સોશિયલ મીડિયા પર અવારનવાર અલગ-અલગ પ્રકારના ડાન્સ વિડીયો વાયરલ થતા રહે છે. તમે પણ ઘણા પ્રકારના ડાન્સ વાળા વિડીયો જોતા રહેતા હશો. પરંતુ આજે અમે તમને એક એવો વિશેષ ડાન્સ વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમારા ચહેરા પર મુસ્કાન આવી જશે અને સાથે સાથે તમારી છાતી ગર્વથી પણ ભુલાઈ જશે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે હાલના દિવસમાં ભારત કોરોના મહામારી ના પ્રકોપનો સામનો કરી રહ્યું છે.
વર્તમાનમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ૬ લાખ ૨૬ હજારથી ઉપર પહોંચી ચૂકી છે. તેની વચ્ચે આપણા દેશના ડોક્ટર પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ જલદી ફેલાય છે. તેવામાં તેનાથી બચવા માટે ડોકટર્સ પીપીઇ કીટ પહેરીને કામ કરતા હોય છે. તે પીપીઇ કીટમાં ઘણા કલાકો સુધી સતત પહેરીને કામ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેને પહેરીને ભયંકર ગરમી લાગતી હોય છે.
પરંતુ તેમ છતાં પણ ડોક્ટર દર્દીઓના સારા સ્વાસ્થ્ય માટે આ કામ કરતા રહે છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરતા રહેવા માટે મગજનું પોઝિટિવ અને રીલેક્સ થવું પણ જરૂરી છે. તેવામાં અમુક ડાન્સ કરીને પોતાને ફિઝીકલ અને મેન્ટલી ફિટ રાખી રહ્યા છે. હવે આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલ ડોક્ટરને જ તમે જોઈ લો.
પીપીઈ કીટ પહેરીને લગાવ્યા ઠુમકા
તમે બધાએ સ્ટ્રીટ ડાન્સર 3D ફિલ્મનું “ગર્મી” સોંગ જરૂરથી સાંભળ્યુ હશે. આ સોંગમાં નોરા ફતેહી એક્ટ્રેસ અને ડાન્સર દ્વારા ખૂબ જ ઠુમકા લગાવવામાં આવ્યા હતા. હવે આ સોંગ પર જ એક ડોક્ટરે પણ ધમાકેદાર ડાન્સ કર્યો છે. આ સોંગમાં ડોક્ટર ની સ્ટાઈલ પણ નોરા ફતેહી જેવી જ છે. ડોક્ટરે આ ડાન્સ ૧ જુલાઈના “ડોક્ટર્સ ડે” નાં દિવસ પર કર્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નેગેટિવિટી આવવા દઇશું નહીં
વીડિયોમાં દેખાઇ રહેલા ડોક્ટરનું નામ રિચા નેગી છે. ડૉ. રિચા નેગી મુંબઈની રહેવાસી છે. તેમણે આ વિડીયોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર બધાની સાથે શેયર કર્યો હતો. આ વીડિયોને શેયર કરતાં તેઓ કહે છે કે, “આ ગરમીમાં દર્દીઓની સેવા કરીને અમે નેગેટિવિટી ને પોતાના પર હાવી થવા દઈશું નહીં,” તેની સાથે જ તેમણે પોતાના સહયોગીઓને “હેપ્પી ડોક્ટર્સ ડે” પણ કહ્યું. તેમણે સલાહ આપી હતી કે આપણી આ સ્થિતિમાં પોતાને પોઝીટીવ રાખવાના છે. ત્યારબાદ તેમણે મજાક કરતા કહ્યું હતું કે, આ સોંગ પીપીઇ કીટ પહેરીને કામ કરતા ડોક્ટરો સાથે ખૂબ જ મેચ થાય છે (હાય ગર્મી).