સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં દરરોજ કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. આ પ્લેટફોર્મ પર લગ્ન સાથે જોડાયેલા વિડિયો સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તેમાં જો વીડિયોમાં દુલ્હન જોવા મળી જાય તો વાત જ કંઇક અલગ છે. દુલ્હન સાથે જોડાયેલા વિડિયો લોકો ધડાધડ જોતા હોય છે. દરેક લોકોને દુલ્હન માં થોડી વધારે દિલચસ્પી હોય છે. તેવામાં આજે અમે તમને નવી દુલ્હનનો એક એવો શાનદાર વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા બાદ તમારું દિલ ખુશ થઇ જશે.
સામાન્ય રીતે બધી યુવતીઓ પોતાના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે. તેઓ આ ખાસ દિવસની રાહ વર્ષોથી જોતી હોય છે. વળી જો વરરાજો તેમને પોતાની પસંદગીનો મળી જાય તો ઉત્સાહ થોડો વધારે હોય છે. તેઓ ખુબ જલ્દી પોતાના પ્રેમ સાથે સાત ફેરા લેવા માંગતી હોય છે. કદાચ આવું જ કંઈક હાલના દિવસોમાં વાયરલ થઇ રહેલી દુલ્હન સાથે પણ બનેલું છે.
હકીકતમાં સોશિયલ મીડિયા પર કાર ચલાવી રહેલી એક દુલ્હન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવતી દુલ્હન ના કપડા પહેરીને કાર ચલાવી રહી છે. તે દુલ્હનનાં ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. દુલ્હન પોતાના લગ્ન પહેલા જાતે જ કાર ચલાવી રહી છે. સામાન્ય રીતે લગ્નના દિવસે દુલ્હન કારમાં પાછળ બેસે છે અને કાર અન્ય કોઈ વ્યક્તિ ચલાવે છે, પરંતુ અહીં તો દુલ્હન ની ખુશી એટલી વધારે છે કે તે જાતે કાર ચલાવીને લગ્નના સમારોહમાં પહોંચવા માગે છે.
એક દિલચસ્પ વાત એ છે કે કાર ચલાવતા સમયે દુલ્હન બોલિવુડ સોંગ પર ડાન્સ અને લિપસિંક પણ કરી રહી છે. તે બોલીવુડ ફિલ્મ વિવાહ નું ગીત “મિલન કી દેરી..” પર લિપસિંક કરીને કમાલનાં એક્સપ્રેશન આપી રહી છે. આવું કરતા સમયે તે ખુબ જ ક્યુટ દેખાઈ રહી છે. દુલ્હનના ચહેરા પર ખુશી અને લગ્નનો ઉત્સાહ જોવા મળે છે.
દુલ્હનના આ અંદાજ વાળો વિડિયો સોશિયલ મીડિયા પર લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને ઇંસ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવેલ છે. આ વિડીયો ની સાથે કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, “જ્યારે દુલ્હન વિવાહ સ્થળ ઉપર પહોંચવા માટે રાહ નથી જોઇ શકતી અને જ્યારે ચીજોને જાતે કરવાનો નિર્ણય કરે છે.”
જુઓ વિડિયો
View this post on Instagram
વિડિયો ઉપર લોકો ખુબ જ દિલચસ્પ કોમેન્ટ કરી રહ્યા છે. જેમ કે એક યુઝરે લખ્યું હતું કે, “લાગે છે દુલ્હનને પોતાની પસંદગીનો વરરાજો મળી ગયો છે.” ત્યારબાદ એક યુઝરે લખ્યું હતું કે, “દુલ્હન પોતાના લગ્નને લઈને કેટલી ખુશ દેખાઇ રહી છે. હું તો મારા લગ્ન પહેલાં ખુબ જ નર્વસ અને ડરેલી હતી.” અન્ય એક કોમેન્ટ આવે છે કે, “આ દુલ્હન ની ખુશી જોઇને લાગે છે કે તેના મમ્મી-પપ્પા લવ મેરેજ માટે માની ગયા છે.” વળી એક વ્યક્તિ લખે છે કે, “મને એક વાત પસંદ આવી કે આ યુવતી પોતાના લગ્નથી ખુશ છે. તેની ઉપર કોઈપણ પ્રકારનું દબાણ નથી. દરેક વ્યક્તિએ પોતાના લગ્નમાં આવી રીતે ખુશ રહેવું જોઈએ.”