પોતાના બંને હાથ ગુમાવી દીધા બાદ પણ પોતાના પગથી દિકરીનો ખ્યાલ રાખે છે આ માં, જુઓ ઈમોશનલ વિડીયો

Posted by

જેણે પણ લખ્યું છે તે ખુબ જ સરસ લખેલું છે કે કોશિશ કરવાવાળા લોકોની ક્યારેય હાર થતી નથી. આજે આપણી વચ્ચે એવા ઘણા લોકો રહેલા છે જે પોતાના જીવનમાં કઠિન પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખીને આગળ વધતા રહ્યા. કઠિન પરિશ્રમ અને મનમાં નક્કી કરી લેવામાં આવે તો લોકો કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે. આજે અમે તમને આવી જ મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે સાબિત કરી દીધું કે જો તમારું મન મક્કમ હોય અને દ્રઢ નિશ્ચય હોય તો તમે કંઈ પણ કરી શકો છો.

આજે અમે જે મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની કહાની ખુબ જ પ્રેરણાદાયક છે. કારણ કે તેના બંને હાથ નથી, પરંતુ તેમ છતાં પણ તે પોતાની નાની બાળકીનો પોતાના પગથી સંપુર્ણ ખ્યાલ રાખે છે. એટલું જ નહીં તે પોતાની બાળકીને ભોજન પણ પોતાના પગથી કરાવે છે. આ માં નો કિસ્સો સાંભળીને તમે વધારે ઈમોશનલ થઈ શકો છો, પરંતુ પોતાના મજબુત વિશ્વાસ અને માં નો પ્રેમ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને બધા લોકો આ મહિલાના સાહસ અને પ્રેમની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બેલ્જિયમની રહેવાસી આ મહિલાનું નામ સારાહ તલ્બી છે, જેની ઉંમર ૩૮ વર્ષ બતાવવામાં આવે છે. તેના હાથ બાળપણથી જ નથી, પરંતુ તેમ છતાં પણ તેણે પોતાના પગને ઢાલ બનાવીને આજે પણ સંપુર્ણ કામ પોતાના પગથી કરી લે છે. ઘરના કામકાજ થી લઈને બાળકોને ભોજન કરાવવા સુધીનાં બધા જ કામ સારાહ પોતાના પગની મદદથી કરે છે. એટલું જ નહીં તેને બે વર્ષની દીકરી છે, તેનો ખ્યાલ પણ તે પોતાના પગથી જ રાખે છે.

જણાવી દઈએ કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર રહેલ છે, જે હાલના દિવસોમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ માં ની મમતા જોઈને બધા લોકો તેની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. તે પોતે જણાવે છે કે તે બધા જ કાર્ય પોતાના પગની મદદથી કરે છે. તેને પોતાના હાથ ન હોવાનો અફસોસ નથી, પરંતુ તે પોતાને ભાગ્યશાળી સમજે છે. તેણે સાબિત કરીને બતાવી દીધું કે માં ની મમતામાં કેટલો પ્રેમ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sarah Talbi (@saritalbi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *