આવનારો સમય ઈલેક્ટ્રીક ટ્રાન્સપોર્ટનો રહેવાનો છે. કારણ કે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અને તેના સીમિત ભંડાર પણ છે. એટલા માટે સરકારની સાથોસાથ કંપનીઓ પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. હવે ભારતમાં એક એવી કીટ નું સંશોધન કરવામાં આવેલ છે, જે જુની સ્પ્લેન્ડર બાઈક ને ઈલેક્ટ્રીક સ્પ્લેન્ડર બાઈક માં બદલી આપશે. આ ડિવાઈસમાં ખર્ચ ઓછો છે, પરંતુ પૈસાની બચત વધારે છે.
હીરો સ્પ્લેન્ડર માટે ઈલેક્ટ્રીક કીટ
તમને જણાવી દઈએ કે દિલ્હી એનસીઆર જેવા હાઈપ્રોફાઈલ શહેરોમાં ધીરે ધીરે જુના પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાના શરૂ થઈ ગયા છે. જોકે સરકાર તમારા જુના વાહનને ઈલેક્ટ્રીક માં પરિવર્તન કરવાનો વિકલ્પ આપી રહી છે. ઇલેક્ટ્રિક કીટ બનાવવા વાળી કંપની GoGoA1 નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નાં દિશા નિર્દેશો અનુસાર કામ કરીને દેશની સૌથી લોકપ્રિય બાઇક હીરો સ્પલેંડર માટે ઈલેક્ટ્રીક કીટ નું નિર્માણ કરી રહી છે.
કન્વર્ઝન માં આટલો ખર્ચ થશે
મહારાષ્ટ્ર સ્થિત આ કંપની અનુસાર સ્પ્લેન્ડર ને ઈલેક્ટ્રીક વાહનમાં બદલવા માટે ૩૫ હજાર રૂપિયાનો ખર્ચ આવશે. વળી આ કીટ ની સાથે ઈલેક્ટ્રીક સ્પલેંડર સિંગલ ચાર્જમાં લગભગ ૧૫૧ કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ કંપની મોટર સાયકલ માટે એક આરટીઓ સ્વીકૃત ઈલેક્ટ્રીક કન્વર્ઝન કીટ પ્રદાન કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેની માંગમાં અંદાજે ૬૦ ટકાની વૃદ્ધિ થઈ છે.
કંપનીની ૫૦ થી વધારે ફ્રેન્ચાઇઝી
GoGoA1 કંપની વર્તમાનમાં પેટ્રોલથી ચાલવાવાળા ટુ-વ્હીલર, થ્રી- વ્હીલર અને ફોર- વ્હીલર વાહનોની બેટરી બનાવવા પર કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કંપની ની ૫૦થી વધારે રજીસ્ટર ફ્રેન્ચાઇઝી છે. ફ્રેન્ચાઇઝી લેવા વાળા માલિકોને ઈલેક્ટ્રીક કીટ ની સ્થાપના અને બેટરી ની અદલા બદલી કરવા જેવા વિકલ્પ આપવામાં આવે છે.
કન્વર્ઝન કિટ ની માંગમાં ખુબ જ ઝડપથી વધારો થયેલો છે. લોકો પોતાના વાહનો ઈલેક્ટ્રીક માં બદલવા માટે ખુબ જ રુચિ બતાવી રહ્યા છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી લોકોને મોંઘા પેટ્રોલ-ડીઝલ ખરીદવામાં થી છુટકારો મળે છે, તો બીજી તરફ વાયુ પ્રદુષણની સમસ્યામાં પણ રાહત મળે છે.