પ્રગતિનું પ્રતિક હોય છે ફિશ એક્વેરિયમ, પરંતુ ફક્ત યોગ્ય દિશામાં રાખવાથી જ થાય છે ફાયદો

Posted by

વાસ્તુશાસ્ત્ર જીવનની ઘણી મુશ્કેલીઓને દુર કરવા માટે જાણીતું છે. માત્ર ભારત જ નહીં પરંતુ ચીનમાં પણ વાસ્તુ વિજ્ઞાનને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. ચીનનાં વાસ્તુશાસ્ત્રને ફેંગશુઈ કહેવામાં આવે છે. તેમાં ફિશ એક્વેરિયમને લઈને થોડા ખાસ નિયમ જણાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે ફિશ એક્વેરિયમ છે કે તમે એને ઘરમાં રાખવાનું વિચારી રહ્યા છો તો આ ખબર તમારા કામની છે.

ઘરમાં માછલીઓને રાખવી ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નેગેટિવ એનર્જી અને આળસ વાળું વાતાવરણ સમાપ્ત થઈ જાય છે. એટલું જ નહીં, જો તમારા ઘરમાં ફિશ એક્વેરિયમ છે, તો તમને સ્ટ્રેસ પણ ઓછો થશે. કહેવાય છે કે આ માછલીઓને તરતા જોવાથી મન શાંત થાય છે. તમને ફોકસ કરવામાં મદદ કરે છે. તમે ટેન્શન ભૂલી જાવ છો. એટલા માટે એને ઘરના મુખ્ય રૂમમાં સિવાય ઓફિસ અને બાળકોનાં સ્ટડી રૂમમાં પણ રાખી શકાય છે.

ફિશ એક્વેરિયમ થી તમારા ઘરમાં આનંદ આવે છે. એટલું જ નહીં જો ઘરનાં કોઈ સદસ્યની ઉપર કોઈ વિપત્તિ આવી જાય છે, તો તે પણ તેને રાખવાથી ટળી જાય છે. ફેંગશુઇમાં માછલીને સફળતા અને વ્યવસાયમાં પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે. ફેંગશુઇમાં ફિશ એક્વેરિયમને લઈને થોડા નિયમ જણાવવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું પાલન નથી કરતા તો તમને લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તો ચાલો તેનાથી જોડાયેલા થોડા નિયમો વિશે જાણીએ.

ફિશ એક્વેરિયમને ભુલથી પણ કિચનમાં રાખવું જોઈએ નહીં. તેનું કારણ એ છે કે કિચનમાં અગ્નિ તત્વ હોય છે .જ્યારે એક્વેરિયમને જળ તત્વનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે જો તમે આગ અને પાણીને એક જગ્યાએ રાખો છો, તો તેનાથી ઘરમાં લડાઈ-ઝઘડા વધી જાય છે. એટલા માટે આમ કરવાથી દરેક સ્થિતિમાં બચવું જોઈએ.

એક્વેરિયમ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાને વધારવાનું કામ કરે છે. જોકે તે સારી રીતે થાય તેના માટે એ જરૂરી છે કે તમે ફિશ એકવેરિયમમાં પાણી સમય-સમય પર બદલતા રહો.

જો તમે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખો છો તો એમાં ઓછામાં ઓછી ૯ માછલીઓ જરૂર હોવી જોઈએ. તેમાં પણ ૮ માછલીઓ લાલ અને સોનેરી રંગની જ્યારે એક માછલી કાળા રંગની હોવી જોઈએ. મતલબ કાળા રંગની માછલીને સુરક્ષાની પ્રતીક માનવામાં આવે છે. તે નકારાત્મક શક્તિઓ સામે તમારી રક્ષા કરે છે.

એક્વેરિયમમાં થોડા સમયનાં અંતરાલ પર માછલી મરતી રહે છે. તેવામાં તમારે મરેલી માછલીને જેટલું થઈ શકે જલ્દી હટાવી દેવી જોઈએ. અહીં ધ્યાન આપવા વાળી વાત એ છે કે જે રંગની માછલી મરી છે, તમારે એ રંગની નવી માછલી એક્વેરિયમમાં ફરી રાખવાની છે. ફેંગશુઈ પ્રમાણે તો જ્યારે કોઈ માછલી મરે છે, તો તે પોતાની સાથે ઘરની નેગેટિવ શક્તિને પણ લઈ જાય છે.

ફિશ એકવેરિયમને તમે ઘરમાં કઇ દિશામાં રાખી રહ્યા છો એ સૌથી મહત્વનું છે. તેને ખોટી દિશામાં રાખવાથી એનાં લાભની જગ્યાએ નેગેટિવ પ્રભાવ જોવા મળે છે. ફેંગશુઈ અનુસાર આપણે ફિશ એક્વેરિયમને હંમેશા ઘરની પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તે જળની દિશા માનવામાં આવે છે. એટલા માટે અહીં એક્વેરિયમ રાખવાથી સકારાત્મક ઉર્જા હંમેશા જળવાઈ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *