પોતાના દિકરા સાથે આલીશાન જીવન જીવે છે શ્વેતા તિવારી, અંદર થી ખુબ જ શાનદાર છે તેનું ઘર, જુઓ તસ્વીરો

Posted by

પોતાની એક્ટિંગથી વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી ભલે પોતાના પતિ થી દુર રહેતી હોય, પરંતુ તે આજે પોતાના દીકરાને કોઈ વસ્તુ પર મોહતાજ નથી થવા દેતી. જણાવી દઈએ કે શ્વેતા નાના પડદા પર ઘણા શોમાં નજર આવી ચુકી છે. એટલું જ નહીં તેમણે બિગ બોસમાં પણ પોતાની એક્ટિંગ બતાવેલી છે. છેલ્લા થોડા સમયથી તે પોતાના પતિને લઈને ખુબ જ વધારે ચર્ચામાં રહી હતી.

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે એક્ટિવ રહે છે. એજ કારણ છે કે તેની સાથે જોડાયેલી દરેક નાની-નાની વાત ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ દરમિયાન તેમની તેમના દીકરા સાથે તસ્વીરો પણ વાયરલ થઇ છે. એટલું જ નહીં તેણે પોતાના ઘરની સુંદર તસ્વીરો પણ શેર કરતી રહે છે. કારણ કે તેમણે આ ઘરને પોતાની રીતે ડિઝાઇન કરાવ્યું છે. તો ચાલો આજે શ્વેતા તિવારીનાં ઘરની અમુક તસ્વીરો તમને બતાવીએ.

ખુબ જ ઓછું એવું જોવામાં આવે છે કે જ્યારે શ્વેતા તિવારી પોતાની સાથે જોડાયેલી કોઇ વાતને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં ન રહી હોય. તે હંમેશાં પોતાની સાથે જોડાયેલી તસ્વીરોને શેર કરતી રહે છે.

શ્વેતા તિવારી પોતે એટલી સુંદર રહેવાનું પસંદ કરે છે, એટલું સુંદર તેમણે પોતાના ઘરને પણ બનાવ્યું છે. જણાવી દઈએ કે તેને નેચર સાથે ખુબ જ વધારે પ્રેમ છે. એટલા માટે તેણે ઘરમાં પણ સારા સારા પ્લાન્ટ લગાવ્યા છે. જે ઘરની સુંદરતાને વધારી દે છે.

અભિનેત્રીની વાત કરીએ તો તે ખુબ જ વધારે ઉંમર વાળી થઈ ચુકી છે, પરંતુ તેમ છતાં પણ તેમણે પોતાના શરીરને એકદમ મેન્ટેન કરીને રાખ્યું છે. એજ કારણ છે કે તે એક બાળકની માં હોવા છતાં પણ ખુબ જ સુંદર દેખાઈ છે. શ્વેતાએ પોતાના ઘરની સજાવટમાં જરા પણ ઉણપ નથી રાખી. એજ કારણ છે કે તેમનું નાનું ઘર સુંદરતામાં બોલીવુડનાં સેલિબ્રિટી જેવુ જોવા મળે છે.

તેમણે પોતાના ઘરમાં ઘણાં પ્રકારની સુંદર પેઇન્ટિંગ પણ લગાવી છે. એટલું જ નહીં ઘરનું ઇન્ટિરિયર પણ ઘણું શાનદાર કરવામાં આવ્યું છે. એજ કારણ છે કે ઘરને અંદરથી જોવા પર આલિશાન અને સુંદર જોવા મળે છે. શ્વેતા પોતાના ઘરની તસ્વીરો પોતાના બાળક સાથે શેર કરતી રહે છે.

અભિનેત્રીએ પોતાની કારકિર્દીમાં ઘણા મોટા ટીવી શોમાં નજર આવી ચુકી છે. આ દરમિયાન તે નામ અને પૈસા બંને જ કમાઈ છે અને તેમણે પોતાની દોલત નો મોટો ભાગ પ્રોપર્ટી ખરીદવામાં પણ ખર્ચ કર્યો છે. તે એકલી હોવા છતાં પણ આજે આલીશાન જીવન જીવે છે. હાલમાં શ્વેતા તિવારી ખતરો કે ખીલાડીમાં પોતાના સ્ટંટ બતાવી રહી છે અને જલ્દી જ તે નવા પ્રોજેક્ટ સાથે નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *