પોતાનાં મનપસંદ રંગ ની પસંદગી કરો અને જાણો તમારી અંદર છુપાયેલ ખુબી વિશે

એવું માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિના કપડા તે વ્યક્તિની ઓળખ હોય છે. જો તમે ચોખ્ખા અને કરચલી વગરના કપડાં પહેરો છો તો તમે થોડા અલગ નજર આવો છો અને વળી જો તમે ગંદા અને કરચલી વાલા કપડાં પહેરો છો, તો લોકોનો તમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી જાય છે.

એવી રીતે ઢીલા અને ચુસ્ત કપડા ની અસર પણ લોકોના વ્યક્તિત્વ ઉપર જોવા મળે છે. જેવી રીતે કપડા પહેરવાની રીત કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો જણાવે છે, એવી રીતે તમારી પસંદગીનો રંગ પણ તમારા સ્વભાવ વિશે ઘણું બધું જણાવે છે. તમે ક્યાં રંગના કપડા પહેરો છો, તેનાથી તમારા વ્યક્તિત્વ અને ચરિત્રની જાણકારી મળે છે. તો ચાલો જો તે શાસ્ત્ર અનુસાર જણાવીએ કે તમારા મનપસંદ કલરના કપડા તમારી પર્સનાલિટી વિશે શું કહે છે.

રંગની વાત કરવામાં આવે તો અમુક લોકોને કાળો તો અમુક લોકોને સફેદ તથા અમુક લોકોને અન્ય કોઈ રંગ પસંદ આવતો હોય છે. મહિલાઓની વાત કરવામાં આવે તો મોટાભાગની મહિલાઓને ગુલાબી અથવા વાદળી રંગ પસંદ હોય છે. પરંતુ બધી મહિલાઓને આ રંગ પસંદ હોતો નથી. રંગો પ્રત્યે કોઈ પણ વ્યક્તિની રુચિ થી અમુક હદ સુધી તેની માનસિકતા અને ભાવનાત્મકતા સહિત અન્ય ઘણી વાતોનું આંકલન કરી શકાય છે.

લાલ રંગ

લાલ રંગ ખુબ જ ચમકદાર માનવામાં આવે છે. તેને ખતરા નું પ્રતીક પણ માનવામાં આવે છે. જોકે આ રંગ મોટાભાગે ઓપન, મજબુત અને મિલનસાર હોવાને સાથો સાથ સ્વાર્થી સ્વભાવને પણ દર્શાવે છે. જે લોકો ને લાલ રંગ પસંદ હોય છે, તેઓ સ્વભાવથી ખુબ જ તેજ અને હંમેશા સફળ થવા માંગતા હોય છે. આવા લોકોમાં આક્રામકતા પણ હોય છે, પરંતુ તેઓ ખુબ જ જલ્દી શાંત પણ થઈ જાય છે તેમને ક્યારેય પણ નિરસતા પસંદ હોતી નથી.

ગુલાબી રંગ

ગુલાબી રંગ પસંદ કરનાર લોકો સામાન્ય રીતે વધારે રોમેન્ટિક હોય છે. મોટા ભાગે તો આ રંગ મહિલાઓ અને યુવતીઓને પસંદ હોય છે, પરંતુ જે પુરુષોને પણ આ રંગ પસંદ હોય છે, તે પોતાના સાથીની બધી જ જરૂરિયાતોને પુરી કરવાની કોશિશ કરતા હોય છે.

વાદળી રંગ

જે લોકોને વાદળી રંગના કપડાં પહેરવા પસંદ હોય છે, તેઓ સામાન્ય રીતે સતર્ક અને સખત હોય છે. આ પ્રકારના લોકો સ્વભાવથી રૂઢિવાદી હોય છે. સામાન્ય રીતે જો પરિસ્થિતિ ગંભીર હોય તો તેઓ તેનો બહાદુરીથી સામનો કરતા નજર આવે છે. જો કે તેમનામાં તાર્કિકતા પણ હોય છે. વળી વાદળી રંગને પસંદ કરનાર લોકો જવાબદાર અને વિશ્વસનીય હોય છે. વાદળી રંગ શાંતીનું પ્રતીક હોય છે, એટલા માટે આ લોકો શાંતિ પ્રિય હોય છે.

લીલો રંગ

લીલા રંગને પસંદ કરનાર લોકો પોતાની લાઈફમાં ખુબ જ એક્ટિવ હોય છે. તેઓ ઈમાનદાર અને દયાળુ પ્રવૃત્તિ ના હોય છે. તેમને એકાંતમાં રહેવું પસંદ હોય છે, પરંતુ તેઓ મિલનસાર પણ હોય છે.

પીળો રંગ

પીળો રંગ પસંદ કરનાર લોકોના સ્વભાવ વિશે જલ્દી જાણકારી મેળવી શકાતી નથી, પરંતુ તેઓ ખુબ જ મહત્વકાંક્ષી હોય છે. એક સમયે તેઓ આશાવાદી હોય છે, તો ક્યારેક ક્યારેક તેમનામાં બેજવાબદારી નો ભાવ પણ આવી જાય છે.

કાળો રંગ

કાળો રંગ પસંદ કરનાર લોકોની વાત કરવામાં આવે તો આ રંગ ઉદાસીનું પ્રતિક માનવામાં આવે છે અને જેના લીધે આ રંગને પસંદ કરનાર લોકો ઉદાસ અને ક્યારેક ક્યારેક ડિપ્રેશન થી પણ ભરેલા હોઈ શકે છે.

ચમકદાર રંગ

ચમકદાર રંગ પસંદ કરનાર લોકો થોડા રહસ્યમય હોય છે. તેઓ પોતાનાથી નાની ઉંમરના લોકો સાથે સંબંધ બનાવવામાં વિશ્વાસ રાખે છે. સામાન્ય રીતે તો તેઓ વફાદાર હોય છે, પરંતુ સ્વભાવથી થોડા કામુક પણ હોય છે.

સફેદ રંગ

સફેદ રંગ સાદગીનું પ્રતીક છે. સફેદ રંગને પસંદ કરનાર લોકો સામાન્ય રીતે માસુમ અને પવિત્ર હોય છે. તેમને દેખાડો કરવાનું પસંદ હોતું નથી. તેઓ રચનાત્મક અને દયાળુ પણ હોય છે.

સામાન્ય રીતે તો આ એક અનુમાન છે અને તમારું વ્યક્તિત્વ તેનાથી અલગ પણ હોઈ શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે તમારા સ્વભાવને વિશેષતા પણ હોઈ શકે છે. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરજો.