મનુષ્યએ ક્રુરતા ની પણ હદ વટાવી : પોતાની મજા માટે કુતરા સાથે કરી ક્રુરતા, લોખંડની સાંકળી થી બાંધીને તેની સાથે કર્યું એવું કામ કે વિડીયો જોઈને તમે પણ લાલ-પીળા થઈ જશો

Posted by

દેશભરમાં ૧૮ માર્ચનાં રોજ ધુમધામથી હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોએ રંગોથી હોળી ની ખુબ જ મજા માણી હતી. ઘણા લોકોએ ગુલાલ તો ઘણા લોકોએ પાણી અને રંગોથી હોળી રમી હતી. તેની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમે પણ ગુસ્સાથી લાલ થઈ જશો. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની મજા માટે એક કુતરાની સાથે ક્રુરતા કરતો જોવા મળી રહ્યો છે.

Advertisement

કુતરાની સાથે ક્રુરતા નો વિડીયો વાયરલ

વિડિયો ઉત્તરાખંડના દહેરાદુન નો જણાવવામાં આવેલ છે. તેમાં યુવકોની એક ટોળી હોળી રમતી નજર આવી રહી છે. તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ દિવાલ ઉપર લોખંડની સાંકળથી કુતરાને બાંધીને તેના મોઢા ઉપર સતત રંગ ફેંકી રહેલ છે. યુવક પોતાની મોજ મસ્તી માટે બિચારા જાનવર ઉપર જુલમ કરતો જોવા મળી રહ્યો છે. તે સતત કુતરાનાં ચહેરા પર રંગ ફેંકતો નજર આવી રહ્યો છે. આ દરમિયાન લાચાર કુતરો સતત બેસી રહ્યો છે.

આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ યુઝર ખુબ જ ભડકી ગયા છે. વિડિયોમાં તમને એક સફેદ રંગનો કુતરો જોવા મળી રહ્યો હશે. જે રંગ ફેંકવાના વિરોધમાં જોર જોરથી ભસી રહ્યો છે. જો કે તેમ છતાં પણ યુવકનું દિલ પીગળતું નથી. યુવક પોતાની મુઠ્ઠીમાં ભરીને જાનવરનાં મોઢા ઉપર ગુલાલ ફેંકી રહ્યો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ છે.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Ted The Stoner (@tedthestoner)

વીડિયો સામે આવ્યા બાદ ખુબ જ હંગામો થયો

વિડિયો વાઇરલ થવા પર જ્યારે યુવકોને ટ્રોલ કરવામાં આવ્યો, તો તેણે જાનવરની સાથે ક્રુરતા કરવા માટે માફી માગી છે. આ વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર ગુસ્સાવાળા કોમેન્ટ કરી રહ્યા છે. અમુક લોકો તો કહી રહ્યા છે કે ૨૦૨૨ માં રહેતા હોવા છતાં પણ આપણે જાણી શક્યા નથી કે જાનવરોને પરેશાન કરવા કોઈ મજાક મસ્તી નું કામ નથી. મોટાભાગના લોકો યુવક પર ભડકેલા જોવા મળ્યા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published.