પ્રિયંકા ચોપડાની સાસુ તેના કરતાં છે ફક્ત ૧૬ વર્ષ મોટી, સુંદરતામાં પ્રિયંકાને પણ ટક્કર આપે છે

Posted by

બોલીવુડ ઇંડસ્ટ્રીની મશહુર અભિનેત્રી પ્રિયંકા ચોપડાને વળી કોણ નથી ઓળખતું. તેનું નામ દુનિયાભરની સફળ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. પ્રિયંકા ચોપડાએ પોતાની મહેનતનાં દમ ઉપર આ સ્થાન પ્રાપ્ત કરેલું છે. પ્રિયંકા ચોપડાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત બોલીવુડથી કરતી હતી. પરંતુ ધીરે ધીરે તેને હોલિવુડમાં પણ પોતાની શાનદાર એક્ટિંગનો જલવો બતાવ્યો છે. હવે તે દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ અભિનયની દુનિયામાં સારું નામ કમાઇ રહી છે.

પ્રિયંકા ચોપડાની ફિલ્મી કારકિર્દી ખુબ જ સફળ રહી છે અને તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. લોકોને પણ પ્રિયંકા ચોપડાનું અભિનય ખુબ જ પસંદ આવ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૧૮માં નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા હતા અને નિક જોનાસ સાથે લગ્ન કરીને તે વિદેશી વહુ બની ગઈ છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ની જોડી લોકોને ખુબ જ પસંદ આવે છે. તેમની જોડી દુનિયાની સૌથી ગ્લેમરસ અને સ્ટાઇલિસ જોડી માંથી એક માનવામાં આવે છે અને આ કપલ હંમેશાથી લાઈમલાઈટમાં રહે છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ અમેરિકામાં સેટલ થઈ ગઈ છે. પ્રિયંકા ચોપડા ક્યારેક ક્યારેક કામકાજની બાબતમાં મુંબઈ આવતી-જતી રહે છે.

નિક જોનાસ સાથે લગ્ન કરીને અભિનેત્રી ખુશ નજર આવી રહી છે અને તે પોતાના સાસરિયા માં પણ ખુબ જ ખુશ રહે છે. પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને તે પોતાની સાસુ ડેનિસ સોના સાથે તસ્વીરો શેર કરતી રહે છે. પ્રિયંકા ચોપડા પોતાની સાસુ સાથે ખુબ જ ક્લોઝ છે અને તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સાસુ સાથેની ખુબ જ સારી બોંડિંગ શેર કરે છે.

પ્રિયંકા ચોપડા ની સાસુ ડેનિસ જોનાસ ની સાથે જબરજસ્ત બોન્ડિંગ જોવા મળે છે. સુંદરતાની બાબતમાં પણ બંને એકબીજાને ટક્કર આપે છે. જ્યારે પ્રિયંકા પોતાની સાસુ ડેનિસ જોનાસ સાથે તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે, તો ફેન્સ તેને જોયા બાદ એવું જ કહે છે કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ સાસુ-વહુ નહીં પરંતુ દેરાણી-જેઠાણી વધારે લાગે છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને ડેનિસ જોનાસની ઉંમરમાં ફક્ત ૧૬ વર્ષનું અંતર છે તેમ છતાં પણ સુંદરતાને બાબતમાં ડેનિસ જોનાસ પોતાની વહુ પ્રિયંકા ચોપડાને જોરદાર ટક્કર આપે છે. ડેનિસ જોનાસ ખુબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. પ્રિયંકાની સાસુ વ્યવસાયથી શિક્ષક છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ જ્યારે વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, ત્યારે નિક જોનાસ ની ઉંમર ફક્ત ૮ વર્ષની હતી અને આ સમય દરમ્યાન નિક જોનાસ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા. ભલે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ની ઉંમરમાં વધારે અંતર હોય પરંતુ બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ની પહેલી મુલાકાત ટીવી સિરીઝ “ક્વાંટીકો” નાં સેટ ઉપર એક કોમન ફ્રેન્ડનાં માધ્યમથી થઈ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં બંને મેટ ગાલા ઇવેન્ટમાં નજર આવ્યા હતા, જ્યાં આ બંનેનાં લગ્નનાં સમાચાર છવાયેલા રહેતા હતા અને વર્ષ ૨૦૧૮માં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે લગ્ન કરી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *