કોરોના કાળમાં સરકાર ભલે થોડી ઢીલ આપી રહી હોય, પરંતુ હજુ પણ ફિલ્મી સિતારાઓ પોતાને બચાવી રાખવા માટે પોતાના ઘર અથવા કોઈ ખાસ જગ્યા પર સમય પસાર કરી રહ્યા છે. ભારતમાં જ્યારથી લોકડાઉન લાગ્યું છે, ત્યારથી બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન પોતાના પનવેલ વાળા ફાર્મ હાઉસ પર રોકાયેલ છે. તેઓ અહીંયા રહીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે.
સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેમના બોડીગાર્ડ શેરા પણ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને સલમાનની સાથેના ખાસ વીડિયો અને તસવીરો શેયર કરતા રહે છે. શેરા સલમાન ખાનની સાથે હંમેશા હાજર હોય છે. તેવામાં શેરાએ સલમાન ખાનનાં પનવેલ વાળા ફાર્મ હાઉસ નો ખાસ વિડીયો બનાવ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન તેના નજીકના વ્યક્તિઓની સાથે પ્રકૃતિનો આનંદ લેતા નજર આવી રહ્યા છે.
પ્રકૃતિનો આનંદ લેતા સલમાન ખાનનો વિડીયો શેરાએ પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન આગળ ચાલતા નજર આવી રહ્યા છે. જ્યારે શેરા તેની પાછળ પાછળ ચાલી રહ્યો છે. વળી ચારો તરફ સુંદર વૃક્ષ અને પાણી દેખાઈ રહ્યું છે. આ વીડિયો ને શેયર કરતા શેરાએ સલમાન ખાન માટે સુંદર કેપ્શન પણ લખ્યું છે.
View this post on Instagram
Following the Legend…….. My Maalik @Beingsalmankhan #Salmankhan #Legend #Sheraa #Beingsheraa
શેરાએ વિડીયોના કેપ્શન માં લખ્યું, “દિગ્ગજ ને ફોલો કરી રહ્યા છીએ, મારા માલિક!” સોશિયલ મીડિયા પર આ વીડિયોને શેયર કરતા શેરાએ સલમાન ખાનને પણ ટેગ કર્યું છે. સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને શેરાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સલમાન ખાનના ફેન્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.
તે સિવાય સલમાન ખાન હાલના દિવસોમાં પોતાના નામને લઈને પણ ચર્ચામાં છે. તેમના ઘણા બધા ફેન્સ તેમને સલ્લુ નામથી બોલાવે છે. તેવામાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમને સલ્લુ નામ કોણે આપ્યું. હકીકતમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ જણાવે છે કે તેમને સલ્લુ નામ બોલીવુડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે આપ્યું છે.