પોતાના પર્સમાં હંમેશા રાખો આમાંથી કોઈ એક ચીજ, ક્યારેય ખાલી નહીં રહે તમારું પર્સ

Posted by

વાસ્તુશાસ્ત્ર અનુસાર અને આપણા જીવનની વચ્ચે ખુબ જ ઊંડો સંબંધ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વળી સકારાત્મક ઊર્જાથી ઘરમાં ધન વૈભવ વગેરેનું આગમન થાય છે. જીવનમાં પૈસાની અછત થી ઘણા બધા કષ્ટોનો સામનો કરવો પડે છે, તે વાત તો દરેક લોકો જાણે છે. તે સિવાય ક્યારેક ક્યારેક ખુબ જ મહેનત કરવા છતાં પણ પૈસાની અછત રહે છે. એટલા માટે પૈસા વાળી જગ્યા પર અને ઉપયોગી અને પવિત્ર ચીજો રાખવી જોઈએ નહીં.

તો ચાલો આજે અમે તમને જણાવીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ. જેથી માં લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા આપણી ઉપર જળવાઈ રહે અને આપણું પર્સ ક્યારે પણ ખાલી ન રહે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિએ પોતાના પર્સમાં માં લક્ષ્મી બેસેલી મુદ્રામાં હોય એવી તસ્વીર રાખવી જોઈએ. આવું કરવાથી તમારા પર્સમાં ક્યારેય પણ પૈસાની અછત રહેશે નહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપણે પોતાના પર્સમાં સોના અથવા ચાંદીનો સિક્કો રાખીએ છીએ તો તેનાથી પણ ધનલાભ થવાની સંભાવના રહે છે. જો કે તેને રાખતા પહેલા માં લક્ષ્મીનાં ચરણોમાં સ્પર્શ જરૂરથી કરાવો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર લાલ રંગના કાગળ પર પોતાની ઈચ્છા લખીને તેને રેશમના દોરાથી બાંધીને પર્સમાં રાખી દો. આવું કરવાથી પણ માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.

જો તમે પૈસાની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો કોઇ કિન્નરને પૈસા આપ્યા બાદ તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો પરત લઇ લો. જો કે પોતાની ખુશી થી તમને સિક્કો આપે છે તો તેને લીલા રંગના કપડામાં વીંટાળીને પોતાના પર્સમાં અથવા તિજોરીમાં રાખો. આવું કરવાથી તમારી ધન સંબંધી પરેશાનીઓ દુર થવા લાગશે.

ચોખાનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ હોય છે તે આપણે બધા જાણીએ છીએ. તેવામાં કહેવામાં આવે છે કે જો તને પર્સમાં ચપટી ચોખાનાં દાણા રાખશો તો તમારા પર્સમાંથી નકામો ખર્ચ થશે નહીં અને પૈસાની બરકત જળવાઈ રહેશે.

માન્યતાઓ અનુસાર જો તમને માતા-પિતા અથવા કોઈ વડીલ વ્યક્તિ તરફથી આશીર્વાદમાં નોટ મળેલી હોય તો તે નોટ ઉપર કેસર અને હળદરનું તિલક લગાવો અને પોતાના પર્સમાં હંમેશા રાખવું જોઈએ. કહેવામાં આવે છે કે વડીલોના આશીર્વાદથી તમારુ પર્સ ક્યારેય પણ ખાલી રહેશે નહીં.

પોતાના પર્સમાં પૈસાની સાથે સાથે કોડી અથવા ગોમતીચક્ર પણ રાખવું ફળદાયી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જો કોડી અથવા ગોમતીચક્ર વ્યક્તિ રાખે છે, તો તેને અવશ્ય ધનલાભ થાય છે.

પોતાના પર્સમાં માં લક્ષ્મી સાથે સંબંધિત ગોમતીચક્ર, કોડી, કમળ ગટ્ટા, ચાંદીના સિક્કા વગેરે રાખી શકો છો. તેમાંથી કોઈપણ ચીજ પર્સમાં રાખતા પહેલા થોડા સમય માટે માં લક્ષ્મીનાં ચરણોમાં રાખો. આવું કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી રહેશે નહીં.

વળી એક વિશેષ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં ક્યારેય પણ નકામા કાગળ, ફાટેલી નોટ, બ્લેડ અથવા નિધન પામેલ વ્યક્તિનો ફોટો રાખવો જોઈએ નહીં, નહીંતર માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તેનાથી ધનનો અભાવ થવા લાગે છે.

વળી છેલ્લે એક વિશેષ વાત તમને જણાવી દઈએ કે પોતાના પર્સમાં પીપળાનું પાન પણ રાખી શકો છો. માન્યતા છે કે તેને પર્સમાં રાખવાથી ધન વર્ષા થવા લાગે છે. ધર્મ ગ્રંથો અનુસાર પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, એટલા માટે પીપળાનાં પાનને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લો. હવે તેની ઉપર કેસરથી “શ્રીરામ” લખો અને તેને પોતાના પર્સમાં એવી જગ્યાએ રાખો, જ્યાં કોઈની નજર ન જાય. સાથોસાથ નિયમિત અંતરાલ બાદ આ પાન બદલતા રહો. આવું કરવાથી તમને ખુબ જ વધારે ફાયદો થશે. પરંતુ ધ્યાન રાખવાનું કે પર્સ ચામડા નું ન હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *