પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કરતાં પહેલા આ ૫ સુંદર એક્ટ્રેસને ડેટ કરી ચુક્યા છે નિક જોનાસ, લિસ્ટમાં જુઓ કોણ કોણ છે

બોલીવુડમાં દેશી ગર્લનાં નામથી મશહુર પ્રિયંકા ચોપડા ફક્ત આજે દેશમાં પ્રસિદ્ધ નથી પરંતુ આજે દુનિયાભરમાં તેનું નામ મશહુર છે. પ્રિયંકા ચોપડાનાં આજે એક વર્લ્ડ પર્સનાલિટી બની ચુકી છે. પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૧૮માં અમેરિકન પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા હતા. આ કપલ દેશભરમાં પોતાના લગ્નથી ચર્ચાઓમાં છવાઈ ગયા હતા. પ્રિયંકા અને નિક ની જોડી સફળ જોડીઓ માંથી એક છે. સાથોસાથ આ બન્નેનાં ફેન્સ પણ તેની જોડીને ખુબ જ પસંદ કરે છે. પ્રિયંકા પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની રોમેન્ટિક તસ્વીરો શેર કરતી રહે છે. તેની તસ્વીરો પર તેના ફેન્સ પણ ખુબ જ સારો રિસ્પોન્સ કરતા રહે છે.

આજે પ્રિયંકા સાથેની ખુબ જ ખુશ નજર આવી રહેલ છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કરતાં પહેલાં નિક જોનાસ હોલીવુડની ઘણી સુંદર હસીનાઓને ડેટ કરી ચુક્યા છે. તેવામાં આજે અમે તમને હોલીવુડની આ અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેની સાથે નિક રિલેશનમાં રહી ચુકેલા છે.

મિલિ સાયરસ

આ લિસ્ટમાં પહેલું નામ મિલી સાયરસ નું આવે છે, જેની સાથે નિક જોનાસ ઘણા લાંબા સમય સુધી ડેટ કરતા હતા. નિક ની જેમ જ મિલી સાયરસ પણ હોલીવુડની એક શ્રેષ્ઠ અને સફળ સિંગર માંથી એક છે. ફક્ત ૧૩ વર્ષની ઉંમરમાં જ નિક જોનાસે વર્ષ ૨૦૦૬માં મિલી ને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સાથોસાથ તેની પહેલી ગર્લફ્રેન્ડ પણ હતી. તેના એક વર્ષ બાદ જ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

સેલેના ગોમેજ

સેલેના ગોમેજ ને પણ દુનિયાભરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સેલેના ગોમેજ સેલિબ્રિટી માં ખુબ જ મોટું નામ છે. મિલી સાથે બ્રેકઅપ બાદ નિક સેલેના ગોમેઝ નાં સંપર્કમાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૮માં બંને એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ બંનેનો સંબંધ લાંબો સમય સુધી ચાલી શક્યો નહીં અને અમુક મહિનામાં જ તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.

ડેલ્ટા ગુડ્રે

તેનાથી અલગ થયા બાદ નિક જોનાસ નું નામ ડેલ્ટા ગુડ્રેમ સાથે જોડાયું હતું. નિક કરતાં તે લગભગ ૮ વર્ષ મોટી હતી. આ બંનેએ વર્ષ ૨૦૧૧માં એકબીજાને લગભગ ૧૦ મહિના સુધી ડેટ કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૨માં તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.

ઓલિવિયા કલ્પો

ડેલ્ટા ગુડ્રેમ થી અલગ થયા બાદ નિક જોનાસ ઓલિવિયા કલ્પો સાથે રિલેશનમાં આવ્યા હતા. ૨૦૧૩થી શરૃ થયેલો તેમનો આ સંબંધ વર્ષ ૨૦૧૫ એટલે કે બે વર્ષ સુધી ચાલી શક્યો. પરંતુ ત્યાર બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. ઓલિવિયા કલ્પો માટે નિક જોનાસે એક સોંગ પણ લખી દીધું હતું.

કેટ હડસન

ઓલિવિયા એ દિલ તોડ્યું તો નિક નું દિલ કેટ હડસન પર આવી ગયું. પોતાનાથી ઉંમરમાં ૧૩ વર્ષ મોટી કેટ ને નિક જોનાસે થોડા મહિના સુધી ડેટ કર્યું હતું. આ બંને અવારનવાર એક સાથે હરતા-ફરતા જોવામાં આવતા હતા. પરંતુ બંનેએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહીં અને બાદમાં બંને અલગ થઇ ગયા હતા. ત્યારબાદ નિક જોનાસનાં જીવનમાં પ્રિયંકા ચોપડાની એન્ટ્રી થઈ. પ્રિયંકા ચોપડા સાથે નિક ને ફક્ત પ્રેમ જ થયો નહીં, પરંતુ બંનેએ લગ્ન પણ કરી લીધાં.