પોતાના પુત્ર ભરત માટે નહીં પરંતુ આ કારણથી કૈકયી એ શ્રીરામ માટે વનવાસ માંગ્યો હતો, રામાયણ બધાએ જોયેલી હશે પણ સાચું કારણ મોટાભાગનાં લોકો જાણતા જ નથી

Posted by

કૈકયી દ્વારા રાજા દશરથ પાસે ભગવાન રામના વનવાસ નું વરદાન માંગવા પાછળ કારણ શું હતું શું? શું તે મંથરા ની વાતમાં આવી ગઈ હતી કે પછી પોતાના પુત્ર ભરતને રાજગાદી સોંપવામાં આવતી હતી? રાજા દશરથને ત્રણ રાણીઓ માં કૈકયી તેમને સૌથી વધારે પ્રિય હતી. તેમણે જ રાજા દશરથ પાસે ભગવાન રામ માટે ૧૪ વર્ષનો વનવાસ માંગ્યો હતો. એ જ કારણ છે કે લોકો કૈકયી ને નકારાત્મક રૂપમાં જુએ છે, પરંતુ કૈકયી દ્વારા રાજા દશરથ પાસે ભગવાન રામના વનવાસ નું વરદાન માંગવા પાછળ કારણ શું હતું? આ સવાલનો સાચો જવાબ આજે અમે તમને જણાવીશું.

એક વખત દેવો અને અસુરો ના સંગ્રામમાં દેવરાજ ઈન્દ્ર રાજા દશરથ પાસે મદદ માંગી હતી. તે સમયે રાજા દશરથ ની સાથે રાણી કૈકયી પણ તેમની સારથી બનીને ગઈ હતી. યુદ્ધ ભુમિમાં રાણી કૈકયી એ રાજા દશરથના પ્રાણની રક્ષા કરી હતી. જેનાથી ખુશ થઈને રાજા દશરથે કૈકયી ને બે વરદાન માંગવા માટે કહ્યું હતું, પરંતુ કૈકયી એ કહ્યું હતું કે તે સમય આવવા પર વરદાન માંગશે.

આગળ ચાલીને કૈકયી એ પોતાના બંને વરદાન દશરથ પાસેથી માંગ્યા, જેમાં એક શ્રીરામ ના વનવાસ સાથે જોડાયું હતું, જ્યારે બીજું તેમના પુત્ર ભરતને ગાદી ઉપર બેસાડવાનું હતું. પરંતુ આવું વરદાન કૈકયી માંગી શકે નહીં. કારણ કે હકીકતમાં રાજા દશરથ ની રાની કૈકયી રાજા અશ્વપતિ ની દીકરી હતી. રાજા અશ્વપતિ નાં રાજપુરોહિત શ્રવણ કુમાર નાં પિતા રત્નઋષિ હતા. કૈકયી એ વેદ શાસ્ત્રો ની શિક્ષા રત્નઋષિ પાસેથી લીધી હતી. તેમણે કૈકયી ને જણાવ્યું હતું કે રાજા દશરથ નું કોઈ સંતાન રાજ ગાદી ઉપર બેસી શકશે નહીં. સાથોસાથ તેમણે જ્યોતિષ ગણનાના આધાર ઉપર એવું પણ જણાવ્યું હતું કે દશરથ નાં મૃત્યુ બાદ જો ૧૪ વર્ષ દરમ્યાન કોઇ સંતાન ગાદી ઉપર બેસશે, તો રઘુવંશ નો નાશ થઈ જશે.

શ્રવણ કુમાર નાં મૃત્યુ રાજા દશરથના હાથે બાણ લાગવાથી થયા હતા. ત્યારબાદ શ્રવણ કુમાર નાં માતા-પિતા એ રાજા દશરથને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે તેઓ પુત્ર યોગમાં મૃત્યુ પામી રહ્યા છે, એવી જ રીતે રાજા દશરથ મૃત્યુ પણ પુત્ર યોગમાં થશે. કૈકયી ને આ વાત વિશે જાણ હતી. રામ દશરથ નાં સૌથી મોટા પુત્ર હતા. રાજા દશરથ મૃત્યુ પુત્ર વિયોગ માં થવાનું હતું, તેનો મતલબ હતો કે રામ નું મૃત્યુ.

કૈકયી રામ ને ખુબ જ પ્રેમ કરતી હતી અને તેને ખોવા માગતી ન હતી, એટલા માટે તેમણે રામ માટે ૧૪ વર્ષનો વનવાસ માંગી લીધો. કૈકયી એવું પણ ઇચ્છતી ન હતી કે રામ રઘુવંશનાં નાશનું કારણ બને અને તેમને વરદાન માગ્યું કે ભરતને રાજ્ય આપવામાં આવે. પ્રભુ શ્રીરામે ક્યારેય પણ માતા કૈકયી ને અયોગ્ય કહેલ ન હતું. સાથોસાથ જ્યારે ભારતે પોતાની માતાને કડવા વેણ કહ્યાં તો પ્રભુ શ્રીરામે તેમને અટકાવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *