આંખ મારીને રાતોરાત ફેમસ થયેલી પ્રિયા પ્રકાશ વરિયરે એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર લોકોને ડાન્સ થી દિવાના બનાવ્યા

Posted by

“વિંક ગર્લ” ના નામથી મશહુર એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર તો તમને બધાને યાદ હશે. પ્રિયા આજે સાઉથ સિનેમા ની એક જાણીતી એક્ટ્રેસ છે, જે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. પ્રિયા પ્રકાશ વોરિયર હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં તે રશિયામાં છે અને ત્યાંથી તે પોતાની સુંદર તસ્વીરો અને જબરજસ્ત ડાન્સ વિડીયો શેર કરતી રહે છે. પાછલા દિવસોમાં તેને મિત્રોની સાથે મસ્તી ભરેલો ડાન્સ વિડીયો પોસ્ટ કરીને ખુબ જ ચર્ચામાં રહી હતી. પરંતુ આ વખતે તેણે વિદેશી ધરતી પર સાડીમાં જબરજસ્ત ડાન્સ વીડિયો શેર કરીને વાહવાહી મેળવી છે.

પ્રિયા પ્રકાશ ઇન્સ્ટાગ્રામ પર એક રિલ શેર કરેલ છે. આ ઇન્સટા રિલ વીડિયોમાં જોઇ શકાય છે કે તેણે ક્રીમ કલર ની સાડી ની સાથે રેડ કલરનું બ્લાઉઝ પહેરી રાખ્યું છે. આ ટ્રેડીશનલ ઇન્ડિયન ડ્રેસને પહેરીને પ્રિયા પ્રકાશ રશિયાના રસ્તા પર ધમાકેદાર ડાન્સ કરતી નજર આવી રહી છે. વીડિયોમાં પાછળ મલયાલમ ગીત સાંભળી રહ્યું છે. કહેવું પડશે કે પ્રિયા પ્રકાશ દ્વારા પોતાના ડાન્સ ની સાથે સાથે એક વાર ફરીથી પોતાના એક્સપ્રેસન થી ફેન્સનું દિલ ધડકાવી રહી છે. આ વિડીયો ની સાથે એક્ટ્રેસ દ્વારા કેપ્શન આપવામાં આવ્યું છે કે, “પોતાની અંદર મલયાલી ને જગાડવાનું બહાનું છે.”

આ વીડિયોને અત્યાર સુધીમાં ૨ મિલિયન વખત જોવામાં આવેલ છે. તેની સાથે જ ૩.૫ લોકોએ આ વીડિયોને લાઈક પણ કરેલી છે. આવા વિડિયોના કોમેન્ટ્સ બોક્ષ પર નજર કરવામાં આવે તો લોકોએ ખુબ જ પ્રેમ વરસાવેલો છે. દરેક લોકો એક્ટ્રેસની પ્રશંસા કરી રહેલા નજર આવી રહ્યા છે. તેની સાથે જ ઘણી બધી હાર્ટ અને ફાયર ઇમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. વળી ઘણા લોકોએ હાર્ટ આઈ ઇમોજી પણ પોસ્ટ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *