પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખરે શા માટે પોતાની દાઢી વધારી રહ્યા છે, સામે આવ્યું તેનું કારણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દાઢી હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં તો છે જ. સાથે જ તે રાજકીય ગલીઓમાં પણ ચર્ચામાં બનેલી છે. દરેક વ્યક્તિ જાણવા ઈચ્છી રહ્યું છે કે, આખરે પીએમ મોદીએ પોતાની દાઢી કેમ આટલી વધારી રહ્યા છે?  જેમ કે પ્રધાનમંત્રી મોદીએ લોકડાઉન પછીથી જ પોતાનો લુક બદલી દીધો છે અને તે સતત પોતાના લુકને લઈને ચર્ચામાં પણ છે. તેવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે પીએમ મોદીનો લુક આટલો કેવી રીતે બદલાઈ ગયો?

હકીકતમાં પીએમ મોદીની દાઢીને લઈને દરેક લોકો અલગ-અલગ દલીલ આપી રહ્યાં છે. એક દલીલ એવી પણ છે કે દેશમાં ફેલાયેલી મહામારી કોવિડ-19 નાં કારણે પીએમ મોદી કોઈપણ વ્યક્તિને પોતાની નજીક આવવા દેવા ઇચ્છતા નથી. એટલું જ નહીં પરંતુ દરરોજની મુલાકાત તેઓ ૬ ફુટનાં અંતર પર જ કરે છે. કહેવામાં આવી રહ્યું છે ફક્ત દુરનાં લોકો જ નહીં, પરંતુ તેમના નજીકના સંબંધી પણ તેમને મળી શકતા નથી.

એવું જાણવા મળી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીનાં સૌથી ખાસ મિત્ર ગૃહમંત્રી અમીત શાહ અને પ્રધાન સચિવ પિકે મિશ્રા કે કોઈપણ ઉચ્ચ અધિકારી તેમના નજીક નથી જઈ શકતું. એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રીનાં સરકારી આવાસ પર કામ કરવાવાળા લોકો પણ તેમનાથી દુર જ રહે છે. આ બધા કર્મચારી દુર રહીને જ પોતાનું બધું કામ કરી રહ્યા છે. તે સિવાય પીએમ મોદીની સુરક્ષામાં રહેવાવાળા એસપીજીને પણ લગભગ ૬ ફુટનાં અંતર વાળો નવો સુરક્ષા ફોર્મેટ બનાવવો પડ્યો.

તેવામાં જો વાત કરવામાં આવે તેમની દાઢીની તો દાઢી નાની કરવા માટે કોઈ હજામ ની જરૂરિયાત હશે અને કોઈપણ નવા વ્યક્તિને પોતાની નજીક આવવા દેવો મતલબ સંક્રમણને પોતાની પાસે નિમંત્રણ આપવું. તેવામાં પીએમ મોદીનું માનવાનું છે કે દાઢી વધે છે તો વધવા દો અને દુર રહીને જ પોતાનું કામ કરવું યોગ્ય છે. જ્યારે અમુક લોકોનું માનવાનું છે કે દાઢી વધારવા પાછળ મોદીજીની કોઈ દૈવીય સહાયતા છે અને તેમણે એવી  માનતા લીધી છે કે જ્યાં સુધી કોરોના મહામારી દેશથી દુર નથી ચાલી જતી તે પોતાની દાઢી નહીં કરાવશે.

જાણકારી માટે જણાવી દઈએ કે અત્યાર સુધી તેમની દાઢી વધારવા વિશે કોઈ ચોક્કસ જાણકારી સામે નથી આવી. છેલ્લા થોડા મહિનામાં તેમની દાઢી વધારે વધી ગઈ છે. તેવામાં લોકો જાતજાતનાં તર્ક લગાવી રહ્યા છે. ઘણા લોકો પ્રધાનમંત્રીની દાઢીને  રવીન્દ્રનાથ ટાગોર સાથે જોડીને જુએ છે, તો થોડા લોકો તેના પર કટાક્ષ કરતા પણ નજર આવે છે.