હિન્દુ શાસ્ત્રમાં લગ્ન એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ અગ્નિના સાત ફેરા લઈને એક પવિત્ર સંબંધમાં બંધાઈ જાય છે. આ સંબંધની વચ્ચે શારીરિક સંબંધથી વધારે આત્મિક સંબંધ હોય છે. આ સંબંધને ખુબ જ પવિત્ર માનવામાં આવેલ છે. જોકે આજના સમયમાં ઘણો બધો બદલાવ આવી ગયેલ છે. ઇન્ટરનેટ અને ફોનના જમાનામાં સંબંધોમાં ક્યાંક ને ક્યાંક બદલાવ જોવા મળેલ છે. આજના સમયમાં પોતાની પત્ની હોવા છતાં પણ પુરુષ સરળતાથી બીજી સ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે. પોતાની પત્નીને બદલે પુરુષ પરસ્ત્રી સાથે સંબંધ રાખી બેસે છે. પરંતુ શું પરિસ્થિતિ સાથે સંબંધ બનાવવા પાપ હોય છે? અને એવું શા માટે થાય છે કે પોતાની પત્ની હોવા છતાં પણ પુરુષ ને પરસ્ત્રી વધારે પસંદ આવે છે.
ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના લગભગ દરેક દેશમાં પુરુષ પોતાની પત્નીને છોડીને પરસ્ત્રી તરફ વધારે આકર્ષિત થતા હોય છે. લગ્ન બાદ બીજી સ્ત્રી તરફ આકર્ષિત થવું પુરુષોની આદતમાં સામેલ હોય છે. તેવામાં એક સવાલ બધાના મનમાં ઊઠે છે કે આખરે પુરુષ પરસ્ત્રી તરફ શા માટે સૌથી વધારે આકર્ષિત થાય છે.
કોઈના પ્રત્યે આકર્ષણ હોવું એક અલગ ચીજ છે, પરંતુ તે આકર્ષણને લીધે પોતાના દાંપત્યજીવનને બરબાદ કરવું બિલકુલ ખોટું છે. તેવામાં તે જાણવું એટલું જ જરૂરી છે કે આખરે આવી પરિસ્થિતિ શા માટે આવે છે? એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. પરંતુ જો સમય રહેતા તે કારણોને જાણી લેવામાં આવે તો આ મુસીબતમાંથી છુટકારો મેળવી શકાય છે.
પરસ્ત્રી સાથે સંબંધ રાખવાથી શું પાપ લાગે છે
કોઈપણ પુરુષ ની પોતાની પત્ની હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા પાપ હોય છે. ઘણા પુરુષો એવા હોય છે જે સારા અને ખરાબ કર્મો વિશે વિચારતા નથી અને પરસ્ત્રી સાથે સંબંધ રાખતા હોય છે. પરંતુ આવું કરીને તમે પોતાની પત્નીને દગો આપો છો. આવું કરવું બિલકુલ અયોગ્ય માનવામાં આવે છે. તમે પોતાની પત્ની સાથે અગ્નિની સામે સાત ફેરા લેતા સમયે સાત વચન આપેલા હોય છે. તેવામાં આ વચનનું પાલન ન કરવાથી પાપ લાગે છે.
માનવામાં આવે છે કે તમને તેની સજા આ જન્મમાં ભલે ન મળે, પરંતુ સમય આવવા પર તેની સજા અવશ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે જે પુરુષ પરસ્ત્રી સાથે સંબંધ રાખે છે તેને જયંતી નામક નર્કમાં ફેંકી દેવામાં આવે છે, જ્યાં તેને પોતાના પાપની સજા મળે છે. યમલોકમાં સળગતા લોખંડ સાથે પુરુષને આલિંગન કરાવવામાં આવે છે.
નાની ઉંમરમાં લગ્ન થઈ જવાને લીધે
ઘરવાળા અને સમાજને લીધે અમુક લોકોના લગ્ન ખુબ જ નાની ઉંમરમાં થઈ જતા હોય છે. નોકરી મળેલી ન હોય અને લગ્ન કરાવી દેવામાં આવે છે. તેવામાં લોકો જ્યારે જીવનમાં આગળ વધે છે તો તેમને એવું લાગે છે કે તેમણે પોતાના જીવનમાં ઘણું બધું ગુમાવી દીધું છે. તેવામાં તેઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ પગલાં વધારે છે. આ અહેસાસ તેમને અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષિત કરે છે.
શારીરિક સંતુષ્ટી ન મળવી
આ એક્સ્ટ્રા મેરિટલ અફેરનું સૌથી મહત્વનું કારણ માનવામાં આવે છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ નથી તો તેઓ તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ તરફ આકર્ષિત થાય તેની સંભાવના ખુબ જ વધી જાય છે.
વધારાના સંબંધોમાં ભરોસો હોવો
અમુક લોકો એવા હોય છે જેમને વધારાના સંબંધોને લઈને ઉત્સુકતા હોય છે. આવા લોકો પોતાના પાર્ટનરની સાથે સંતુષ્ટ હોવા છતાં પણ બીજાની સાથે સંબંધ બનાવવા માટે આતુર રહેતા હોય છે. એક તરફ જ્યાં વૈવાહિક સંબંધને સફળ જાળવી રાખવા માટે શારીરિક સંબંધ હોવા ખુબ જ જરૂરી છે. તેવામાં અમુક લોકો એવા હોય છે જેઓ વધારાના સંબંધને લઈને ઉત્સુક રહેતા હોય છે.
અચાનક થી મોહભંગ થઈ જવો
જોકે આવું ખુબ જ ઓછું થતું હોય છે, પરંતુ જ્યાં કોઈ સંબંધમાં તુલના નો ભાવ આવે છે ત્યાં સંબંધો વિખેરાઈ જવા લાગે છે. અચાનક થી કોઈ વ્યક્તિ તમને સુંદર દેખાવા લાગે છે અને તમારો પોતાનો જીવનસાથી તમને પસંદ આવતો નથી. તેના બધા ગુણ તમારા માટે અવગુણ બની જાય છે અને બીજાની દરેક નાની મોટી વાતોમાં તમને ખુબી દેખાવા લાગે છે.
બાળકો થઈ ગયા બાદ
જ્યારે કોઈ કપલ માં-બાપ બને છે તો તેમનું જીવન સંપુર્ણ રીતે બદલાઈ જાય છે. તેમની પ્રાથમિકતાઓ બદલી જાય છે અને ઘણી વખત રહેણીકરણીની રીત પણ બદલી જાય છે. અચાનક આવી સ્થિતિમાં પુરુષો નો પોતાની પત્ની સાથે મોહભંગ થઈ જાય છે. કારણ કે તેમની પત્ની પોતાનો મોટાભાગનો સમય બાળકોને સાથે પસાર કરવા લાગે છે. તેવામાં ઘણી વખત પુરુષોનું મન પોતાની પત્નીથી હટી જાય છે અને બીજી સ્ત્રી તેમના જીવનમાં આવી જાય છે.