ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ માં રમતની સાથે સાથે મસ્તી પણ ચાલી રહી છે. દિલ્હી કેપિટલ્સ માટે જીતનો સિલસિલો શરૂ છે. તેની વચ્ચે તેમના ઓપનર પૃથ્વી શો સતત મસ્તી નાં મુડમાં નજર આવી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા પૃથ્વી શો નો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તે કેમ્પમાં રહેલ કેરીની ચોરી કરતો નજર આવી રહેલ છે.
દિલ્હી કેપિટલ્સ દ્વારા પણ વીડિયોના કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, “મળો કેરી ચોર, પૃથ્વી શો ને.” આ વીડિયોમાં પૃથ્વી શો ખોખા માંથી કેરી લઈ રહેલ છે અને ત્રણ-ચાર કેરી ઉઠાવી લે છે. બાજુમાં બેસેલા લલીત યાદવ પણ તેને કહે છે કે, “બસ…” તેના પર પૃથ્વી શો કહે છે કે, “તારે શું લેવાદેવા છે?”
પૃથ્વી શો નો આ મજેદાર અંદાજ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા આ સિવાય પણ વધુ એક વીડિયો પોસ્ટ કરવામાં આવેલ છે, જેમાં તે ટીમના કેપ્ટન ઋષભ પંત સાથે મળીને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે અને ફોન કરતા સમયે તેને પરેશાન કરી રહેલ છે.
Meet the 𝘈𝘢𝘮 𝘊𝘩𝘰𝘳 👉🏻 @PrithviShaw 🥭😂#YehHaiNayiDilli | #IPL2022 | #DCAllAccess#TATAIPL | #IPL | #DelhiCapitals | #OctaRoarsForDC pic.twitter.com/ME7OmwPHqk
— Delhi Capitals (@DelhiCapitals) April 12, 2022
તમને જણાવી દઈએ કે પૃથ્વી શો એ દિલ્હી કેપિટલ્સ માટે પાછલી મેચમાં શાનદાર ફિફ્ટી લગાવી હતી. પૃથ્વી શો એ કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ૫૧ રનની ઇનિંગ રમી હતી. જેમાં ૭ ચોક્કા અને ૨ છક્કા ફટકાર્યા હતા. પૃથ્વી શો ને ડ્રેસિંગરૂમમાં ટીમના કોચ રિકી પોન્ટિંગે પણ શાબાશી આપી હતી.
દિલ્હી કેપિટલ્સ આઇપીએલ ૨૦૨૨ માં અત્યાર સુધીમાં ૪ મેચ રમેલ છે, તેમાં તેમને બે મેચમાં જીત અને બે મેચમાં હાર મળેલી છે. દિલ્હી કેપિટલ્સ એ છેલ્લી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધની હતી જેમાં દિલ્હીએ મેચ ૪૪ રનથી જીતી લીધી હતી.