પ્રધાનમંત્રી મોદી ક્યાં ફોનનો ઉપયોગ કરે છે? જો તમે આઇફોન વિચારી રહ્યા છો તો બિલકુલ ખોટું છે

Posted by

ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણે અવારનવાર સેલ્ફી લેતા જોઈએ છીએ. તેની સાથે જ પ્રધાનમંત્રી મોદી સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. સમય સમય પર તેમનો ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ પણ જોવામાં આવ્યો છે. સાથે સાથે તેઓ ભારતના લોકોને પણ સમય સમય પર ટેકનોલોજીનું મહત્વ અને તેના યોગ્ય ઉપયોગ વિશે જણાવે છે. તેવામાં બધાના મનમાં એવો સવાલ ઊભો થાય છે કે ટેકનોલોજીનું મહત્વ સમજાવનાર અને તેમાં ઇન્ટરેસ્ટ રાખનાર પ્રધાનમંત્રી મોદી પોતે ક્યાં ફોનનો ઉપયોગ કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાં ફોનનો ઉપયોગ કરે છે, તેના જવાબમાં ઘણા લોકો આઈફોન નું નામ લેશે. તેનું કારણ છે કે અવારનવાર પ્રધાનમંત્રી મોદી નાં હાથમાં સેલ્ફી લેતા સમયે અથવા અન્ય અવસર પર આઇફોન જોવામાં આવે છે. પરંતુ મહત્વપુર્ણ વાત એ છે કે આ બધા અવસર પર પ્રધાનમંત્રી મોદી નાં હાથમાં આઇફોન સિવાય અલગ અલગ મોડલ જોવામાં આવેલ છે. તેનાથી એવું જાણવા મળે છે કે પ્રધાનમંત્રી મોદી ફક્ત તે અવસર પર જ આઈફોન નો ઉપયોગ કરે છે અને આ આઇફોન તેમના હોતા નથી.

કયો ફોનનો ઉપયોગ કરે છે પ્રધાનમંત્રી

ખાસ રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ RAX (રીસ્ટ્રિકટેડ એરિયા એક્સ્ચેંજ) ફોન અથવા સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરે છે. આ ફોનમાં અમુક વિશેષ સોફ્ટવેર હોય છે. આ ફોનને હેક અને ટ્રેક કરી શકાય નહીં. આ ફોન મિલીટરી ફ્રિકવન્સી બેન્ડ ઉપર કામ કરે છે. સાથોસાથ NTRO અને DEITY જેવી એજન્સીઓ તેની ઉપર નિયમિત રજ નજર રાખે છે. તેની સાથે જ પ્રધાનમંત્રી મોદી પોતાના ઓફિસમાં સેટેલાઈટ નંબરનો ઉપયોગ કરે છે. તેમાં એન્ક્રિપ્ટેડ સિક્યુરિટીનાં ૩ લેયર્સ હોય છે, જેને તોડવા અશક્ય હોય છે.

તે સિવાય કોઈપણ વાત કરવા માટે પ્રધાનમંત્રી મોદી નાં મુખ્ય સચિવને કોલ કરવો પડે છે. તેના મુખ્ય સચિવનો ફોન ખાસ રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ હોય છે. તેને નવરત્ન ડિફેન્સ PSU (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ (BEL) દ્વારા બનાવવામાં આવે છે. આ એક એન્ક્રિપ્ટેડ મોબાઇલ ફોન હોય છે, જે ખુબ જ સુરક્ષિત હોય છે.

પ્રધાનમંત્રી મોદીનાં સુરક્ષિત ફોન ઉપયોગનું કારણ

નરેન્દ્ર મોદી ભારતનાં પ્રધાનમંત્રી છે. તેઓ એક વૈશ્વિક નેતા પણ છે. તેમની ઉપર સમગ્ર દેશની ખુબ જ મોટી જવાબદારી છે. તેવામાં તેમની પ્રાઇવેસી ખુબ જ મહત્વપુર્ણ છે. એટલા માટે જરૂરી છે કે પ્રધાનમંત્રી મોદી એવા ફોનનો ઉપયોગ કરે જેને હેક કરી શકાય નહીં અને તેમની વાતોને ટ્રેક પણ કરી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *