પ્રધાનમંત્રી જેવી જ મુકેશ અંબાણીને પણ સિક્યોરીટી મળે છે, દર મહિને સુરક્ષા પાછળ આટલા રૂપિયા કરે છે ખર્ચ

જ્યારે પણ દેશના સૌથી અમીર વ્યક્તિનો ઉલ્લેખ થાય છે, તો તેમાં સૌથી પહેલાં નામ મુકેશ અંબાણીનું જરૂર આવે છે. મુકેશ અંબાણી એક ભારતીય બિઝનેસ ટાયકુન છે. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ છે. દુનિયાનાં સૌથી અમીર લોકોમાં મુકેશ અંબાણી સામેલ છે. મુકેશ અંબાણી ભારતનાં સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ એમને દુનિયાના સૌથી શક્તિશાળી હસતી માંથી પણ એક માનવામાં આવે છે. મુકેશ અંબાણી પોતાની લક્ઝરી જીવનશૈલીને લઈને હંમેશા સમાચારમાં છવાયેલા રહે છે.

હાલનાં સમયમાં મુકેશ અંબાણી એક એવું નામ છે, જે આખી દુનિયામાં જાણીતું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને દુનિયાના ટોપ-૧૦ બિઝનેસમેનમાં એક મુકેશ અંબાણીને દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જેમ જ ભારત સરકાર તરફથી ઝેડ પ્લસ સિક્યુરિટી પ્રાપ્ત થઇ છે.

હંમેશા તમારા લોકોના મનમાં ક્યારેકને ક્યારેક એવો ખ્યાલ જરૂર આવતો હશે કે મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવે છે અને વળી તેમની પાસે સંપત્તિ કેટલી હશે. તો તમને જણાવી દઈએ કે “બ્લૂમબર્ગ બીનેલિયર ઇન્ડેક્સ” અનુસાર મુકેશ અંબાણી લગભગ ૭.૧૨ બિલિયન ડોલરના સંપત્તિના માલિક છે અને મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરિટી લગભગ ૭ વર્ષ પહેલા મળી હતી. હવે પોતાની આ સુરક્ષા માટે તેમણે એક સારી એવી મોટી રકમ પણ ચુકવવી પડે છે.

હવે તમારા મનમાં એ સવાલ જરૂર આવી રહ્યા હશે કે ઝેડ પ્લસ સુરક્ષાનો મતલબ શું હોય છે. તો તમને જણાવી દઈએ કે ઝેડ પ્લસ સુરક્ષામાં ૫૫ પર્સનલ સુરક્ષા ગાર્ડ સામેલ હોય છે. જેમાં ઓછામાં ઓછા ૧૦ એલિટ લેવલનાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ હોય છે. જે ૨૪ કલાક તમારી સુરક્ષામાં હાજર રહે છે.

ઝેડ પ્લસ સિક્યુરિટી દેશનાં પસંદગીનાં લોકોને ભારત સરકાર તરફથી મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પણ આ કેટેગરીની સુરક્ષા મળી છે. આ સુરક્ષા અત્યાધુનિક હથિયારોથી સજ્જ લગભગ ૧૦ એનએસજીનાં ખતરનાક કમાન્ડો પણ સામેલ હોય છે.

મુકેશ અંબાણીની સુરક્ષામાં દરેક સમયે લગભગ ૫૫ જવાન હાજર રહે છે. આ સુરક્ષાના કારણે મુકેશ અંબાણીનાં કાફલામાં ઘણી બધી ગાડી પણ સામેલ રહે છે. મુકેશ અંબાણીનાં કાફલામાં સફેદ મર્સિડીઝ AMG G63 મોડલની કાર આગળ પાછળ રહે છે. જ્યારે વચ્ચે મુકેશ અંબાણી પોતાની બુલેટપ્રુફ BMW માં રહે છે.

ઝેડ પ્લસ સિક્યુરિટી ભારત સરકારની તરફથી મળે છે, જે મુકેશ અંબાણીને આપવામાં આવી છે. પરંતુ મુકેશ અંબાણીને દર મહિને ઝેડપ્લસ સિક્યોરિટી પર લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઝેડપ્લસ સિક્યોરિટી માટે દર મહિને ભારત સરકારને ૧૬ લાખ રૂપિયાથી વધારે રૂપિયાની સારી એવી મોટી રકમ આપવી પડે છે. તે સિવાય મુકેશ અંબાણી પોતાની સુરક્ષામાં રહેલા બધા જવાનોનાં રહેવા માટે કવાટર, ખાવાની વ્યવસ્થા વધારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.

તમને જણાવી દઈએ કે ઝેડ પ્લસ સિક્યુરિટી સિવાય અંબાણી પરિવારની સુરક્ષા માટે અંગત એજન્સીઓનાં ગાર્ડ પણ સામેલ રહે છે, જે ૨૪ કલાક એમના પરિવારની સુરક્ષા માટે હાજર રહે છે. મુકેશ અંબાણીને BMW 760LI અને મર્સિડીઝ બેન્ઝ s600 ગાડી સૌથી વધારે પસંદ છે. બંને ગાડી બુલેટપ્રુફ અને આર્મર્ડ છે.