પોતાના થી મોટી ઉંમરની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરી ચુક્યા છે આ ૧૦ અભિનેતાઓ, નંબર ૩ તો ૧૮ વર્ષ મોટી અભિનેત્રી સાથે ઈશ્ક લડાવી ચુક્યા છે

Posted by

શાહિદ કપુરનાં ભાઇ ઇશાન ક્ટ્ટરની આવનાર ફિલ્મ “અ સુટેબલ બોય્ઝ” ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચુકેલી છે. ફિલ્મમાં જોવા મળે છે કે ૨૪ વર્ષના અભિનેતા ઇશાન પોતાનાથી બે ગણી ઉંમરની ૪૯ વર્ષની અભિનેત્રી તબુ જોડે રોમાંસ કરે છે. તમને જણાવી દઈએ કે “સુટેબલ બોય” ચાર પરિવાર ની વાર્તા છે, જે સમાજના નિયમોને બદલે છે. જો કે ઇન્ડસ્ટ્રીમાં આ પહેલીવાર નથી થયુ કે જ્યારે કોઈ અભિનેતાએ પોતાનાથી મોટી ઉંમરની અભિનેત્રી સાથે રોમાંસ કર્યો હોય. આ પહેલા પણ કેટલાક અભિનેતા આવું કરી ચૂક્યા છે. આજે અમે આ આર્ટીકલમાં એજ અભિનેતાની વાત કરવા જઈ રહ્યા છે.

રણવીર કપુર – એશ્વર્યા રાય બચ્ચન

વર્ષ ૨૦૧૬માં મોટા પડદા પર રિલીઝ થયેલી ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ” માં અભિનેતા રણવીર કપુર અને તેનાથી ૯ વર્ષ મોટી એશ્વર્યા રાય બચ્ચન સાથે રોમાન્સ કર્યો હતો. તમને જણાવી દઈએ કે બંનેએ ખાલી રોમાન્સ જ નહીં પણ રોમેન્ટિક સીન પણ કર્યા હતા.

અર્જુન કપુર – કરીના કપુર

“કી અને કા” માં આ એક સાથે કામ કરી ચૂકેલા અર્જુન કપુર અને કરીના કપુર પણ આ ફિલ્મમાં કેટલાક સિનમાં રોમેન્સ કર્યો છે. તમને જાણવામાં આશ્ચર્ય થશે કે કરીના અને અર્જુનની ઉંમરમાં પણ ૪ વર્ષનો ફર્ક છે. જી હાં, કરીના કપુર અર્જુન થી ૪ વર્ષ મોટી છે.

અક્ષય ખન્ના – ડિમ્પલ કાપડિયા

અભિનેતા અક્ષય ખન્નાની ફિલ્મ “દિલ ચાહતા હૈ” માં પોતાનાથી ૧૮ વર્ષ મોટી ડિમ્પલ કાપડિયા સાથે રોમાન્સ કર્યો હતો. આ ફિલ્મમાં અક્ષય અને ડિમ્પલનો ક્યુટ પ્રેમ આજે પણ દર્શકોને યાદ છે.

અક્ષય કુમાર – રેખા

સુપરહીટ ફિલ્મ “ખિલાડીઓ કે ખિલાડી”માં અક્ષય કુમાર અભિનેત્રી રેખા જોડે રોમાન્સ કરતાં જોવા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે રેખા અક્ષય કુમાર થી ઉંમરમાં ૧૩ વર્ષ મોટી છે. બંને વચ્ચે બતાવેલો આ લવ સિન આજે પણ દર્શકોને યાદ છે.

અક્ષય ખન્ના- માધુરી દીક્ષિત

અક્ષય ખન્ના એ ફિલ્મ “મોહબ્બત” માં માધુરી દીક્ષિત સાથે રોમાન્સ કર્યો હતો. જે ઉંમર માં તેનાથી ૮ વર્ષ મોટી છે.

અલી ફઝલ – વિદ્યા બાલન

બોલિવૂડની મશહૂર અભિનેત્રી વિદ્યા બાલન પણ આ લિસ્ટમાં છે. જેમણે પોતાના થી ૯ વર્ષ નાના અલી ફઝલ ની સાથે રોમાન્સ કર્યો હતો. આ જોડી ફિલ્મ “બોબી જાસૂસ” માં જોવા મળી હતી. કૉ જે આ ફિલ્મ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી પણ અલી ફઝલ અને વિદ્યા બાલનની આ જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

વરુણ ધવન – નરગીસ ફખરી

યંગ જનરેશન સમયનાં સૌથી વધારે મનપસંદ હીરો વરુણ ધવનને પણ પોતાના થી ૭ વર્ષે મોટી નરગીસ ફાખરી સાથે ફિલ્મ “મે તેરા હીરો”માં રોમાન્સ કર્યો હતો અને ફિલ્મ ના રોમેન્ટિક સીન્સ લોકોએ ઘણા પસંદ કર્યા હતા.

કરણસિંહ – બિપાશા બાસુ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી વધારે હોટ જોડી કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બસુએ ભલે લગ્ન કરી લીધા હોય, પરંતુ લગ્ન પહેલા પણ બંને મોટા પડદા પર બરાબર રોમાન્સ કરી ચૂક્યા છે. ફિલ્મ “અલોન” માં બંનેના રોમેન્ટિક સિન આજે પણ લોકોને યાદ છે. તમને જણાવીએ કે બિપાશા બસુ કરણ સિંહ ગ્રોવર થી ૩ વર્ષ મોટી છે.

રણવીર કપુર – બિપાશા

રણવીર કપુર સ્ટારર ફિલ્મ “બચના એ હસીનો” આ ફિલ્મ તો યાદ જ હશે તમને. આ ફિલ્મમાં રણવીરે પોતાનાથી ૪ વર્ષ મોટી બિપાશા સાથે પણ રોમાન્સ કર્યો હતો.

સૈફ અલી ખાન – માધુરી દીક્ષિત

સૈફ અલી ખાને પણ ફિલ્મ “આરઝુ” માં પોતાનાથી ૩ વર્ષ મોટી માધુરી દીક્ષિતની સાથે પ્રેમ-મોહબ્બતનાં સુંદર ગીત ગાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *