અવારનવાર આપણે પોતાના લાઈફની કોઈને કોઈ ભૂલને કારણે આપણે પસ્તાવું પડે છે. પછી તે પર્સનલ હોય કે પ્રોફેશનલ, પરંતુ પસ્તાવો તો દરેક વ્યક્તિને થતો હોય છે. હવે વાત ફિલ્મી સિતારાઓની કરવામાં આવે તો બોલિવુડ સિતારા એવા પણ છે જેમની કોઈને કોઈ ભૂલને કારણે તેમની કારકિર્દી ખરાબ થઈ ગઈ, તેમાંથી અમુકને પોતાની ભૂલ સુધારવા અવસર પ્રાપ્ત થયો જ્યારે અમુક બરબાદ થઈ ગયા. એક જમાનામાં જે સિતારાઓ ખૂબ જ પોપ્યુલર હતા, આજે તેમનું નામ આ લિસ્ટમાં સામેલ છે.
પોતાની ભૂલને કારણે બરબાદ થયા બોલિવુડ સિતારા
બોલિવૂડના સિતારાઓની પોતાના સમયમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી, પરંતુ સમયની સાથે તેઓ અમુક એવી ભૂલો કરી દીધી જેના કારણે તેમની ફિલ્મી કારકિર્દી ખૂબ જ ખરાબ થઈ ગઈ. આ લિસ્ટમાં તમારા ફેવરિટ સિતારા છે કે નહીં તે જરૂરથી જુઓ.
બોબી દેઓલ
બરસાત થી પોતાની કારકિર્દીની સુપરહિટ શરૂઆત કરનાર બોબી દેઓલની કારકિર્દી હવે બિલકુલ ખતમ થઈ ગઈ છે. ઘણા વર્ષો બાદ તેમણે હાઉસફુલ-૪ અને રેસ-૩ માં કમબેક કર્યું હતું, પરંતુ દર્શકોએ તેમને નકારી દીધા. બોબી દેઓલે ગુપ્ત, અજનબી, બાદલ, ક્રાંતિ, હમરાજ, યમલા પગલા દીવાના, બિચ્છુ અને સોલ્જર જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
સંજય દત્ત
બોલિવૂડના સંજુબાબા એ પણ વાસ્તવ, રોકી, સાજન, સડક, નામ, મુન્નાભાઈ એમબીબીએસ, પીકે, લગે રહો મુન્નાભાઈ, હસીના માન જાયેગી જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ બાદમાં ૩ વર્ષ જેલમાં રહેવા દરમિયાન તેમની કારકિર્દીનો ગ્રાફ નીચે ચાલ્યો ગયો. જોકે આ દરમિયાન તેમણે ધમાલ અને ટોટલ ધમાલ જેવી સુપરહિટ ફિલ્મો આવી, પરંતુ તેનાથી પણ તેમના કારકિર્દીનો ગ્રાફ ઉપર આવ્યો નહીં.
ગોવિંદા
૮૦ અને ૯૦ના દશકમાં ગોવિંદાએ ખુદ્દાર, દુલ્હેરાજા, કુલી નંબર-૧, સ્વર્ગ, જોરુ કા ગુલામ, રાજા બાબુ, આંખે, આગ, કુવારા, હિરો નંબર-૧, મહારાજા, હદ કરદી આપને, દુલારા, બનારસી બાબુ, હથકડી, આંટી નંબર-૧ સાજન ચલે સસુરાલ જેવી ફિલ્મો આપી, પરંતુ વર્ષ ૨૦૦૦ બાદ ગોવિંદાએ અમુક ફિલ્મોમાં કામ કર્યું અને ત્યારબાદ તેમની ફક્ત પાર્ટનર ફિલ્મ ચાલી પરંતુ તેમ છતાં પણ તેમની કારકિર્દી ડાઉન થઈ ગઈ.
ભાગ્યશ્રી
વર્ષ ૧૯૮૯માં સલમાન ખાનની સાથે ફિલ્મ “મેને પ્યાર કિયા” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા વાળી ભાગ્યશ્રીની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. ત્યારબાદ તેમને ઘણી ફિલ્મ ઓફર કરવામાં આવી, પરંતુ ભાગ્યશ્રીએ વર્ષ ૧૯૯૦માં પોતાના બોયફ્રેન્ડ હિમાલય સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોમાં આવવા માટે તેમની શરત રહેતી હતી કે તેમના હીરો તેમના પતિ રહેશે. એક-બે ફિલ્મો તો ફિલ્મ મેકર્સે બનાવી પરંતુ તે ફ્લોપ થઈ ગઈ અને ભાગ્યશ્રીને ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ.
સની દેઓલ
૯૦ના દશકમાં સની દેઓલ ઘણી જ સુપરહિટ ફિલ્મો આપી. તે સમયમાં સૌથી મોંઘા સિતારા માં એક હતા અને એક ફિલ્મો માટે ૮૦ લાખ રૂપિયા લેતા હતા. તેમણે ગદર એક પ્રેમ કથા, ઇન્ડિયન, જીત, ઘાયલ, ઘાતક, જિદ્દી, અર્જુન પંડિત, બેતાબ, ડર, દામિની, નિગાહે, બિગ બ્રધર, યમલા પગલા દીવાના, ધ હીરો, ત્રિદેવ, વિશ્વાત્મા જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ છેલ્લી અમુક ફિલ્મો ફ્લોપ થઈ અને તેના કારણે તેમની કારકિર્દી નીચે આવતી ગઈ.