પોતાના જીજા, દિયર અને જેઠ સાથે પડદા પર ઈશ્ક લડાવી ચુકી છે આ ૯ અભિનેત્રીઓ

Posted by

આપણા બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી એવી ફિલ્મો બની છે, જેમાં ઓનસ્ક્રીન એવી જોડી નજર આવે છે જેની વચ્ચે રિયલ લાઈફમાં પણ રિલેશન છે અને તેમાં કોઈ રીયલ લાઈફ પત્ની છે, કોઈ દેવર ભાભી છે તો  કોઈ જીજા-સાળી છે અને પરદા પર તેમની જોડી ઘણી વધારે સુપરહિટ સાબિત થઈ છે. આજે અમે તમને બોલીવુડની અમુક એવી જોડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ આ લિસ્ટમાં કયા-કયા કપલનું નામ સામેલ છે.

કરિશ્મા કપુર – સૈફ અલી ખાન

બોલિવુડની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા કપુર અને સૈફ અલી ખાનની જોડી આ લિસ્ટમાં સામેલ છે. કરિશ્મા કપુરે પોતાની બહેન કરીના કપુર ખાનના પતિ એટલે કે પોતાના જીજા સૈફ અલી ખાન સાથે ફિલ્મ “હમ સાથ સાથ હૈ” માં રોમાન્સ ફરમાવી આવી ચુકી છે.  તેમની જોડી પડદા પર ઘણી વધારે સુપરહિટ સાબિત થઈ છે અને તે આ ફિલ્મના રિલીઝ થયાના લગભગ ૧૩ વર્ષ પછી સૈફ અલી ખાન અને કરિનાનાં લગ્ન થયા હતા. જ્યારે રિયલ લાઈફમાં પણ કરિશ્મા અને સૈફ એકબીજા સાથે સારા મિત્ર છે અને એકબીજા સાથે ઘણી સારી બોન્ડીંગ શેર કરે છે.

અનિલ કપુર – શ્રીદેવી

બોલીવુડની ચાંદની કહેવાતી શ્રીદેવી અને અનિલ કપુર ની જોડી પણ આ લિસ્ટમાં સામેલ છે. વળી અનિલ કપુર અને શ્રીદેવી એ એક સાથે ૧૪ ફિલ્મમાં કામ કર્યું હતું. આ બંને વચ્ચેની કેમેસ્ટ્રી દર્શકો ઘણી પસંદ કરતા હતા. જ્યારે રિયલ લાઇફમાં બોની કપુર સાથે લગ્ન કર્યા બાદ શ્રીદેવી અનિલ કપુરની ભાભી બની ગઈ, પરંતુ પડદા પર આ બંનેની જોડી ઘણી વધારે સુપરહિટ સાબિત થઇ હતી.

રાની મુખર્જી – અજય દેવગન

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ રાની મુખર્જી અને અજય દેવગનની જોડી પણ આ લિસ્ટમાં સામેલ છે. રાની મુખરજી બોલીવુડ એક્ટ્રેસ કાજોલની કઝિન સિસ્ટર છે અને આ રીતે રાની અજયની સાળી થઈ. અજય દેવગન અને રાનીએ એકસાથે “ચોરી ચોરી” અને “એલઓસી” જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની જોડી પણ પડદા પર ઘણી સુપરહિટ રહી છે.

રાની મુખરજી – ઉદય ચોપડા

રાની મુખરજી અને ઉદય ચોપરાની રિયલ લાઇફમાં સંબંધ દિયર અને ભાભી નો છે. જ્યારે રાણી અને ઉદય ચોપડાની ફિલ્મ “મુજસે દોસ્તી કરોગે” માં એકબીજા સાથે રોમાંસ ચૂક્યા છે અને તેમની જોડી પણ લોકો એ ઘણી પસંદ કરી હતી.

મલાઈકા અરોડા- સલમાન ખાન

મલાઈકા અરોડા ખાન બૉલીવુડની ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ અને કેમિયો રોલ માં  નજર આવી છે. જ્યારે મલાઈકા અરોડા પોતાના જેઠ એટલે કે સલમાન ખાન સાથે પણ ઘણા સોંગમાં ઠુમકા લગાવતી નજર આવી ચુકી છે.

નીતુ કપુર-રણધીર કપુર

ઋષિ કપુરની પત્ની નીતુ કપુર પણ પોતાના જેઠ એટલે કે રણધીર કપુર સાથે પડદા પર રોમાંસ કરવામાં સફળતા મેળવી ચુકી છે. નીતુ કપુર રણધીર કપુર સાથે ફિલ્મ રિક્ષાવાલા, હીરાલાલ પનાલાલ, અને ઢોંગી જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. બંનેની જોડી પરદા પર ઘણી વધારે સુપરહિટ રહી છે? બતાવી દઈએ કે નીતુ કપુર એ પોતાના કાકા સસરા શશી કપુર સાથે પણ ફિલ્મ કરી ચુકી છે.

સુપ્રિયા પાઠક – નસરુદ્દીન શાહ

નસરુદ્દીન શાહની પત્ની નું નામ સુપ્રિયા પાઠક છે. જ્યારે રત્ના પાઠક અને સુપ્રિયા બન્ને સગી બહેનો છે. નસરુદ્દીન શાહે પોતાની સાળી રત્ના પાઠક સાથે ફિલ્મ માસૂમ, બાઝાર અને મિર્ચ મસાલા માં રોમાંસ ફરમાવી ચૂક્યા છે. તેમની જોડી પણ ઘણી વધારે સુપરહિટ રહી છે.

રાજેશ ખન્ના-સિમ્પલ કાપડિયા

બોલીવુડનાં પહેલા સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્ના પણ પોતાની પત્ની ડિમ્પલ કાપડિયાની બહેન સિમ્પલ કાપડિયા સાથે કામ કરી ચૂક્યા છે. જીજાજી અને સાળીની આ જોડી ફિલ્મ અનુરોધ માં એક સાથે નજર આવી ચુકી છે, પરંતુ તેમની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી.

મધુબાલા – અશોક કુમાર

બોલીવુડની ખુબ જ સુંદર એક્ટ્રેસ મધુબાલાએ પોતાના પતિ કિશોરકુમારનાં મોટાભાઈ એટલે કે પોતાના જેઠ અશોકકુમાર સાથે સ્ક્રીન શેર કરી ચુકી છે અને મહલ અને હાવડા બ્રીજ જેવી ઘણી ફિલ્મોમાં મધુબાલા અને અશોક કુમારની જોડી નજર આવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *