પોતાની માં અમૃતા સિંહની આ મોટી શરત બાદ જ ફિલ્મોમાં પગલાં રાખી શકી હતી અભિનેત્રી સારા અલી ખાન

Posted by

ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા કલાકારોનાં બાળકો પણ આગળ જઈને પોતાના માતા-પિતાની જેમ જ આ ગ્લેમર દુનિયાની ઝાકઝમાળને પસંદ કરે છે. પરંતુ ઘણા બધા એવા સ્ટારકિડ્સ હોય છે જે પોતાનો રસ્તો જાતે નક્કી કરીને કોઈ અલગ ફિલ્ડમાં ચાલ્યા જાય છે. પરંતુ આજે અમે બોલીવુડની એક એવી જ જાણીતી એક્ટ્રેસની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના જન્મ પછી થી લોકોના દિલમાં પોતાની એક મોટી ઓળખાણ બનાવી હતી અને બધા તેમની ફિલ્મમાં આવવા માટે આતુરતાથી રાહ જોતા હતા.

હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની ઉભરતી એક્ટ્રેસ સારા અલી ખાનની, જેણે હાલમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જણાવી દઇએ કે પટોડી પરિવારમાં જન્મેલી સારા અલી ખાન જન્મ પછી એક મોટી સેલિબ્રિટી બની ગઈ હતી.  આજે પણ તેમની બાળપણની ઘણી ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી રહે છે. વર્ષ ૧૯૯૫માં માયાનગરી મુંબઈમાં જન્મેલી અભિનેત્રી સારા અલીએ ઘણી નાની ઉંમરમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના પગલાં રાખી દીધા અને આજે તે પોતાના માતા-પિતાની જેમ એક સફળ અભિનેત્રી છે.

તે વાતથી કોઈ અજાણ નથી કે સારા અલી ખાન બોલીવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી છે. આજે ભલે અમૃતા સિંહ અને સૈફ અલી ખાન છુટાછેડા લઈને અલગ રહેતા હોય પરંતુ બૉલીવુડ ફિલ્મોમાં પગલાં રાખતા પહેલા સારા અલી ખાનને પોતાના માતા-પિતા ની શરતો માનવી પડી હતી. જી હા, ઘણા ઓછા લોકો આ વાતને જાણે છે કે બોલીવુડ ફિલ્મમાં કામ કરવા માટે સારા અલી ખાનને પોતાના માતા-પિતાની ઘણી શરતો માનવી પડી હતી.

જેમકે તમે જાણો છો કે સારા અલી ખાનનાં માતા-પિતા પણ બોલીવુડ ઈન્ડસ્ટ્રીનાં જાણીતા કલાકાર રહી ચુક્યા છે. તેમની માતા અમૃતા સિંહ ઘણા લાંબા સમયથી ફિલ્મોમાં નજર નથી આવતી, પરંતુ તેમના પિતા સૈફ અલી ખાન આજે પણ વેબ સીરીઝ અને ફિલ્મોમાં નજર આવે છે. તેમના પિતા એવું ઇચ્છતા કે તેમની દિકરી સારા ફિલ્મમાં પગલાં રાખવા પહેલા પોતાનો અભ્યાસ પુરો કરી લે અને ત્યારબાદ જ ફિલ્મોની તરફ પોતાના પગલાં આગળ વધારે.

રિપોર્ટ પ્રમાણે તો સૈફ અલી ખાન સાથે અભિનેત્રી અમૃતા સિંહે પણ પોતાની દિકરી સારા સામે એક શરત રાખી હતી. જેનું પણ તેણે પાલન કરવા પડ્યું. અમૃતા ઈચ્છતી હતી કે તેમની દીકરી ફિલ્મ દરમિયાન બિકીની પહેરે. જ્યારે પોતાના વિશે સારા અલી ખાન ઘણી વખત કહી ચુકી છે કે તે બાળપણમાં ઘણી વધારે મસ્તીખોર હતી. એજ કારણ રહ્યું છે કે તેમને ઘણી વાર સ્કુલમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવી.

આજે તેમના પિતા સૈફ અલી ખાન બોલીવુડ અભિનેત્રી કરિના કપુર સાથે બીજા લગ્ન કરી ચુક્યા છે, પરંતુ તેમ છતાં પણ પોતાની સાવકી માતા કરીના કપુર સાથે તેમની સારી બોન્ડિંગ છે અને તે હંમેશા પટોડી ફેમિલીને મળવા જાય છે. એટલું જ નહીં તે પોતાના બંને નાના ભાઈને પણ ખુબ જ પસંદ કરે છે. વચ્ચે તેમની ફોટો પણ વાયરલ થઇ હતી, જેમાં તે કરીના કપુરનાં નાના દિકરા જેહ સાથે દેખાઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *