પોતાના બાળકોનાં જન્મનાં મહીના પરથી તેમની ખુબીઓ અને ખામીઓ વિશે જાણો

Posted by

તેમાં કોઈ શંકા નથી કે માતા-પિતા માટે તેનું બાળક સૌથી વધારે ખાસ હોય છે. તેથી તે પોતાના બાળકો સાથે જોડાયેલી સારી અને ખરાબ આદતોથી અવગત રહેવા માંગે છે. કારણ કે તે પોતાના બાળકોને સારી રીતે સમજી શકે, પરંતુ ઘણી વખત માતા-પિતા માટે બાળકોની વિચારસરણીને સમજવું ખુબ જ કઠિન હોય છે. તેથી આજે તમને એક આસાન રીત બતાવીશું, જેનાથી તમે તમારા બાળકો વિશે જાણકારી અને રોચક વાતો જાણી શકો છો. દરેક માતા-પિતાને તે ખબર હોય છે કે તેના બાળકનો જન્મ કયા મહિનામાં થયો છે. તો બસ આ જ રીતો અમે શોધી છે.

ઘણા વિશેષજ્ઞો કહે છે કે જે મહિનામાં જે બાળકનો જન્મ થાય છે. તેનો પ્રભાવ બાળકની આદતો અને વ્યવહાર પર જરૂર પડે છે. તેથી બાળકનો બર્થ મંથ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. બાળકોનાં જન્મનાં મહીના પરથી જાણી શકાય છે. ખુબ જ રોચક વાતો વિષે જો તમે પણ જાણવા માગતા હોય તો આ લેખ વાંચો અને તમે પણ જાણો તમારા બાળકની રોચક વાતો.

જાન્યુઆરી

જે બાળકોનો જન્મ જાન્યુઆરી મહિનામાં થયો હોય છે, તે હંમેશા સફળ રહે છે. તેથી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલું જ નહીં તમે જોતા રહી જશો અને તમારું બાળક સફળતાની ઉંચાઈઓ સુધી પહોંચી જશે. સાથે જ તેનામાં કંઈક સારી અને ખરાબ આદતો પણ હોય છે. જેમ કે આ મહિનામાં જન્મ લેતા બાળકો જિદ્દી અને અડિયલ હોય છે. તેથી તે કોઈપણ ચીજથી ખુબ જ જલ્દી કંટાળી જતા હોય છે અને જો તેમની સારી આદતની વાત કરીએ તો તે હસમુખા પણ હોય છે અને પોતાના ભવિષ્યને લઈને ખુબ જ ગંભીર હોય છે. સ્માર્ટ હોવાથી પોતાના રસ્તા જાતે બનાવી લેતા હોય છે. તેથી એવું કહેવામાં આવે છે કે જાન્યુઆરી મહિનામાં જન્મેલા બાળકો ખુબ જ ભાગ્યશાળી હોય છે.

ફેબ્રુઆરી

એમ તો બધાને ખબર છે કે ફેબ્રુઆરી મહિનાની પ્રેમનો મહિનો કહેવામાં આવે છે, તો તમે પોતે જ વિચારો કે આ મહિનામાં જન્મેલા બાળકોનો વ્યવહાર પણ એવું જ હશે, તો આ મહિનામાં જન્મેલા બાળકો માત્ર પોતાના દિલનું સાંભળે છે અને પોતાના મનનું જ કરે છે તેમાં કોઈપણ બનાવટ નથી હોતી. તેમનું મન પણ શાંત હોય છે અને તે બીજા લોકો પાસે થી પણ આવા જ વ્યવહાર ની આશા રાખે છે. આ બાળકો ખુબ જ ઈમોશનલ હોય છે. તેથી તેમને ખુબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે અને પછી તેમને કંટ્રોલ કરવું થોડુંક મુશ્કેલ થઈ જાય છે. તેમના મનમાં ભાવનાઓનો ભંડાર હોવાના લીધે દરેક વાતને મનથી લગાવે છે. વળી, તેમની સારી આદત એ છે કે નવી ચીજો સરળતાથી અને ખુબ જ જલ્દી શીખી લેતા હોય છે. જો એવું કહેવામાં આવે છે કે આ મહિનામાં જન્મેલા બાળકો ઇમોશન્સ થી ભરાયેલા હોય છે તો તે ખોટું નથી.

માર્ચ

આ મહિનામાં જન્મેલા બાળકો ખુબ જ ભાવુક હોય છે, તેથી તેમની પોતાની ભાવનાઓને સમજવાની વધારે જરૂરિયાત છે. સાથે જ આ બાળકો નાની નાની વાતોને દિલથી લગાવે છે અને આ જ કારણથી બાળપણથી જ સંબંધોને સમજવામાં સક્ષમ થઈ જાય છે અને જો આદત અને વ્યવહારની વાત કરીએ તો આ મહિનામાં જન્મેલા બાળકો બધાને પ્રેમ કરે છે અને તેમનું મન ચોખ્ખું હોય છે. તેથી તમે તેમની ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. આ મહિનામાં જન્મેલા બાળકો ખોટું નથી બોલતા અને આ જ કારણથી લોકો તેમની તરફ ખુબ જ આકર્ષિત થઇ જાય છે. જો સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તો આ મહિનામાં જન્મેલા બાળકો ભાવુકતા અને પ્રેમ બંનેનું મિશ્રણ હોય છે.

એપ્રિલ

જો એપ્રિલ મહિનાની વાત કરીએ તો આ મહિનામાં જન્મેલા બાળકો નીડર હોય છે અને તેમના મનમાં જે કંઈ પણ હોય છે તે સીધુ મોઢા ઉપર બોલી દેતા હોય છે. આ બાળકો ક્યારેય પણ એક જગ્યા પર ટકી રહેતા નથી. દરેક સમયમાં કંઈકને કંઈક ક્રિયાઓ કરતા રહે છે. તેમની આ આદતથી તેમના માતા-પિતા ક્યારે પણ સમસ્યામાં આવી જતા હોય છે. આ બાળકોનાં વિચારો સકારાત્મક હોય છે. તેથી જો કોઈ તેમને શાંતિપૂર્વક સમજાવવામાં આવે તો તે સમજી જતા હોય છે. તેઓ સ્વભાવથી ખુબ જ નિરાલા હોય છે. ભલે તે તોફાની હોય પરંતુ વિશ્વાસલાયક પણ હોય છે. તેથી તે જીવનમાં જરૂર સફળ બને છે.

મે

આ મહિનામાં જન્મેલા બાળકો પોતાનું અને બીજાનું ધ્યાન પણ રાખે છે. તેથી તેમના માતા-પિતાને તેમની ચિંતા કરવાની જરૂર નથી. આ બાળકો સંવેદનશીલ અને ભરોસાલાયક હોય છે. આ બધી વાતોનો મતલબ એ નથી કે તે બોરિંગ હોય છે. તેમને ફરવું અને મોજ-મસ્તી પણ ખુબ જ પસંદ હોય છે. આ બાળકોનો સ્વભાવ જિદ્દી હોય છે અને પોતાની જીદની આગળ કોઈનું પણ સાંભળતા નથી. તેમને નાચવું-ગાવું પણ ખુબ જ પસંદ હોય છે. તેથી બીજાનાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમણે આકર્ષણનું કેન્દ્ર બની રહેવું પણ ખુબ જ સારું લાગે છે. જો સીધા શબ્દોમાં કહેવામાં આવે તો તે ખુબ જ મોડર્ન હોય છે.

જુન

આ મહિનામાં જન્મેલા બાળકો ખુબ જ વધારે બોલે છે અને તેમનું મગજ દરેક સમય પર દોડતું રહે છે. આ બાળકો એક જ સમયમાં અનેક કામ કરી શકે છે અને પોતાની વાતો અને શબ્દોથી કોઈનું પણ દિલ જીતી શકે છે. આ બાળકો મોટા થઇ ખુબ જ સારા સેલ્સમેન બનવાની ક્ષમતા રાખે છે. તે કોઈપણ કામમાં ક્યારેક કંટાળો નથી કરતા. વળી આ બાળકો બીજાનું મનોરંજન કરવા પણ સૌથી આગળ હોય છે. સાથે જ તેમની દુનિયાભરમાં ફરવું ખુબ જ પસંદ હોય છે. બધા સાથે ખુબ જ વાતો કરવી તેમને ખુબ જ શોખ હોય છે. પરંતુ જો કોઈ થી તે ચીડાઈ જાય અથવા તો  કોઈ કામ બોરિંગ લાગે તો તેનો વ્યવહાર ગુસ્સામાં પણ બદલાઈ જાય છે. મતલબ કે આ મહિનામાં જન્મેલા બાળકો ખુબ જ મનોરંજન કરતા હોય છે.

જુલાઈ

આ મહિનામાં જન્મેલા બાળકો સંપુર્ણ રીતે પ્રેમથી ભરપૂર હોય છે. તેમનો સ્વભાવ એવો હોય છે કે તે ફક્ત રસ્તામાં મળતાં બાળકોને પોતાના મિત્ર બનાવી લેવાની સાથે સાથે તે રસ્તામાં મળતા જીવજંતુ અને પ્રાણીઓને પણ પોતાના બનાવી લેતા હોય છે. તેમને ઘરે લાવી તેનું પાલન-પોષણ કરે છે. એટલું જ નહીં તેમને કોઈ પ્રાણી ન મળે તો તે ઢીંગલી થી રમી પોતાનો દિલ બહેલાવે છે. વળી આ બાળકો મનનાં સાચા હોય છે. તેથી તેમને વડીલો થી ખુબ જ પ્રેમ મળે છે. આ બાળકો સામાન્ય રીતે તો વધારે નથી બોલતા પરંતુ પોતાના વ્યવહાર અનુસાર કોઈ સંગત મળી જાય તો તેમની શરારત જોવા મળે છે એટલે કે આ બાળકો થોડા શરમાળ હોય છે.

ઓગસ્ટ

આ મહિનામાં જન્મેલા બાળકો પોતાને કોઈ રાજા મહારાજા થી ઓછા સમજતા નથી. તેમની આ તેમનો નેગેટિવ નહીં પરંતુ પ્લસ પોઈન્ટ છે. આ બાળકોની ઓછી ચીજો માં સમાધાન કરવું જરા પણ પસંદ નથી. તે પોતાના અનુસાર જ વાતાવરણમાં રહેવું પસંદ કરે છે. તે જિદ્દી હોય છે અને લોકોને બસ પોતાની સંભળાવે છે. તેમની ઇચ્છા હોય છે કે લોકો તેમનું જ માને. આ બાળકો તે ચીજોને વધારે પસંદ કરે છે, જેમાં તેમનું મગજ વધારે ચાલતું હોય. તેથી તે આ ચીજોને સમજી લેતા હોય છે અને આ જ કારણથી દરેક કાર્યમાં સારું રિઝલ્ટ લાવે છે. આ બાળકોને પોતાની પ્રશંસા સાંભળવું પસંદ હોય છે, પરંતુ તે એની સાથે જ રહે છે, જે તેની પ્રશંસા કરતા હોય છે. તેથી આ બાળકો વિશે એવું કહેવામાં આવે છે કે તે ખુબ જ અહંકારી હોય છે.

સપ્ટેમ્બર

આ મહિનામાં જન્મેલા બાળકો સર્વશ્રેષ્ઠ બાળકો હોય છે. આ મહિનામાં જન્મેલા બાળકો ભણવા લખવામાં અને રમતમાં પણ સારા હોય છે. તે ખુબ જ નિયમ બદ્ધ હોય છે એટલે આ બાળકો પોતાની દરેક ચીજનો સારી રીતે ધ્યાન રાખે છે. તે પોતાના રમકડાં થી લઈને પોતાના પુસ્તકો દરેક વસ્તુ સારી સ્થિતિ મુકે છે. આ બાળકો ખુબ જ તેજ થી આગળ વધે છે. તેથી જ તે દરેક એક્ટિવિટીમાં હંમેશા આગળ હોય છે, પછી તે સ્કૂલમાં હોય કે ઘરમાં. આ બાળકો આકર્ષક પ્રેમ અને થોડા જિદ્દી પણ હોય છે. તેથી આ બાળકોને સંપૂર્ણ છે એવું કહેવું કંઈ ખોટું નથી.

ઓક્ટોબર

જે માતા-પિતાના બાળકો આ મહિનામાં જન્મેલા હોય તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. આ મહિનામાં જન્મેલા બાળકો સમજદાર અને આકર્ષિત હોય છે. તેમની વાણી દરેકને પસંદ હોય છે અને તે તેનાથી બધાને મોહી લેતા હોય છે. આ બાળકો મોટા થઈને કલાકાર પણ બની શકે છે. આ બાળકોને વાતો કરવું ખુબ જ પસંદ હોય છે. તે માત્ર પોતાના મિત્રો સાથે જ નહીં, પરંતુ માતા-પિતાની સાથે પણ ખુબ જ વધારે વાતો કરે છે. આ બાળકોને કોઈપણ વાત જલ્દી ખોટી લાગી જાય છે. તે ખુબ જ ભાવુક હોય છે. ક્યારેક તો તે પોતાના સપનામાં લીન રહે છે, તેથી આ બાળકોને શાંતપ્રિય બાળકો પણ કહી શકાય છે.

નવેમ્બર

મહિનામાં જન્મેલા બાળકો પોતાના લક્ષ્મણ ખુબ જ પાક્કા હોય છે. આ બાળકો એક વખત જે નક્કી કરી લે તેને પૂરું કરીને રહે છે. તેથી તેમના ઈરાદા હંમેશાં નિશ્ચિંત રહે છે. એજ કારણથી તેમના શરીર અને મગજ ખુબ જ તેજ તરાર હોય છે. આ બાળકો ખુબ જ ભરોસાલાયક અને સારા દોસ્ત હોય છે. તે બધા સાથે ખુબ જ સારી રીતે વર્તન કરે છે. તે થોડા રોમેન્ટિક હોવાના લીધે મોટા થઈને સારા પાર્ટનર પણ સાબિત થાય છે. આ બાળકો બધા સાથે પ્રેમથી વાત કરે છે તેથી જ બધા તેમને ખુબ જ પસંદ કરે છે.

ડિસેમ્બર

આ મહિનામાં જન્મેલા બાળકો સંપુર્ણ રીતે ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલા હોય છે. તેથી તેમનું લક્ષ્ય દર્પણની જેમ એકદમ ચોખ્ખું હોય છે. તેમને ખબર હોય છે કે જીવનમાં તેમને શું કરવાનું છે. આ બાળકોને સાચું બોલવું પસંદ હોય છે. તેથી સત્યને સામે લાવવા માટે કંઈ પણ કરી જાય છે. આ બાળકો દેશભક્ત હોય છે. કારણ કે પોતાના સંસ્કારો અને રીતિરિવાજો થી જોડાયેલા હોય છે. તેથી આ બાળકો નાની વાતને પણ દિલથી લગાવે છે અને સમજાવવામાં આવે તો ખુબ જ જલ્દી માની પણ જાય છે, એટલે આ બાળકો ખુબ જ સંસ્કારશીલ હોય છે.

જેવી રીતે વર્ષના દરેક મહિનાના અલગ-અલગ હોય છે, તેવી જ રીતે દરેક મહિનામાં જન્મેલા બાળકોનો વ્યવહાર સ્વભાવ પણ અલગ હોય છે. તો આ લેખને વાંચી તમે તમારા બાળક ને ખુબ જ સારી રીતે સમજી શકો છો. તમે પણ તમારા બાળકનાં જન્મનાં મહીના પરથી તેના સાથે જોડાયેલી રોચક વાતો જાણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *