નાસા ની ચેતવણી : પૃથ્વી સાથે એસ્ટેરોઇડ ટકરાવવાની સંભાવના હવે ૧૦ ગણી વધારે, વૈજ્ઞાનિકોનાં દાવા થી ગભરાટ

Posted by

પૃથ્વી પર માનવ સભ્યતાના જન્મ પહેલાં ઘણા એસ્ટેરોઇડ ચુક્યા છે. આપણે જાણીએ છીએ કે તેમાંથી એક Chicxulub એસ્ટરોઇડ ને કારણે આજથી ૬ કરોડ ૬૦ લાખ વર્ષ પહેલા ધરતી પરથી ડાયનાસોર લુપ્ત થયા હતા. ૧૫૦ કિલોમીટર પહોળા આ એસ્ટેરોઇડ ને કારણે મેક્સિકોની ખાડી ની પાસે ૧૦ કિલોમીટર પહોળો Chicxulub ક્રેટર બન્યો હતો. ઘણા એવા પણ હતા જેને કારણે પૃથ્વીની સપાટી અને વાયુ મંડળ ને આજનું સ્વરૂપ મળ્યું હતું.

૧૦ ગણી વધારે છે મોટા એસ્ટરોઇડ નાં ટક્કરની સંભાવના

આપણો ગ્રહ એટલે કે પૃથ્વી પર એસ્ટરોઇડ ટકરાવાની કેટલી ઘટના થયેલી છે, તેને લઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે વિશાળ એસ્ટરોઇડ નાં ધરતી સાથે ટકરાવાની સંભાવના પહેલાની સરખામણીમાં ૧૦ ગણી વધારે છે. સાઉથ વેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં શોધકર્તાઓનાં જણાવ્યા અનુસાર એક નિશ્ચિત સમય બાદ ધરતી સાથે Chicxulub ની જેવડો કોઈ મોટો એસ્ટરોઇડ ટકરાવની સંભાવના હવે ૧૦ ગણી વધી ગઈ છે.

એસ્ટરોઇડ થી ધરતી પર ખતમ થઈ શકે છે ઓક્સિજન

શોધકર્તાઓનાં જણાવ્યા અનુસાર જો ધરતી પર ફરીથી કોઈ મોટો એસ્ટરોઇડ ટકરાય છે તો તેનાથી ફક્ત ભારે તબાહી નહીં થાય,, પરંતુ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા પણ ઘટી જશે. તેવા માનવજીવનનાં અસ્તિત્વ પર ખતરો વધી શકે છે. જોકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારાં વર્ષોમાં ધરતી સાથે કોઈ મોટા એસ્ટરોઇડનો ખતરો નથી.

એસ્ટરોઇડ થી ધરતીને કેટલું નુકસાન?

પૃથ્વીનાં વાયુમંડળમાં દાખલ થવાની સાથે જ એસ્ટરોઇડ તુટીને સળગી ઊઠે છે અને ક્યારેક ક્યારેક ઉલ્કાપિંડનાં રૂપમાં ધરતી પર જોવા મળે છે. વધારે મોટો આકાર હોવાને કારણે તે ધરતીને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ નાના ટુકડાથી વધારે ખતરો નથી. વળી સામાન્ય રીતે એસ્ટેરોઇડ સાગરમાં પડે છે, કારણ કે ધરતીનો મોટાભાગનો હિસ્સો પાણીમાં રહેલો છે.

૧૦૦ વર્ષો સુધીનાં એસ્ટરોઇડ પર નાસાની નજર

જો કોઈ તેજ ઝડપથી સ્પેસ ઓબ્જેક્ટ ધરતી સાથે ૪૬.૫ લાખ માઇલ થી નજીક આવવાની સંભાવના છે, તો તેને સ્પેસ ઓર્ગેનાઇઝેશન ખતરનાક માને છે. નાસા ની Sentry સિસ્ટમ આ વખત રાપર પહેલાથી જ નજર રાખે છે. તેમાં આવનારા ૧૦૦ વર્ષો માટે હાલમાં ૨૨ એવા એસ્ટરોઇડ છે, જેની પૃથ્વી સાથે ટકરાવાની થોડી પણ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *