પ્રેમ સંબંધોમાં જરૂર રાખો આ ૩ બાબતોનું ધ્યાન, નહિતર ખરાબ થઈ શકે છે સંબંધ

Posted by

ઇતિહાસનાં સૌથી સમજદાર લોકોમાં આચાર્ય ચાણક્યની ગણતરી થાય છે. જણાવવામાં આવે છે કે આચાર્ય ચાણક્ય રાજકીય, આર્થિક અને સામાજિક મુદ્દા પર ઊંડી સમજણ ધરાવતા હતા. તે બધા પક્ષોને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય કરતા હતા. આચાર્ય ચાણક્યએ પોતાના વિચારોને ચાણક્ય નીતિમાં સંગ્રહિત કરેલ છે. આ નીતિઓ વર્તમાન સમયમાં પણ ખુબ જ પ્રાસંગિક માનવામાં આવે છે. આ નીતિ ગ્રંથમાં લખવામાં આવેલી વાતો જીવનની હકીકત સમજાવવાની કોશિશ કરે છે. જીવનનાં દરેક પાસા વિષે જણાવનાર ચાણક્યએ પ્રેમ સંબંધો વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આચાર્ય ચાણક્ય જણાવે છે કે પ્રેમ સંબંધોમાં બંધાયેલા બે લોકોને એકબીજા પર અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. તેમના અનુસાર જે સંબંધોમાં વિશ્વાસ હોય છે, તે દરેક પડકાર સામે જીતવામાં સફળ થાય છે. સાથોસાથ જ ચાણક્યએ કહ્યું હતું કે સંબંધોમાં આઝાદી હોવી ખુબ જ જરૂરી છે. કૌટિલ્ય અનુસાર જે સંબંધોમાં આઝાદી નથી, તે થોડા સમય બાદ તૂટવા લાગે છે અને આવા સંબંધોમાં કેદ મહેસૂસ થવા લાગે છે. જેના લીધે સંબંધ ખતમ થઇ જાય છે.

તેમના અનુસાર જે સંબંધોમાં પ્રતિબંધ હોય છે, તેનાથી વધારે મજબુત અને પરિપક્વ એવા સંબંધ હોય છે જેમાં આઝાદી મળતી હોય છે. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ ઈચ્છે છે કે તેનો સંબંધ કોઈ વ્યક્તિની સાથે મજબુત બને તો તેણે આઝાદી આપવાની શરૂઆત કરવી જોઈએ. આચાર્ય ચાણક્યએ સંબંધોમાં ખટાશ ન આવવા માટે પણ સલાહ આપેલી છે. તેમના અનુસાર લોકોએ ૩ વાતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઇએ, નહીંતર તેમના સંબંધ ખરાબ થઈ શકે છે. જાણો કઈ હતી તે ત્રણ મુખ્ય વાતો.

સન્માનમાં કમી

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના સાથી તેની ઈજ્જત કરે. તેવામાં ચાણક્ય કહે છે કે લોકોએ પોતાના પાર્ટનરનાં આત્મસન્માન ને ઠેસ પહોંચાડવી જોઇએ નહીં. આવું એટલા માટે કારણ કે જ્યારે લોકોનું માન સન્માન ઓછું થાય છે તો તેનાથી સંબંધોમાં કમજોરી આવવા લાગે છે.

અભિમાન કરવું નહિ

ચાણક્ય કહે છે કે પ્રેમ સંબંધોમાં સહકારની કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. જ્યારે તમે પોતાને વધારે અને પોતાના સાથીને ઓછું મહત્વ આપો છો, તો તેનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. તેવામાં અહંકાર કરવાથી બચવું જોઈએ.

દેખાડો કરવાથી બચવું

પ્રેમમાં કોઈપણ પ્રકારનો દેખાડો હોવો જોઈએ નહીં. ચાણક્ય પ્રેમને સાદગીનો રૂપ માને છે. તેમના અનુસાર જે લોકો દેખાડો કરે છે, તેઓ સ્વાર્થી કહેવાય છે. જ્યારે પ્રેમમાં તો સમર્પણની જરૂરિયાત હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *