પોતાના લગ્ન અથવા પાર્ટીમાં બોલાવીને બોલીવુડ સિતારાઓને નચાવવા માંગો છો તો આપવી પડશે આટલી મોટી ફી

Posted by

ભારતમાં લોકોને બોલિવૂડનાં સિતારાઓ સાથે મળવાનો અથવા તેમની સાથે ફોટા ખેંચવાનો ખૂબ જ શોખ હોય છે. જો કોઈ બોલીવુડ સ્ટાર્સ કોઈ ઇવેન્ટ આ પાર્ટી અથવા લગ્નમાં જાય છે તો તેની રોનક વધી જાય છે. જો તમે પણ આ સિતારાઓને પોતાની પાર્ટીમાં બોલાવીને નચાવવા માંગો છો તો તે અમુક હદ સુધી સંભવ છે. તેના માટે તમારે પોતાનું ખિસ્સું ઢીલું કરવું પડશે. જો કે આ રકમ ખૂબ જ વધારે હોય છે. અહીંયા અમે તમને અમારા આર્ટીકલમાં જણાવીશું કે બોલિવૂડના સ્ટાર્સ કોઈ પાર્ટી અથવા ફંક્શનમાં નાચવા માટે કેટલી રકમ વસૂલ કરે છે.

શાહરુખ ખાન

બોલિવૂડના કિંગ ખાન કહેવામાં આવતા શાહરુખ ખાન કોઈપણ ઇવેન્ટમાં સામેલ થવા માટે ૨ કરોડ રૂપિયા લે છે. જો તમે તેમની પાસે કંઈ પર્ફોમ કરાવવા માંગો છો તો તેના માટે તેઓ ૭ થી ૮ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વળી કોઈ બ્રાન્ડના પ્રમોશન માટે તેમની ફી ૪ કરોડ રૂપિયાની આસપાસ છે. માનવામાં આવે તો Madinat Jumeirah હોટલમાં ૩૦ મિનિટ પરફોર્મ કરવા માટે શાહરૂખે ૮ કરોડ રૂપિયા લીધા હતા.

અક્ષય કુમાર

બોલીવુડના એક્શન ખેલાડી કોઈ ઇવેન્ટ નો હિસ્સો બનવા માટે ૧.૫ કરોડ રૃપિયાની આસપાસ ચાર્જ વસૂલ કરે છે. વળી જો તમે તેમની પાસે ડાન્સ કરવા માંગો છો તો તેના ૧ કરોડ રૂપિયા એક્સ્ટ્રા થાય છે. તેમની એક શરત હોય છે કે આ ઇવેન્ટ કોઈ લેટ નાઇટ હોવી જોઈએ નહીં. વળી કોઈ બ્રાન્ડને પ્રમોટ કરવી હોય તો તેઓ ૮ થી ૧૦ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

રણવીર સિંહ

હંમેશા મસ્તીના મુડમાં રહેવાવાળા રણવીર સિંહ કોઈપણ પાર્ટીમાં સામેલ થઈને તેની રોનક વધારી દેતા હોય છે. તેઓ ઇવેન્ટમાં સામેલ થવા માટે ૭૦ લાખ રૂપિયા લે છે. વળી જો ડાન્સ કરવાનો હોય તો ૧ કરોડ રૂપિયા અલગથી આપવા પડે છે. બ્રાન્ડના પ્રમોશન માટે તેઓ ૨.૫ કરોડ રૂપિયા સુધી વસૂલ કરે છે.

કેટરિના કૈફ

બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફ કોઈપણ ઇવેન્ટમાં નાચવા માટે ૨.૫ કરોડ રૂપિયા લે છે. વળી કોઈ બ્રાન્ડનું પ્રમોશન કરવાનું હોય તો તેમની ફી ૫ થી ૬ કરોડ રૂપિયા થઈ જાય છે.

પ્રિયંકા ચોપડા

હોલીવુડ અને બોલીવુડ બંને જગ્યાએ ફેમસ થઇ ચુકેલી પ્રિયંકા ચોપડા કોઈપણ પાર્ટી અથવા ઈવેન્ટમાં હાજરી આપવા માટે ૨.૫ કરોડ રૂપિયા લે છે. વળી બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તેમની ફી ૪ થી પ કરોડ રૂપિયા છે.

સની લીયોની

બીગ બોસથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા વાળી સાની લિયોન પોતાની હોટ બોડી અને કાતિલ આઈટમ સોંગ માટે જાણીતી છે. જો તમે તેમની પાસે પાર્ટીમાં ડાન્સ કરવા માંગો છો તો તેઓ ૨૫ થી ૩૫ લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. વળી ૨ થી ૩ કરોડ રૂપિયા તેમના બ્રાન્ડ પ્રમોશન નો ચાર્જ છે.

ઋત્વિક રોશન

હેન્ડસમ લુક અને શાનદાર સ્કીલ વાળા ઋત્વિક રોશન પણ કોઈપણ ઇવેન્ટમાં જવા માટે ૨ કરોડ રૂપિયા લે છે. વળી જો તમારે પોતાની કોઈ બ્રાન્ડ તેમની પાસે પ્રમોટ કરાવવી હોય તો તેનો ચાર્જ ૧.૫ થી ૨ કરોડ રૂપિયાની આસપાસ હોય છે.

સલમાન ખાન

બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન જ્યાં પણ જાય છે ત્યાં મહેફિલ જમાવી દેતા હોય છે. તેવો કોઈ પાર્ટીમાં જવા અથવા પરફોર્મ કરવા માટે ૧.૨૫ થી લઈને ૨ કરોડ રૂપિયા સુધી ચાર્જ વસૂલ કરે છે. વળી બ્રાન્ડને પ્રમોશન કરવા માટે તેમની ફી ૩.૫ થી પ કરોડ રૂપિયા સુધી હોય છે.

કરીના કપૂર

કરીના કપૂર કોઈ દુકાન અથવા ઓફિસનું ઉદ્ઘાટન કરવા માટે ૩૦ થી ૬૦ લાખ રૂપિયા લે છે. વળી કોઈ પાર્ટી અટેન્ડ કરવી હોય તો તેમની રકમ વધીને ૧ કરોડ રૃપિયા થઇ જાય છે. હવે જો આ પાર્ટી અથવા લગ્નમાં કરીનાનો ડાન્સ પણ તમારે જોવો હોય તો પછી ૧.૫ કરોડ રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા પાર્ટીમાં આવવા માટે ૫૦ લાખ રૂપિયા લેતી હોય છે, જ્યારે ડાન્સ કરવો હોય તો અંદાજે તે રકમ ૭૦ લાખ રૂપિયા થઈ જાય છે. બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તેમની ફી ૨૫ થી ૪૦ લાખની આસપાસ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *