બોલિવુડના મશહુર કોરિયોગ્રાફર પુનિત પાઠક નાં ડાન્સ નાં ઘણા ફેન્સ છે. પોતાના ડાન્સ મુવ્સ થી તે લોકોનું દિલ જીતી લેતા હોય છે. ડાન્સ કરવાની સાથે સાથે તેઓ એક શાનદાર એક્ટર પણ છે. તે ઘણી ફિલ્મોમાં પણ નજર આવી ચુકેલ છે. વળી ડાન્સ રિયાલિટી શોમાં જજ નાં રૂપમાં પણ જોવા મળે છે. પુનિત પાઠક હંમેશા પોતાના કામથી લોકોની વચ્ચે પોતાની ગરિમા જાળવી રાખે છે. પરંતુ હવે તે પોતાની પર્સનલ લાઈફને લઈને હાલના સમયમાં ખુબ જ ચર્ચામાં આવી ગયા છે.
હકીકતમાં પુનિત પાઠક નો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની પત્ની સાથે પ્રાઇવેટ મોમેન્ટ શેર કરતા નજર આવી રહ્યા છે. તેમનો આ વીડિયો જોઈને ફેન્સ પણ શરમથી લાલ થઈ ગયા છે. આ વિડીયો પુનિતની પત્ની નિધિ મુની સિંહ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ છે.
પુનિત પાઠક અને તેમની પત્ની સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે અને અવાર-નવાર ફેન્સની સાથે પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતા રહે છે. પરંતુ તેમનો આ રોમેન્ટિક વિડીયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પુનિત બેડ રૂમમાં બેસીને ભોજન કરી રહ્યા હોય છે. તેમણે શર્ટ પહેરેલો હોતો નથી અને શોર્ટ્સ માં નજર આવી રહ્યા હોય છે.
તે પોતાની પત્ની નો પાલવ પકડે છે અને તેને પોતાની તરફ ખેંચે છે. નિધિ જ્યારે તેમની પાસે આવે છે તો તેને કિસ કરે છે, જેનાથી પુનિત નાં ગાલ ઉપર લિપસ્ટિક નું નિશાન બની જાય છે. નિધિ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અમુક લોકો બંનેને ક્યુટ કપલ જણાવી રહ્યા છે, તો અમુક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે પુનિત પાઠક અને નિધિ ની મુલાકાત પહેલી વખત “ઝલક દિખલા જા” નાં સેટ ઉપર થઈ હતી. અહીંયા થી બંને એકબીજાની નજીક આવી ગયા હતા. ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને ત્યારબાદ પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં બંનેએ સગાઈ કરી લીધી હતી. વળી ડિસેમ્બર ૨૦૨૦માં બંને એ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. વર્કફ્રંટ ની વાત કરવામાં આવે તો પુનિત પાઠક “ખતરો કે ખેલાડી” નાં વિનર રહી ચુક્યા છે.