પણને આપના જીવન માં ક્યારેક તો પ્રેમ થાય જ છે. કદાચ સ્કૂલ ટાઈમ માં, કોલેજ લાઈફ માં કે લગ્ન પછી થઈ શકે છે. જયારે કોઈ ના દિલ માં પ્રેમ ની ભાવના જાગી જાય છે ત્યારે તેને દુનિયા બીજા બધા ખોટા લાગવા લાગે છે એટલું જ નહીં તે પોતાના આખા જીવન ના સપના તેની સાથે જોવાનું શરૂ કરી દે છે. તેની સાથે તેની વ્યક્તિગત વાતો પણ કહેવા લાગે છે. જયા પ્રેમ હોય ત્યાં ઝગડા પણ થાય છે પરંતુ આ ઝગડા પ્રેમ ને વધારે છે.
ઘણા લોકો એવા પણ હોય જે પ્રેમ તો કરી લે છે પરંતુ તેને જતાવવા માટે ડરતા હોય છે. આ બિલકુલ જરૂરી નથી કે તેને શબ્દો માં જ કહેવું. તેની સાથે ખૂબ જ લાગણી થી રહેવા લાગીએ તેનાથી પણ પ્રેમ નજર આવે છે. આજે અમે તમને કેટલાક એવા જ શબ્દો કહેવાના છીએ જેનાથી તમે તમારા પાર્ટનર ના દિલ માં આસાની થી જગ્યા બનાવી શકશો. એ શબ્દો આ પ્રમાણે છે.
- હું છું ને – પ્રેમ માં જરૂરી છે કે દુખ માં એકબીજા નો સાથ દેવો. જ્યારે તમારા પાર્ટનર પરેશાની માં હોય ત્યારે તેને આ શબ્દ જરૂર કહો.
- ચિંતા ના કર, હું કરી દવ – જ્યારે તમે તમારા પાર્ટનર ને વધારે કામ કરતા જોવો તો તેની મદદ જરૂર કરો. તેને કહો કે ચિંતા ના કર હું તારું કામ આસાન કરી દઈશ. તેની મદદ જરૂર કરો.
- કાંઈ વાંધો નહિ – જ્યારે તમારા પાર્ટનર થી કોઈ ભૂલ થઈ જાય તો તેના પર ગુસ્સો ન કરો. પરંતુ તેને કહો કે કઈ વાંધો નહિ અને તેને સાંત્વના આપો. આમ કરવાથી પ્રેમ વધશે.
- બધી જ વાત જણાવ મને – જો તમારા પાર્ટનર તમને કોઈ મુશ્કેલી માં દેખાતા હોય તો તેને પ્રેમપૂર્વક બધી જ વાત ઊંડાણપૂર્વક પૂછો. આમ કરવાથી તેનું દુઃખ ઓછું થશે.
- ફોન કે મેસેજ કરી દેવો – જો તમે તમારા પાર્ટનર થી દુર જાવ છો તો તેને ભૂલી ન જાવ. તેને સમયે ફોન કે મેસેજ કરી તેની હાલચાલ જરૂર પૂછો.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
Very nice thoughts it’s key for friendship with partner.husband wife is two’ wheel of Cart.