પોતાના પતિ થી આ ૫ વાતો છુપાવે છે મહિલાઓ, સાથે રહેવા છતાં પણ નથી જાણી શકતા પતિ

આપણા દેશમાં મોટા વિચારો વાળા લોકો ભલે ગમે તેટલા થઈ જાય પરંતુ લગ્ન એક એવો વિષય છે જ્યાં આવતાની સાથે જ બધાની વિચાર શક્તિ એક થઈ જાય છે. માતા-પિતા બાળકોના દરેક કામમાં તેમનો સાથ આપે છે, પરંતુ લગ્નના વિષયમાં મોટાભાગે ઇચ્છતા ન હોવા છતાં પણ તેમના પર પ્રેશર નાખવા લાગે છે. એવામાં ઘણી વખત લગ્ન થઈ જાય છે, પરંતુ તેમાં સમસ્યાઓ પણ આવવા લાગે છે.

લગ્ન કરવા એક યુવક અને યુવતી માટે નવો અનુભવ હોય છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વધારે પ્રેશર યુવતીઓ પર વધારે હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે યુવતીઓ પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં આવે છે એટલા માટે અમુક વાતો એવી પણ હોય છે જે પોતે પોતાના પતિને નથી કહી શકતી.

સાસુ સસરા

પરિવાર માં આવેલ નવી દુલ્હનને ફક્ત પતિની સાથે નહીં પરંતુ પોતાના સાસુ-સસરા, નણંદ અને જેઠ જેવા ઘણા લોકો સાથે તાલમેલ બેસાડવાનો હોય છે. દરેક ઘરની પરંપરા અને રહેણીકરણી ની રીત અલગ અલગ હોય છે અને યુવતીઓને આ નવા ઘર વિશે જાણકારી હોતી નથી. તેવામાં તેમનાથી કોઈને કોઈ ભૂલ જરૂર થઈ જાય છે અને ફરિયાદો ની લાઈન લાગી જાય છે. હવે તેઓ ફરિયાદ પોતાના પતિને જ કરી શકતી હોય છે, પરંતુ તેઓ પોતે જ તે ઘરના હોય છે. તેવામાં યુવતીઓ પોતાની આ પરેશાની પોતાના પતિને જણાવી શકતી નથી.

પૈસા

જ્યારે પરિવાર વધે છે તો ખર્ચો પણ વધી જાય છે અને લગ્ન બાદ જરૂરિયાતનો સામાન પણ વધી જાય છે. દરેક યુવતી પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માંગતી હોય છે, એટલા માટે તે હંમેશા પૈસાને લઇને પરેશાન નજર આવે છે. જો યુવતી કમાઈ રહી છે તો બરોબર છે, પરંતુ જો તે કમાઈ નથી રહી તો તેને દરેક વસ્તુ માટે પૈસાની જરૂરિયાત પડતી હોય છે. નવા-નવા લગ્ન માં પૈસા માંગવા પણ ખૂબ જ ખરાબ લાગે છે. તેવામાં અમુક યુવતીઓ શરમાતી રહી જાય છે અને પોતાના પતિ પાસેથી પૈસા માંગી શકતી નથી.

જુનો પ્રેમ

આપણા દેશમાં આજે પણ લગ્ન બાદ અન્ય કોઈ વ્યક્તિ વિશે વિચારવું પાપ માનવામાં આવે છે. ઘણી મહિલાઓ સાથે એવું બનતું હોય છે કે તેઓ લગ્ન તો કરી લેતી હોય છે પરંતુ તેમના મનમાં તેમનો પહેલો પ્રેમ દૂર થયો હતો નથી. તેવામાં તેઓ અંદર જ અંદર તે વાતને લઈને પરેશાન રહેતી હોય છે અને કોઈને કહી શકતી નથી. જોકે પોતાના જૂના સંબંધો વિષય પતિને પણ જણાવવું ન જોઈએ. જો આ વાતો તમને પરેશાન કરી રહી હોય તો તમારી કોઈ મિત્રને તેના વિશે જણાવવું યોગ્ય રહેશે.

સંબંધ છે જરૂરી

આજે પણ ક્યાંક ને ક્યાંક લગ્નનો ફક્ત એક જ ઉદેશ્ય નીકળીને સામે આવે છે અને તે છે શારીરિક સંબંધ બનાવવા. આપણા દેશમાં આજે પણ એવા ઘણા પુરુષો રહેલા છે જે ના સાંભળવા માંગતા નથી અને તેમને જ્યારે ઈચ્છા હોય ત્યારે સંબંધ બનાવવા માંગે છે. તેમાં ઘણી વખત મહિલાઓની ઇચ્છા ન હોવા છતાં પણ પતિ સાથે સંબંધ બનાવતી હોય છે અને ના પાડી શકતી નથી.

ઘરવાળા ની યાદ

આજના સમયમાં ભલે અવરજવર ખુબ જ સરળ બની ગઈ હોય, પરંતુ પરંપરા નામ પર અમુક યુવતીઓને આજે પણ પિયર જવા માટે ઘણા બધા સવાલોના જવાબ આપવા પડતા હોય છે. ઘણી વખત યુવતીઓ પોતાના માતા-પિતાની આર્થિક રૂપથી મદદ કરવા માંગતી હોય છે, પરંતુ તે પોતાના પતિ પાસેથી પૈસા માંગે શકતી નથી. એટલા માટે અંદર ને અંદર જ પરેશાન રહે છે.