બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં આજકાલ આલિયા ભટ્ટને ખુબ જ સુંદર અભિનેત્રીઓ માનવામાં આવે છે. એટલું જ નહીં તે ખુબ જ જલ્દી રણબીર કપુર સાથે લગ્ન કર્યા બાદ કપુર પરિવારની વહુ પણ બનવા જઈ રહી છે. બંનેની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવે છે અને પાછલા ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પોતાની લવ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. વળી આલિયા ભટ્ટ લઈને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે કપુર પરિવારની સુંદર વહુઓ માંથી એક છે.
પરંતુ આજે અમે તમને વધુ એક કપુર પરિવારની વહુ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે પોતાની સુંદરતાથી આલિયા ભટ્ટને પણ જોરદાર ટક્કર આપે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ કરીના, કરિશ્મા અને રણબીર કપુરનાં કઝીન બ્રધર અને આદર જૈનની ભાવિ પત્ની એટલી સુંદર છે કે તે પોતાની સુંદરતાથી આલિયા ભટ્ટને પણ જોરદાર ટક્કર આપે છે. હકીકતમાં થોડા સમય પહેલાં આદર જૈન અને તારા સુતરિયા એ પોતાના રિલેશન વિશે બધાને જણાવ્યું હતું.
કપુર પરિવારની ભાવી ભાભી વિશે જો વાત કરવામાં આવે તો તે ખુબ જ ટેલેન્ટેડ છે. તેણે સિંગીંગ, ડાન્સિંગ, લેટિન અમેરિકન ડાન્સિંગ આ બધામાં પોતાનો જલવો બતાવ્યો છે. તારા સુતરિયા એ ખુબ જ નાની ઉંમરમાં સંગીતની દુનિયામાં પોતાની કારકિર્દી ચાલુ કરી હતી. જણાવવામાં આવે છે કે તેણે ૭ વર્ષની ઉંમરમાં સંગીતનો અભ્યાસ ચાલુ કરી દીધો હતો. વળી તે પોતાના સંગીતનો જલસો બોલિવુડ ફિલ્મોમાં પણ ચલાવી ચુકી છે. તેણે ફિલ્મ તારે જમીન પર અને ગુજારીશ ફિલ્મ માટે ગીત ગાયેલું છે.
તારા સુતરિયા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની ગ્લેમરસ તસ્વીરો માટે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની ગ્લેમરસ તસ્વીરોથી ભરેલુ પડેલું છે. ફેન્સ તેને ખુબ જ વધારે પસંદ કરે છે. તારા પોતાની સુંદરતાનો જલવો સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ માં પણ બતાવી ચુકી છે. તેની એક્ટિંગ અને તેના રોલને ખુબ જ પસંદ કરવામાં આવેલ હતો. એટલું જ નહીં કપુર પરિવારની થતી પાર્ટીઓમાં પણ તે જોવા મળે છે અને તેની ઘણી તસ્વીરો આ દરમિયાન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.