર બેસેલું છે. વળી બીજી તરફ સામેની એક બિલ્ડીંગમાં તેની માં બેસેલી છે અને તે વારંવાર કૂદીને તેની માં પાસે જવા ઇચ્છે છે. પરંતુ વીજળીના તાર અને બિલ્ડીંગ વચ્ચે અંતર હોવાને કારણે તે પોતાની માં પાસે પહોંચી શકતું નથી.
પોતાના બચ્ચાને વારંવાર કોશિશ માં ફેલ થતો જોયા બાદ, અવસરનો લાભ જોઈ તેની માં પોતાના જીવની પરવા કર્યા વગર બિલ્ડિંગની છત થી વીજળીના તાર પર કૂદી જાય છે અને ત્યાં બેસેલા પોતાના બચ્ચાને ખોળા માં લઇ પરત બિલ્ડિંગની છત પર આવી જાય છે.
A rescue operation by mother. How can it fail ? @zubinashara pic.twitter.com/TYiQpmFdfd
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 16, 2020
આ વિડીયો ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. સાથોસાથ કેપ્શન માં લખ્યું છે, “જો માં પોતાના બાળકનો જીવ બચાવવા પહોંચી જાય તો તે સફળ કઈ રીતે થઈ શકે છે.” આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે એક માં પોતાના બાળક માટે પોતાના જીવની પરવા કર્યા વગર કંઈ પણ કરી શકે છે.
આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેના પરિણામે જ આ વિડીયો થોડા કલાકોની અંદર જ ખૂબ જ વાયરલ થઈ ગયો છે. અત્યાર સુધીમાં તેને ૪ લાખ લોકો જોઈ ચૂક્યા છે અને ૧૦૦ થી પણ વધારે કોમેન્ટ મળી ચૂક્યા છે.